Vandana Patel

Tragedy Classics

4  

Vandana Patel

Tragedy Classics

આંગળિયાત

આંગળિયાત

2 mins
329


ટબીમા એક દિવસ ટમુડીથી ઓળખાતી એક અલ્લડ કિશોરી હતી. ટમુડી હસતી રમતી સાસરે આવી ત્યારે હજી માસિક ધર્મમાં બેઠી ન હતી. નાની ઉંમરે લગ્ન કરી ઘરસંસાર ચાલું કર્યો હતો. ટમુને ચાર કસુવાવડ પછી માવજી જન્મયો. ટમુનાં ઘરના સર્વે સભ્યો ખૂબ આનંદિત થયાં. બધા સભ્યો માવજીને રમાડતાં અને આનંદથી સમય પસાર કરતાં હતાં.

ટમુનાં સાસુ સસરા ટુંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યા. બે નણંદોને સાસરે વળાવી. એક દિવસ અચાનક ખેતરથી આવતા માવજીના બાપુને સર્પે દંશ દીધો ને માવજીના બાપુ મોટા ગામતરે સિધાવ્યા. ટમી રડી-રડીને અડધી થઈ ગઈ હતી. 

ટમીની ઉંમર નાની હોવાથી ટમીને ફરી પરણાવી. ટમી બીજીવાર સાસરે ગઈ. ટીમની લાખ ઈચ્છા હોવા છતાં ત્રણ વર્ષના માવજીને 'આંગળિયાત' ન લઈ જઈ શકી. માવજી કાકા-કાકી જોડે મોટો થતો હતો. માવજી પોતાના કાકાના છ સંતાનોને જ સગા ભાઈ બહેન સમજવા લાગ્યો હતો. 

ટમીએ બીજા પતિથી બે દીકરાઓ અને બે દિકરીઓને જન્મ આપ્યો. ટમીનાં ચારેય સંતાનોમાં મોટી દીકરીને પરણાવ્યા પછી ટમીના બીજા પતિનું પણ અવસાન થઈ ગયું. ટમીએ એકલે હાથે 'એકલ માવતર' બની સમયાતંરે બીજા ત્રણ સંતાનોને પરણાવ્યાં. ટમી પચાસ વરસની ઉંમરે ડોશી જેવી દેખાવા લાગી. આથી નાના બાળકો ટબીમા ટબીમા કહીને બોલાવતાં હતાં. 

ટબીમાનો એક દિવસ પણ એવો ન ગયો હતો કે માવજીને માવજીને યાદ ન કર્યો હોય ! એમનાં અંતરની વેદના કોઈ જાણી ન શક્યું. સમયાંતરે ટબીમાંના ચારેય સંતાનોએ માવજીભાઈને મોટાભાઈ તરીકે સ્વીકારી લીધાં. નાનાં મોટાં સારાં ખરાબ પ્રસંગોએ તેડાવે છે. માવજીભાઈને ચાર દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. માવજીભાઈ પણ પોતાના સારા માઠાં પ્રસંગોએ પોતાના આ સાવકા ભાઈ-બહેનોને તેડાવે છે. 

ટબીમા માવજીભાઈને જોતા ત્યારે એમની આંખોમાં એક અલગ જ ખુશીનો ચમકારો દેખાતો અને પહેલાં સંતાનના વિયોગે અકાળે વૃધ્ધ પણ લાગતા હતા. ટબીમાને પોતાના પ્રથમ પુત્રને 'આંગળિયાત' લાવવાના ઓરતાં અધૂરા રહી ગયા.

ટબીમા નેવું વરસની ઉંમરે સ્વર્ગે સિધાવ્યાં. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy