Vandana Patel

Fantasy

4.2  

Vandana Patel

Fantasy

માનસિકતા

માનસિકતા

1 min
276


રાઘવ ઠંડીમાં ઠુઠવાતો બેઠો હતો. રાઘવે ઠંડી ઉડાડવા બીડી સળગાવી, ત્યાં તો સામેથી મોંઘીને આવતી જુએ છે. રાઘવ ડાહ્યોડમરો થઈને બીડી ઠારી નાખે છે.

મોંઘી ઝૂંપડીમાં અંદર જઈને રોટલા ઘડવા લાગી. રાઘવ ત્યાંથી સરકીને ઝૂંપડપટ્ટીના પાછળના ભાગમાં ગયો. પોતાના મનમાં સવિતા જ રમતી હતી, પણ મોંઘીને કહેવાની હિંમત થતી ન હતી. મોંઘી, પોતાની મા, આમ તો સરળ પણ સ્વભાવે કડક હતી. રાઘવ સવિતાના વિચારોમાં આગળ ને આગળ ચાલી રહ્યો હતો, ત્યાં જ ‘બચાવો બચાવો‘ની બૂમે રાઘવના પગ રોકી લીધાં.

રાઘવને જોયું તો સવિતાની બેન કમલી...

રાઘવે મારામારી કરીને કમલીને બચાવી લીધી. કમલીને હિંમત આપી, એની ઝૂંપડીએ મૂકી આવ્યો. કમલીનો ધણી કમલીને લેવા આવ્યો હતો. એ ઊંધું સમજી બેઠો. કમલીએ વારેવારે સચ્ચાઈ જાહેર કરી, પણ એ પોતાના પતિની માનસિકતા ન બદલી શકી. એ કમલીને પિયરમાં જ મૂકીને જતો રહ્યો.

મોંઘી કમલીની મા પાસે કંઈક માગવા આવી હતી, એ બધું સાંભળી ગઈ. રાઘવને લઈને પાછી કમલીના ઘરે આવી. મોંઘીએ કમલીની મા પાસે પોતાના દીકરા રાઘવ માટે કમલીનો હાથ માંગ્યો.

કમલીની મા જોઈ રહી. કમલી દિગ્મૂઢ થઈને પેટ પર હાથ ફેરવતાં-ફેરવતાં વિચારી રહી કે મારા બાળકનો બાપ તો મને મૂકીને જતો રહ્યો, ને આ રાઘવનની મા કેવી માનસિકતા ધરાવે છે કે મને પરણેલીને કુંવારા દિકરા માટે માગતા અચકાઈ પણ નહીં !


Rate this content
Log in

Similar gujarati story from Fantasy