Vandana Patel

Fantasy Inspirational Thriller

4.0  

Vandana Patel

Fantasy Inspirational Thriller

આવરણ

આવરણ

2 mins
147


સીમા અને સોમેશના લગ્નને પાંચ મહિના થઈ ગયા, પરંતુ હજી સીમાને ઘરમાં ગુપ્તતાની એક અદ્રશ્ય દીવાલ રચાયેલી લાગતી હતી. બધા સભ્યો હળીમળીને રહેતાં હતાં.

સીમા એકદિવસ નોકરીએથી પરત આવી, પાણી પીને પોતાના રૂમમાં જતી હતી કે સાસુના રૂમમાંથી અવાજ આવતો સંભળાયો. સીમાના સાસુ- સસરાની વાતચીત સાંભળીને ધ્રુજી ગઈ. પોતે કંઈ જ સાંભળ્યું નથી, એમ માનીને મનને શાંત કરવાની કોશિશ કરી રહી.

સીમાએ સોમેશને એ વિશે પૂછવાની કોશિશ કરી, પણ નિરાશા જ સાંપડી. સીમાને એ રહસ્ય કયારેય સમજાયું નહીં કે પપ્પાજી સાંજે જમવાના સમયે પણ ગેરહાજર કેમ રહેતા ! લગ્ન પછી શરૂશરૂમાં સીમાએ એક દિવસ મમ્મીજીને એ વિશે પૂછ્યું, તો મમ્મીજીએ કહ્યું કે"તારા પપ્પાજી બપોરે જમીને જાય, પછી રાત્રે અગિયાર વાગ્યે આવે."

સીમાને એ રહસ્ય પરથી આવરણ હટાવવું જ હતું કે પપ્પાજી પોતાની સામે ઓછા જ આવે છે, ને વાતચીત પણ ઓછી કેમ કરે છે ! 

એક શનિવારે સોમેશને ઓચિંતા જ મળવાની ખુશી આપવા, ઓફિસેથી વહેલી આવી, ફટાફટ રૂમમાં પ્રવેશવા જતી હતી, ને કાને સોમેશના શબ્દો પડયા કે "કાલે લઈને આવું છું." સોમેશ સીમાને ઓચિંતી આવેલી જોઈ છોભીલો પડી ગયો. સીમાએ કહ્યુ કે "તારા ચહેરાનો રંગ..." સોમેશે વાત વાળી લેતા કહ્યું કે " ના, ના, એવું કંઈ નથી." "આપણે આવતીકાલે નૌકાવિહાર માટે જશું." સીમા પણ ખુશ થઈ કે બે રવિવારથી કયાંય જવાયું નથી, મજા આવશે. 

બીજા દિવસે સોમેશ અને સીમા નૌકાવિહાર કરી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં, ત્યાં જ અચાનક એક મોટર આવી, બેબંધુકધારી ઉતર્યા, ને સીમાની આંખો પર કાળા રંગના કાપડની પટ્ટી બાંધી દીધી. સોમેશ કંઈ સમજે એ પહેલાં સીમાનું અપહરણ થઈ ગયું. 

સીમા અચાનક હુમલાથી ડઘાઈ ગઈ હતી, પરંતુ ચતુરાઈ વાપરી પોલીસનો નંબર પહેલેથી ડાયલ કરીને રાખ્યો હતો, તે એક બટન દબાવી દીધું. 

થોડીવાર પછી સીમાને એક અંધારી કોટડીમાં ફેંકવામાં આવી. સીમાની આંખો પરથી કાળી પટ્ટીનું આવરણ હટાવાયું કે સામેની વ્યક્તિના ચહેરા પરનું આવરણ આપોઆપ હટી ગયું . સીમાની આંખોને ભરોસો ન બેઠો કે ઘરમાં જે રહસ્યની દીવાલ રચાયેલી, એ આજે અહીં તૂટી ગઈ. 

સીમા મહામહેનતે સંબંધોના આવરણમાં છૂપાયેલું સંબોધન "પપ્પાજી, તમે...?" ન જ બોલી શકી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy