Vandana Patel

Abstract Thriller

3  

Vandana Patel

Abstract Thriller

પ્રેમનું મૂલ્ય

પ્રેમનું મૂલ્ય

2 mins
162


એક ઝૂંપડીમાં નાનકડો દીવો ટમટમી રહ્યો હતો. દીવાળીની રાતે આ કોડિયું પ્રકાશપર્વની ઉજવણી કરી રહ્યું હોય, એવું લાગ્યું. રોહિત પોતાની નાનકડી બહેન વીરાને ચૂપ કરાવી રહ્યો હતો. વીરા હિબકે ચઢી હતી. એટલામાં મા-બાપુ હાથલારી લઈને આવી ગયાં.

મોંઘીએ દીવાળીનો તહેવાર હોવાથી મીઠી સેવ બનાવી, પછી શાક બનાવીને રોટલા ઘડયા. બધા સાથે જમવા બેઠાં. ઝૂંપડીમાં જાણે પ્રેમપર્વ ઉજવાતો હોય, એવી અનુભૂતિ થઈ. રોહિતે જમી લીધું એટલે એના બાપુએ ફટાકડા આપ્યાં. રોહિત ખુશીથી નાચવા માંડયો. આજે રોહિતને બાપુ ભગવાન જેવા લાગ્યા. મોંઘી પણ દીકરાની ખુશીમાં ખુશ થઈ ગઈ.

બીજે દિવસે રોહિતના બાપુએ રોહિતને શાળાએ જવાનું કહ્યું. રોહિત અને મોંઘી આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. મોંઘી વિચારી રહી કે આજ સુધી રોજ દારુ પીને મારપીટ કરતો, ને કયાં આ દિવાળીએ સુધરી ગયેલા વીરાના બાપુ ! મોંઘી પતિનું નવું સ્વરુપ જોઈ આનંદમાં હિલોળા લેવા લાગી.

આજે આઠમો દિવસ, રોજ વીરાના બાપુ કંઈક નવું કહેતા કે ભેટ લાવતા. આજે વીરાના બાપુએ મોંઘીને પ્રેમથી નવડાવી નાખી. મોંઘીએ ડરતાં ડરતાં પૂછ્યું "વીરાના બાપુ, આપણે મન મહેલ જેવી આ ઝૂંપડીમાં હમણાંથી રોજ પ્રેમપર્વ ઉજવાય છે. હું ખૂબ ખુશી અનુભવું છું."

"તમારે હાથ એવી તે કેવી લોટરી લાગી છે ?"

ત્યાં તો વીરા જાગી ગઈ, એટલે મોંઘી વીરાને લેવા ઊભી થઈ. વીરાના બાપુ મોંઘીના સવાલનો ઉતાવળથી જવાબ આપીને ઝૂંપડીની બહાર નીકળી ગયા.

મોંઘીને જવાબ સાંભળતા જ ચક્કર આવી ગયા. મોંઘીના હાથમાંથી વીરાને પડતી જોઈને રોહિત દોડયો. રોહિત મોંઘીને ઢંઢોળતો રહ્યો.

ત્યાં જ ઝૂંપડીની બહાર ગાડી ચાલુ થવાનો અવાજ આવ્યો. મોંઘીની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહી રહ્યો, જાણે પ્રેમપર્વનું મૂલ્ય ન ચૂકવતો હોય !


Rate this content
Log in

Similar gujarati story from Abstract