Hetal Jani

Classics Others

4.0  

Hetal Jani

Classics Others

રક્ષા

રક્ષા

2 mins
203


રક્ષા માટે બાંધેલો તાતંણો, એટલે રાખડી. રાખડી ચાંદીની હોય, સોનાની હોય કે પછી રેશમની એક ડોર હોય. રાખડી બાંધવા માટે ભાઈ બહેન હોય, દાદી પૌત્ર હોય કે બાપ દીકરી હોય. આ રક્ષાના તાતણે પ્રેમ બાંધવાનું હોય છે. એકબીજાના જુના મન દુઃખ ભૂલી પરિવારે ભેગા થવાનું હોય છે. આપણી રક્ષા આપણી જાતે જ કરીએ છીએ, પણ પ્રેમ એક બંધન છે. જે આપણે તાતણાથી કાડા ઉપર બાંધીએ છીએ. અને રક્ષા નું વચન લઈએ છીએ. ક્યારેય પણ મુશ્કેલી આવે ત્યારે મારી રક્ષા કરજે.

તમને બધાને મહાભારતનો એક પ્રસંગ યાદ જ હશે. કે યુદ્ધના મેદાનમાં જતા અભિમન્યુને દાદી કુંતા દેવીએ બાંધેલી રાખડી ત્યારે એક દાદીએ પોતાના પૌત્રની રક્ષા માટે રાખડી બાંધે છે. આ મહાભારતનો મુખ્ય પ્રસંગ છે.

"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે

દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે"

જ્યારે અભિમન્યુ કોઈથી હારતો નથી ત્યારે કૃષ્ણ ચાલાકીથી ઉંદરનું રૂપ લઈ રાત્રે અભિમન્યુ સૂતો હોય છે. ત્યાં જઈ તેના હાથનો રક્ષા સૂત્ર ઉંદર બનીને કાપી નાખે છે. બીજે દિવસે એ રક્ષા સૂત્ર નીકળેલું જોઈ અને અભિમન્યુ યુદ્ધમાં વીરગતિ પામે છે. આમ એક તાંતણા નું કેટલું મહત્વ છે.રાખડી ઉપર પુરાણોનો એક બીજો પ્રસંગ પણ મને યાદ આવ્યો.

દાનવીર બલિરાજાની ભક્તિથી વિષ્ણુ ભગવાન ખુશ થઈ. અને બલિરાજા ને કહે છે કે "માંગ માંગ તારે શું જોઈએ છે ?" ત્યારે બલિરાજા એમ કહે છે કે "ભગવાન આપ મારા મહેલમાં રહો." હવે ભગવાન મુંજાણા. ભગવાને "તથાસ્તુ" તો કહી દીધું પણ હવે ભગવાનને ગયા વગર છૂટકો નહીં. બીજી બાજુ લક્ષ્મીજી ઘરે ભગવાનની રાહ જોવે છે. પણ ભગવાન આવતા નથી. ત્યારે લક્ષ્મીજીને ખબર પડે છે કે બલિરાજાના મહેલમાં વિષ્ણુ ભગવાન બેઠા છે. પોતાના પતિને છોડાવવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધે છે. અને પોતાનો પતિને છોડાવે છે.

એટલે આ રાખડીનું મહત્વ વર્ષોથી ચાલ્યો આવે છે. રાખડી વર્ષોથી બંધાતી આવે છે. પણ તેના રક્ષાના કારણો અલગ અલગ હોય છે. હવે તો બહેનો બધી ફોજી ભાઈઓને પણ રાખડી બાંધે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics