Vandana Patel

Abstract Drama Inspirational

3.4  

Vandana Patel

Abstract Drama Inspirational

સભા

સભા

1 min
151


સંધ્યા સમયે મંદિરમાં આરતી કરી, તુલસીક્યારે દીવો મૂકી આશાએ પ્રાર્થના કરતાં કહ્યું "હે તુલસીમા ! હું આવતીકાલે યોજાનારી વાર્ષિક સભામાં મારું વક્તવ્ય સફળતાપૂર્વક રજૂ કરી શકું, મને હિંમત અને શક્તિ આપજો."

આશા ત્રણેય ભાઈ-બહેનમાં મોટી, ત્રણેય ભાઈ-બહેનને નોંધારા મૂકીને માતાપિતા વીસ વર્ષ પહેલાં સ્વર્ગે સિધાવ્યા હતાં. નાના ભાઈ- બહેન જોડિયા ને ઉંમરમાં દસ-બાર વર્ષના હતાં. આશાએ નોકરી કરતાં કરતાં બંને ભાઈ-બહેનને ભણાવ્યાં અને હરખથી પરણાવ્યાં પણ ખરાં.

આજે આશા એકલી રહે છે. તેણી ચાલીસ વર્ષની ઉંમર પાર કરી ચૂકી છે. તેણી આત્મવિશ્વાસથી ભરપૂર અને હિંમત રાખનારી સ્ત્રી હોવા છતાં આવતીકાલ માટે થોડી અસમંજસમાં હતી.

બીજે દિવસે વાર્ષિક સભામાં...

આશા પોતાની કંપનીની સીઈઓના હોદ્દેથી પોતાનું વક્તવ્ય આપવા ઊભી થઈ. પોતાની સામે પોતાના નાનાભાઈને ઊભેલો જોયો. આશા જેવી વક્તવ્ય આપીને પોતાની ખુરશીમાં બેઠી કે નાનો ભાઈ ઊભો થઈને એક જ વાક્ય બોલ્યો " હું આ કંપનીના નવા માલિક તરીકે આપ સૌનું સ્વાગત કરું છું."

ઘરજમાઈ તરીકે રહેતા પોતાનાં નાના ભાઈને આજે સસરા સાથે મળીને સફળતાના શિખર સર કરતો જુએ છે.

આશાને ભૂતકાળ યાદ આવી જાય છે. એ દિવસે...

પોતાના નાના ભાઈનો સસરો જ પોતાનું શિયાળ લૂંટવા માગતો હતો, તે દિવસે એની ઓફિસમાંથી અને આજે આ સભામાંથી આશા સ્વમાનભેર બહાર નીકળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract