Jay D Dixit

Tragedy


4  

Jay D Dixit

Tragedy


યોર્ટની સફરે

યોર્ટની સફરે

3 mins 102 3 mins 102

ક્રિસમસ પછી વેકેશનના દિવસો હતા, બધા જ તહેવારના મૂડમાં હતા અને એમાં પણ હેડ્સન જેવો અત્યંત ધનાઢ્ય કુટુંબનો નબીરો તો વધારે પડતા જ મૂડમાં હોય એ સામાન્ય હતું. કોઈને આખી યોજનાની કાનોકાન ખબર નહોતી, ઉપરથી વળી હેડ્સનની પાર્ટી છે એટલે હાઈક્લાસ જ હશે એવું દરેકને ખબર હતી. વળી આવનારા બાકીના છ પણ બધી જ રીતે સુરાપુરા અને મોટા માથાનાં જ નબીરાઓ હતા. વહેલી સવારે સાતેય જણ યોર્ટ પાસે પહોંચી ગયા, એ પરથી બાકીના છ ને ખબર પડી ગઈ કે યોર્તમાં જવાનું છે. પણ, સરપ્રાઈઝ તો એ હતું કે યોર્ટ સાવ ખાલી હતી. બધા એકબીજાના ચહેરા સામે જોવા લાગ્યા, અને હેડ્સન ધીરેથી બોલ્યો,

"ઇટ્સ સરપ્રાઈઝ, આખો દિવસ આપણે જ હોઈશું યોર્ટ પર અને આપણે જ ડ્રાઈવ પણ કરીશું, બીજુ કોઈ જ નહીં."

પત્યું, બધાના ચહેરા ખીલી ઉઠ્યા, તરુણાવાસ્થાની ઉંમર, શહેરથી દૂર, કોઈ જ સંકોચ વગરની સંપૂર્ણ આઝાદી, પરિવારથી સાવ છેટા મિત્રો સાથે દરિયાની સફર.બીજુ શું જોઈએ? એક દિવસની સ્વછંદતા માનવા સહુ કોઈ યોર્ટ પર ચડી ગયા. સામાન્ય રીતે યોર્ટ ચલાવવા એક કેપ્ટન અને સાથે બે હેલ્પર જેટલો મીનીમમ સ્ટાફ હોય છે પણ, હેડ્સનને પોતાના પિતાની યોર્તના સ્ટાફને પૈસા આપીને નહિ આવવા મનાવી લીધા હતા.

યોર્ટ હેડ્સન અને એના મિત્રોએ ઉપાડી, બીયર સાથે થોડો દારૂ પણ માણતા માણતા સાતેય યોર્તમાં મધદરીરે પહોંચ્યા. યુવાવસ્થાની ઠઠ્ઠા મશ્કરી, દબલ્મીનીગ વાતો અને સાથે બે સ્ત્રી મિત્રો પણ ટીમમાં હોય પછી યુવાની એની ચરમસીમાએ હોય એ સ્વાભાવિક છે. આહ્સ્રે ચાર કલાકે કોઈક ટાપુ પર પહોંચ્યા, જે સાવ અલાયદો અને નાનો હતો. વેલ્સીએ અહી રોકાણ કરવાની મનાઈ કરી અને કહ્યું કે,

"એવા કોઈ બીચ કે આઈલેન્ડ પર જઈએ જ્યાં થોડીઘણી પણ વસ્તી હોય. પણ, આતો પ્રાઈવસીવળી પાર્ટી હતી એટલે બહુમતીએ આ વેરાન અને નિર્જન આઈલેન્ડ પર જ પસંદગી ઉતારી. બર્બેક્યુંનું જમણ તૈયાર થવા લાગ્યું, દારૂનું સેવન, સિગારેટ વગેરે વધવા લાગ્યું. વેલ્સી અને હેડ્સન ગાઢ મિત્રો હતા અને પશ્ચિમની સંસ્કૃતિ મુજબ તો કિસ અને... સામાન્ય કહેવાય. બંને યોર્ટમાં ચાલ્યા ગયા અને બાકીના આઈલેન્ડ પર મઝા માણતા રહ્યા.

છેક સાંજે સર્વસંમતિથી યોર્ટ પર સહુ કોઈ ગયા અને પાછા શહેર તરફ જવા એન્જીન ચાલુ કર્યું તો થયું નહીં, શરૂઆતમાં હળવી લાગતી આ વાત બે ત્રણ વખતની નિષ્ફળતા પછી ગંભીર બની ગઈ. બધા જ ટેન્શનમાં આવી ગયા, સેલફોનથી કોન્ટેક્ટ કરવાના પ્રયત્નો કર્યા પણ નેટવર્કના અભાવે એ પણ નિષ્ફળ ગયા. અંધારું થવા લાગ્યું, સાંજ રાત તરફ ઢળવા લાગી. બધાના ચિંતાની તીવ્રતા અંત્યત તરફ વધવા લાગી.

બીજી તરફ સાતેય બાળકોના માતા-પિતા હવે સક્રિય થયા, અખો દિવસ બાળકો પરત્વે બેધ્યાન રહેવાવાળા મા-બાપ રાત થતા બાળકો ન આવ્યા તયે એકબીજાના સંપર્કમાં આવ્યા અને એનાથી એ ખબર પડી કે સાત બાળક મળતા નથી. યોર્ટનો સ્ટાફ ટેન્શનમાં આવ્યો, રાત સુધી યોર્ટ પરત ન ફરતા, હેડનના પિતા મી.બોયારને સ્ટાફે ડરતા ડરતા જાણ કરી. સ્ટાફને બરાબર ખીજ્વાયા પછી મી.બોયાર શાંત થયા અને પોતાની ઓળખાણ લગાવીને યોર્ટનું લોકેશન જીપીએસથી જાણવા પોલીસની મદદ લીધી.

આખરે નિર્જન આઈલેન્ડનું લોકેશન ટ્રેક થયું. એક અંત યોર્ટ લઈને એ ત્યાં પહોંચ્યા ત્યારે સાતેય બાળકો હાથ ઊંચા કરીને મદદ માટે બુમો પડી રહ્યા હતા, ખબર નહિ કેટલા સમયથી આમ કરતા હતા. નજીક જતા હેડ્સનને ખબર પડી કે એના પિતા મી.બોયાર આવ્યા છે.

સ્વતંત્રતા અને સ્વછંદતામાં ફર્ક છે અને સ્વતંત્રતા પણ વેઠી શકાય એટલી જ લેવી અને આપવી જોઈએ.


Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Tragedy