Hetal Jani

Others Children

3  

Hetal Jani

Others Children

મનની વાત

મનની વાત

2 mins
167


પાંચ વર્ષની વિશુ દાદા ને પૂછતી હતી, "હે! દાદા, જ્યારે હોય ત્યારે બધા એમ જ કે માતૃદેવો ભવ, માતા ગુરુ સમાન છે. માતાનું ઋણ ક્યારેય ન ચૂકવાઇ ? આવું શિક્ષકોને વડીલો કે પણ, બાળક માટે તો બંને જરૂરી છે. માતા પણ અને પિતા પણ તો શું પિતાનું મૂલ્ય નહીં ?"

દાદાજી નાની વિશુને પોતાના ખોળામાં બેસાડતા બોલ્યા: "વિશુ તું તો મોટા માણસો જેવી વાતો કરે છે. આટલી બધી સમજ તને પડે છે ! વિશુ તને કોણ વાહલુ મમ્મી કે પપ્પા ?"

વિશુ: "મને તો બંને વાહલા છે દાદાજી."

દાદાજી: "માતા અને પિતા તો આપણી દુનિયા બનાવે છે. પિતા વગર તો ક્યારેય આપણી દુનિયાની શક્યતા નથી બંનેનું મહત્વ એટલું જ છે. જો મા ઘર સંભાળે છે તો પિતા બહારની નૈતિક ફરજો પૂરી કરે છે. જો વીશું તારે જેમ મા બાપ છે. તેમ દરેકને નથી હોતા. દરેક બાળકને માનો પ્રેમ કે પિતાનો પ્રેમ નથી મળતો. દુનિયામા તેવા બાળકો મા બાપનો પ્રેમ મેળવવા વલખા મારે છે. જેમ હું અને તારી દાદી તારા પપ્પાને પ્રેમ કરીએ છીએ. તેમ માતા મહત્વની છે તેમ પિતા પણ એટલા જ. બંનેનું મહત્વ આપણી દુનિયામાં વધારે છે. દરિયો અને નદી જેમ આવરીત વહેતા રહે છે" તેમ જ મા બાપનો પ્રેમ આપણા પર અવરિત વહેતો રહે છે".

વિશુ દાદા ને વળગી પડી. ત્યાં તો વિશુના પપ્પા પણ ઓફિસેથી આવી ગયા. તે પણ દાદાને વળગી પડ્યા. આ દ્રશ્ય જોઈ વિશુની દાદી અને વિશુની મમ્મી ની આંખોમાંથી આસુઓની ધારા વહેવા લાગી.


Rate this content
Log in