Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jay D Dixit

Drama


4.4  

Jay D Dixit

Drama


રિઝન ટુ સ્માઈલ

રિઝન ટુ સ્માઈલ

3 mins 23.7K 3 mins 23.7K

..અને નિકેતના ચહેરા પર ભયનું સુનામી ફરી વળતું. આખરે ઘરમાં નિકેતને હસાવવા માટે બીજુ હતું પણ કોણ? દસ વર્ષનો થયો ત્યાં સુધી તો એની મામી એટલે કે અચલાબેને એની સારસંભાળ લીધી. ત્યારે પણ મહેશભાઈ એને નોકરીએથી પાછા ફરતા તો પોતાની સાથે જ લઇ આવતા અને રાત્રે બંને મઝા કરતા, સવાર થતા, નાસ્તો, ઘરનું કામ અને પછી નિકેતને સ્કૂલ માટે બધી રીતે તૈયાર કરીને અચલાબેનને ત્યાં મૂકી આવે. ટૂંકમાં મહેશભાઈએ ઘર સાચવવા, ચલાવવા ઉપરાંત નિકેતની પણ બધી જ જવાબદારી ઉપાડી લીધી હતી. હવે એ બંનેના જીવનમાં અરુણા માત્ર સ્મરણમાં જ હતી. નિકેતને અરુણા માટે લાગણી એટલી જ હતી કે એની મમ્મી હતી જે આ હાર ચઢાવેલા ફોટામાં છે અને મહેશભાઈ માટે અરુણા એમની એકલતામાં જ સાથે રહેતી, બાકીના સમયમાં એમની અંદર. નિકેત માટે તો મહેશભાઈ જ માં-બાપ બંને હતાં. અને બંનેને આ અભાવનો કોઈ ભાવ નહોતો. નિકેતને આ અભાવનો અફસોસ થાય એવું મહેશભાઈએ ક્યારેય કર્યું જ નથી. બે જણા પણ ઘર ભરાઈ જતું. 

મહેશભાઈએ અરુણા સાથે લગ્ન કર્યા ત્યારે માત્ર અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કર્યાના માનમાં એમના પરિવારે એમનો ત્યાગ કરેલો. ઉપરથી અરુણાના ઘરે પણ કંઈ બહુ આ વાત ગમેલી નહીં, એટલે સમજો કે એકલા જ હતાં. આતો જયારે અચલા પરણીને આવી ત્યારે નણંદ સાથે જરા નજીક આવી અને થોડા સંબંધો સુધાર્યા. પછી નિકેત આવ્યો એટલે મોસાળ આનંદ વિભોર થઈ ગયું. નિકેત છ મહિનાનો હતો અને અચાનક જ એક દિવસ પ્રસુતિ સમયે થયેલી તકલીફમાં અરુણા ચાલી ગઈ. બધાને હતું કે મહેશભાઈએ બીજા લગ્ન કરી લેવા જોઈએ અને કરી પણ લેશે. પણ થયું સાવ ઉલટું, મહેશભાઈમાં જ અરુણા સમાય ગઈ અને ત્યારથી કુટુંબમાં પ્રત્યક્ષ બે અને પરોક્ષ ત્રણ વ્યક્તિઓ થઇ ગયા. ત્યારથી તે નિકેત દસ વર્ષનો થયો ત્યાં સુધી મોસાળમાં આવતો જતો હતો પછી તો મહેશભાઈની જ ટ્રેઈનીંગ એવી મળી કે કોઈના પર બોજો થયા વગર નિકેત નાનો હોવા છતાં પોતાના ઘરે એકલો જ રહેવા લાગ્યો, પોતાનું કામ અને ઘરમાં પણ ધ્યાન આપવા લાગ્યો. મહેશભાઈ નોકરીમાં વ્યસ્ત હોય તો નિકેત બધું જ સંભાળી પણ લેતો. એક મઝાની વાત હતી આ સંબંધમાં, રિસાયેલા વ્યક્તિને મનાવવા માટે અન્ય વ્યક્તિ જોકર બની જતો. મોટા ભાગે એવું કરવાનું મહેશભાઈએ જ આવતું. છોકરું છે રિસાય પણ જાય અને માની પણ જાય. અજબ ગજબના મેક-અપ અને વેશ ધરીને જોકર બની મહેશભાઈ નિકેતને મનાવી જ લેતા. બાપ-દિકરા દોસ્ત થઇ રહેવા લાગ્યા. સમય વીતતો ગયો અને નિકેત મોટો થતો ગયો, પહેલા દસમું, પછી બાર અને પછી આઈ.આઈ.ટી મુંબઈથી આઈ.ટી. એન્જીનીઅર પણ થયો. લાસ્ટ સેમ પતે એ પહેલા જ પ્લેસમેન્ટમાં પોસ્ટીંગ આવી ગયું, બેંગ્લોરનું. પહેલા તો મહેશભાઈ ખુબ જ ખુશ થયા પણ નિકેતનું લાસ્ટ સેમ પત્યું અને બેંગ્લોર જવાનું આવ્યું ત્યાં થોડા ઢીલા થઇ ગયા. હવે એ એકલા પડવાના હતાં. બે જણની જ દુનિયામાંથી એક છૂટું પડવાનું હોય તો પરિસ્થિતિ કેવી થાય? નિકેત જોકર બનીને આવ્યો, અજીબ હરકતો કરી અને અંતે મહેશભાઈ હસ્યા. આમ એ બેંગ્લોર ચાલ્યો ગયો. મહેશભાઈની નોકરીનું છેલ્લું વર્ષ બાકી હતું, પછી મહેશભાઈ પણ બેંગ્લોર જ ચાલ્યા જવાના હતાં.

