Jay D Dixit

Tragedy

4.5  

Jay D Dixit

Tragedy

દિશા અને દશા

દિશા અને દશા

2 mins
23.8K


વ્યક્તિના જીવનની દિશા અને દશા કઈ રીતે વળાંક લે છે છે સમજવું ક્યારેક મુશ્કેલ થઇ જાય છે. એવો જ એક કિસ્સો આદિત્યનો હતો.

આમ તો આદિત્ય અમારી સાથે સવારે યોગમાં આવતો હતો, ત્યારે સત્તાવીસ વર્ષની એની ઉંમર, ભણવાનું છોડી દીધું હતું અને જીમ ઉપરાંત કે વર્કઆઉટ સિવાય બીજુ કંઈજ કરતો નહીં. બાપાની સ્થિતિ સધ્ધર હતી એટલે બધું જ ચાલી રહેતું, નોકરી કે ભવિષ્ય બધું જ અસમંજસમાં ચાલતું હતું. લગ્ન બાબતે પણે સાવ નીરસ હતો, સ્વતંત્રતા હણાય જવાની માનસિકતા એની ખુબ જ દૃઢ હતી. મસમોટી જમીન ગામડે હતી, જેની ખેતીની આવકમાંથી ઘર ચાલતું અને બાપા જમીનનું લે-વેચ કરીને ખાસ્સું કમાતા. પટેલ પરીવાર આમ સુખી હતો.

વેઇટલીફટીંગના ચક્કરમાં આદિત્યનો એકજ ધ્યેય હતો આ દિશામાં આગળ વધીને નામ કમાવવાનો, ઓળખ સ્થાપવાનો. રાત દિવસ બસ વર્કઆઉટ અને જીમનાજ વિચારો આવતા, સવારે મોડું ઊઠવાનું, જીમમાં જવાનું, ભરપેટ ખાવાનું, પાછો આરામ, પાછુ વેઇટલીફટીંગ અને રાત મિત્રો સાથે. આ નિત્યક્રમ બની ગયો હતો. ઉપરથી પ્રોટીન પાવડર અને બીજી દવાઓ અને સપ્લીમેન્ટસ શરીર મસલ્સની દુકાન બની રહ્યું હતું.

દિવસો વિતતા ગયા અને એ સંકુચિત માનસિકતા તરફ વધતો ગયો, અમારામાંથી કોઈક બે માંથી ત્રણ થયા તો કોઈક એકમાંથી બે, પણ સેટલ થવા લાગ્યા, અમને જોઈને એ પીડાતો, દૂર થતો ગયો, એકલતા તરફ, ઘરમાં પણ વધતી ઉંમરે મા-બાપનો આક્રોશ અને ઈચ્છાઓએ વેગ પકડ્યો જેનાથી આદિત્ય પર એકલતા અને સંકુચિત માનસિકતાનો ઘેરાવો વધતો ગયો. આ આખી પરિસ્થિતિમાં આદિત્ય જીમ અને બોડીબિલ્ડીંગ તરફ ગાંડાની માફક વધ્યો, બસ એ રાત દિવસ એ જ માહોલમાં જીવવા લાગ્યો. એક જીમમાં તો ઇન્સ્ટકટર તરીકે નોકરી પણ કરવા લાગ્યો, વેઇટલીફટીંગની સ્પર્ધાઓમાં જવાનું શરુ કર્યું પણ બે ત્રણ વખત નિષ્ફળતા શું મળી, એણે સ્પર્ધાઓ છોડી ધીધી, શારીરિક કરતા માનસિક સ્થિતિ વધારે બગાડવા લાગી, સપ્લીમેન્ટસના નામે સ્ટીરોઇડ લેવનું અને પછી ઇન્જેક્શન... એક દિવસ આવેગમાં આવીને વધારે પડતું વજન ઊંચકવા ગયો અને કમ્મર...

અમારી આંખ સામે એની દિશા અને દશા બગડતા અમે જોઈ છે. આજે ચાલીસ વર્ષની ઉંમરે પણ એ એકલો છે, પથારીવશ. માનસિક રીતે સ્વસ્થ થવા દવા કરાવી રહ્યો છે કારણ કે શારીરિક રીતે હવે બે પગ પર ઉભા થવાની કોઈ જ સ્થિતિ નથી. વેઇટલીફટીંગનું પોસ્ટર જીમમાં આજે પણ જયારે જોઉં છું, મને આદિત્ય જ નજર સામે આવે છે. એના સપના, સપના તૂટવા અને અંતે આદિત્યનું તૂટવું...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy