STORYMIRROR

Kalpesh Patel

Classics

4  

Kalpesh Patel

Classics

સાથી

સાથી

4 mins
568

મા નર્મદા નદીને કિનારે ગોરા ગામ મુકામે પાસે પ્રાચીન પર્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું હતું. અહીં નર્મદાનાં નીર મહાદેવની જ્ળાધારી બની અવિરત શીવલિંગ ઉપર અભિષેક કરતી રહેતી હતી. નરપત મંદિરનો રખેવાળ ગણો કે પૂજારી મંદિરની સફાઈ રાખે જે સૌને મંદિરમાં ફરીવાર આવવા આકર્ષિત કરતો હતો.

અહીં બંને બાજુએ પર્વતીય પહાડો વચ્ચે સાંકડો રસ્તો હતો અને પછી જંગલ વિસ્તારની શરૂઆત થતી હતી. પણ મંદિરને ચારેબાજુ વૃક્ષોની હરોળને ગોળાકાર વૃક્ષોની દીવાલ મંદિરના પટાંગણને અલગ તરવતું હતું. આમ તે કારણથીજ આ વિસ્તારનું નામ ગોરા પડ્યું હતું.

અહીં આહિર રાજવીઓનું શાસન હતું. મંદિરનો ચઢાવો દરબાર તરફથી આવતો હોવાથી નરપત પૂજારીને કોઈ તકલીફ જેવુ હતું નહીં, આમેય નરપતને આગળ પાછળ કોઈ હતું નહીં, તેનું સ્વજન ગણો કે “સાથી”, જે ગણો તે માત્ર એક પાડો હતો. તે ઘરડો અને અશક્ત થયેલો હોઇ ગોરા ગામના મુખીએ તેને લખી વાર્યો હતો. નરપતે તેને કસાઈ વાડે જતો બચાવીને પોતાની પાસે રાખેલ અને જીવથી પણ વધારે તેનું જતન કરતો હતો. આ પાડો મંદિરની જીવતી રખેવાળી કરતો હોઇ,ગોરા ગામના લોકો તેને શિવો કહીને બોલાવતા. શિવો પણ નરપત સાથે હળી-મળી ગયેલો, નરપત મોટેભાગે સવારે બજરીનો રોટલો અને લસણની ચટણી ને સાંજે ખિચડી અને મંદિરની વાડીએ ઊગેલું ઋતુ પ્રમાણેનું શાક તો તેના “સાથી” શિવાને માટે તો નદીના અફાટ કિનારે ઉગી નીકળેલ ગદબ જોઈએ એવડું હાજર હતું., પણ શિવો તેના બોખા જડબાને અનુરૂપ ખપ પૂરતું ખાતો. આમ બંને એકમેકના “સાથી” દિવસો અને મહિના અવિરત સુખ ચેનથી વીતી રહેતા .

એવામા ગાયકવાડ રજવાડાનો એક રબારી તેના અલમસ્ત પાડાને લઈ દેશ દેશાવર ભ્રમણે નીકળેલ, પોતાના પાડાની સામે જેતે રજવાડાના પાડાની સાથે લડાવા ઈંજન આપતો,આમ અનેક રજવાડામા અજય રહી અનેક રજવાડાના પાડાઓને હરાવી વિજયપતાકા અને તામ્રપત્રનો ઢગલો લઈ ગોરા ગામને પાદરે આવ્યો. બીજે દિવસે એણે આહીર દરબારે ટહેલ નાખી પોતાના પાડાનો સામનો કરવા અથવા હારનો લાગો આપવા ઈંજન આપ્યું. ગોરા ગામના દરબારમા લોકોને લાગ્યું કે આ અમસ્ત ગાયકવાડી પાડાની સામે કોઈ બાથ ભીડે તેવું કોઈ ગામ આખામા કોઈ છેજ નહીં. હવે તો આ ગાયકવાડના રબારીને હારનો લાગો આપી લડ્યા વગર નિશ્ચિત અપમાનિત થવાનો વારો આવશે. પણ ગામના વડીલ વર્ગને પર્ણેશ્વર મહાદેવ ઉપર અતૂટ વિશ્વાસ હતો, અને હવે તો મહાદેવજ ગોરા ગામની લાજ બચાવશે, તે શ્રધ્ધાથી તે રબારીને સવારે પર્ણેશ્વર મહાદેવના મંદિરના આંગણે તેના પાડાની સાથે બોલાવ્યો.