બેંગ્લોરમાં બે વર્ષમાં નિકેત સેટ થઇ ગયો હતો. મહેશભાઈ પણ રીટાયર્ડ થઇ ગયા હતાં પણ બેંગ્લોર જતા પહેલા બેંક, પેન્શન, વગેરેનું કામ જે બાકી હતું એ પતાવવા રોકાયા હતાં, વળી આટલા વર્ષો જ્યાં રહ્યા હોય ત્યાંથી બીજે સેટ થવા જવું એ પણ જરા આકારું લાગતું હતું. એટલે બેંગ્લોર જવાનું પાછળ ધકેલ્યા કરતા હતાં. અરુણાની વર્ષગાંઠે બંને-બાપ દિકરો ગમે એ પરિસ્થિતિમાં પણ ભેગા થતા જ હતાં જે આટલા વર્ષોનો એમનો નિયમ હતો. પણ અચાનક નિકેતનો ફોન આવ્યો કે કંપનીના કામે ઈમર્જન્સીમાં દિલ્હી જવાનું હોય એ નહીં આવી શકે. મહેશભાઈએ પણ સ્વિકારી લીધું કે વર્તમાન ખૂબ મહત્વકાંક્ષી હોય છે, એટલે પુરતી સ્વતંત્રતા આપવી જ રહી. પણ અરુણાની વર્ષગાંઠે અચાનક ડોરબેલ વાગ્યો અને જોકર બનેલી એક યુવતી પ્રવેશી, એણે મહેશભાઈને એક પત્ર આપ્યો, 

"પપ્પા નિકેત, હું આવી શકું એમ નથી, પણ મમ્મીની બર્થ-ડે પર એકલા પડો એ મને નહીં ગમે. આ નેન્સી છે. મને ગમે છે. પ્રેમ કરું છું અને લગ્ન કરવા પણ માંગુ છું. તમને મંજૂર હોય તો, આપણા ઘરની ખુશીમાં એને શામેલ કરશો? મને ખાતરી છે કે એ તમને એકલા નહિ પડવા દે. પ્લીઝ."

અને મહેશભાઈએ સહર્ષ નેન્સીને પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી લીધી. પછી ત્રણ જણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પાંચ, બેંગ્લોર રહેવા લાગ્યા. પાંચમું નેન્સીના ગર્ભમાં પાંગરતું બાળક.


Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Drama