Vandana Patel

Crime Inspirational Thriller

3  

Vandana Patel

Crime Inspirational Thriller

દેશની માટીનું ઋણ

દેશની માટીનું ઋણ

2 mins
213


વિરેને વીરાને પાછળથી આલિંગનમાં જકડી લઈને કાનમાં કહ્યું "ખૂબ ખૂબ અભિનંદન." વીરા પણ વ્હાલ વરસાવતી અભિનંદનને ઝીલતી રહી.

વિરેન અને વીરા, બંને અલગ-અલગ જાસુસી સંસ્થામાં કામ કરતાં હતાં. વીરા સ્પેનની જાસુસી સંસ્થામાં કામ કરતી હતી. અહીં સ્પેનમાં વિરેનને ઘણીવાર માતૃભૂમિ યાદ આવી જતી હતી. વિરેન ખૂબ હોંશિયાર જાસુસ, ભારત દેશથી દૂર રહીને પણ પોતાના દેશની સેવા કરતો હતો. વિરેન ભારત દેશની વાત ઘણીવાર વીરા સમક્ષ કરતો રહેતો હતો. વીરાના માતા-પિતા બંને ભારતીય હતા, પરંતુ વર્ષોથી સ્પેન જ સ્થાયી થયેલાં હતાં.

વિરેન અને વીરાના સુખી લગ્નજીવનને બે વર્ષ પૂરા થયા હોવાથી વિરેન વીરાને અભિનંદન આપતો હતો.

એક દિવસ વીરા ફોનમાં વાત કરી રહી હતી, ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી વિરેન કયારે અંદર આવી ગયો, એ વીરાને ખબર જ ન પડી. વીરાની વાત સાંભળીને વિરેન...

વિરેન પંદર દિવસ માટે સ્પેનથી બહાર પેરિસમાં હતો. વિરેન ઘરમાં આવ્યો, પણ સીધો પુસ્તકાલયમાં ચાલ્યો ગયો. વિરેને એક પુસ્તક હાથમાં લીધું. એ પુસ્તકમાંથી એક પોટલી કાઢી. એ પોટલીમાંથી થોડી માટી લઈને પોતાના શરીરે ચોળી. "મારા "દેશની માટી" એવું ગર્વથી બોલીને પુસ્તક બંધ કરીને કબાટમાં મૂકી દીધું.

વિરેન પેરિસથી આવ્યા પછી કંઈ બોલી શકતો ન હોવાથી વીરા સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી. વીરાએ કાગળમાં લખીને જવાબ માગ્યો. વિરેન કાગળમાં લખી દીધું કે પેરિસમાં દગાથી કોઈએ કંઈક પીવડાવી દીધું હતું. એ પછી વીરાને કોઈ શંકા ન રહી.

પાંચ મહિના પછી...

સ્પેનમાં પ્રકાશિત થતાં સમાચારપત્રોમાં સમાચાર આવ્યા કે જાસુસ વીરા સ્પેન દેશ માટે ગૌરવશાળી પ્રતિભા છે, વીરાનાં સન્માન માટે સન્માનસમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જાસુસ વીરાએ ચંદ્રક અને પ્રમાણપત્ર સાથે ફોટા પડાવ્યા હતા, એ મુખ્ય સમાચારમાં ઝળકી રહ્યાં.

આ સન્માનસમારોહ યોજાયાને બે મહિના પછી...

ભારતથી પોલીસ અધિકારી અને જાસુસ અધિકારી સ્પેન આવે છે. તેઓ જાસુસ વીરાની ધરપકડ કરવાના કાગળ બતાવીને વીરાની ધરપકડ કરી લે છે, એટલું જ નહીં, ભારત પણ લઈ આવે છે.

વીરાની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વીરાએ અંતે કબૂલ કર્યું "પોતે કાવત્રુ કરીને વિરેનને જીવતો બોમ્બ બનાવ્યો હતો."

પોલીસ અધિકારીએ ખૂલાસો કર્યો "જે દિવસે તમે આ યોજનાની ચર્ચા ફોન પર કરી, એ જ દિવસે વિરેન પેરિસથી આવી ગયા હતા. તમારું રહસ્ય અને નગ્ન સત્ય જાણીને પોતાનો સ્વર ગુમાવી બેઠા હતા. અમને બધાં પૂરાવા અને કાગળનાં ફોટા ત્યાંથી ફેક્સ કરી દીધા હતા. જાસુસ વિરેન બોલી શકતા ન હતાં, તમે એ નબળાઈને હથિયાર બનાવીને તમારું કામ સાધી લીધું, ખરું ને ? "

"અમે અહીંથી કાર્યવાહી હાથ ધરી, પરંતુ અફસોસ કે અમે અમારા હોંશિયાર જાસુસ અધિકારી વિરેનને બચાવી ન શક્યા.

હા, તમને સજા જરુર મળશે.

વીરા ગુસ્સામાં બોલી "મર્યો તોય છેલ્લે...છેલ્લે..પણ એ પોતાના દેશની માટીનું ઋણ ચૂકવતો ગયો."


Rate this content
Log in

Similar gujarati story from Crime