દરબરીઓ તે પછી બધા વિલે ચહેરે મંદિરે ગયા, ત્યાં નરપતને તેઓની મુસીબતનું કારણ કહી વિગતથી વાકેફ કર્યો, અને ગામના લોકોએ પાડા યુધ્ધ માટેની ગાયકવાડી રબારીની દરખાસ્તથી વાકેફ કર્યો. નરપતે તેઓને અભયવચન આપ્યું અને કહ્યું કે જ્યાં સુધી શિવા જેવો મારો “સાથી” અને પર્ણેશ્વર દાદાના રખોપા આપણી પાસે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ જ કારણ નથી.

નક્કી થયા પ્રમાણે રબારી તેના બગલાની પાંખ સમાન સફેદ પાડાને લઈને આવી પહોચ્યો. અને ગાયકવાડી પાડો અને શિવા વચ્ચે યુધ્ધ શરૂ થયું. અનેક લોકો આ યુધ્ધ જોવા એકઠા થયેલા. શિવો અડગ રહી ગાયકવાડી પાડાની સામે ઝીંક જીલતો હતો. એવામા જોરદાર પવન ફૂંકાયો અને તે ભેગી ધૂળની ડમરી ઉઠી. હવે થયું એવું હતું કે શિવો પવનની વિરુધ્ધ દિશાએ હતો અને ગાયકવાડી પાડો પવન દીશામા ઉભેલો હતો, સ્વાભાવિક રીતે શિવાની આંખમા પાવની સાથે ઊડતી ધૂળ પડતી હોવાથી તે સામે ધસી આવતા ગાયકવાડી પાડાનો પ્રતિકાર કરવા અસમર્થ હતો. ગામ આખાયના જીવ પડિકે હતા, અને હારની નાલેશી હાથવગી હતી બસ શિવાનું મોત હવે વ્હેત છેટું હતું.

નરપતથી તેના “સાથી”ની આવી નિ:સહાય હાલત જોવાતી નહતી. તેણે પળના પણ વિલંબ વગર, પર્ણેશ્વર મહાદેવની ધજાને મનોમન નમન કરી માથે કેસરિયો ફેંટો બાંધી.તેના “સાથી” શિવાને ધસી નાખવાના ઇરાદે દોડી આવતા ગાયકવાડી પાડાની સામે અડીખમ્બ દીવાલ થઈ ઉભોરહયો.

ગાયકવાડી પાડો આ અણ ધારેલ આવી પડેલી અડચણથી વિચલિત થયો અને બે પગલાં પાછો પડ્યો. નરપતે તકનો લાભ લઈ ત્વરિત દોડીને તેના મજબુત અને કસાયેલા બંને હાથથી સામે દોડી આવતા પાડાના શિંઘડા પકડી નીચે જમીને નમાવ્યા. પણ આ જોરાવર અને જાતવાન પશુ પાસે માનવ બળની શું વિશાત ? ગાયકવાડી પાડા એ વળતો હુમલો કરી નરપતને શિંઘડે ભરાવી દોટ સાથે જોરથી માથું ઉલેર્યું, અને નરપત દૂર જમીન ઉપટર ફંગોળાયો. પરંતુ ત્યાં સુધી શિવાએ સ્વસ્થા મેળવી ચૂકેલી હતી અને જોયુ કે કોઈ તેનો જાતભાઈ, તેના પ્રાણ પ્યારા “સાથી”ને પિટે છે. પોતાના સાથીને અસહાય નીચે પડેલો જોયો, અને એ જોતાં વેત તેણે મોટો છીંકોટો નાખ્યો અને પૂરા વેગથી દોટ લગાવીને ગાયકવાડી પાડાની પડખે તેના અણીયાર શિંઘડાનો પ્રહાર કર્યો, પળ એકમા બાજી પલટાઈ ગઈ.ગાયકવાડી પાડો આ પ્રહાર માટે તૈયાર નહતો અને મોઢે ફીણ ઑકતો ઢળી પડ્યો.

લોકો શિવાનો જયજયકાર બોલાવતા હતા ત્યારે શિવો તેની જીબ વડે તેના દૂર ઘાયલ થઈ પડેલા “સાથી”ને લમણે થયેલ લોહી નીતરતા ઘા ચાટીને સાફ કરતો હતો.   

 આજેપણ પ્રાકૃતિક વૈભવ વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ અને ઘટાટોપ વનરાજી ગોરા ગામે નર્મદા નદીના નયનરમ્ય કાંઠે પ્રાચીન શિવાલય શોભાયમાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics