Hetal Jani

Others

3  

Hetal Jani

Others

મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય

મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય

2 mins
2.0K


કહેવાય છે કે "શેરી મિત્ર સૌ મળે તાળી મિત્ર અનેક ". આ કહેવત અનુસાર આજના સમયે સાચા મિત્રો મળવા મુશ્કેલ છે. પરંતુ આપણે સાચા અર્થમાં મિત્રતા નિભાવે તો આપણને પણ સાચો મિત્ર મળી રહે છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો જમાનો છે. અને લોકો વિજાતીય મિત્રતાની જ વાહ વાહી કરતા હોય છે. પરંતુ આપણા સૌ જાણીએ છીએ તેમ વૃદ્ધ અને યુવાન, સ્ત્રી અને પુરુષ,બાળકો બાળકો યુવાનો યુવાનો વૃદ્ધો વૃદ્ધની એમ અનેક પ્રકારની મિત્રતા હોય છે. ચાણક્યે સાચે જ કહ્યું છે કે" મિત્રતા અને દુશ્મની હંમેશાં સરખા વ્યક્તિ સાથે જ કરવી જોઈએ". એનો અર્થ એવો છે કે સમાન વિચારો કાર્ય સામાજિક-આર્થિક સ્થિતિ વગેરે ધરાવતા મિત્રો પણ હોય છે. અને સુખદ સંબંધોમાં પરિણામથી જોવા મળે છે. તેથી જ કહેવાય છે કે મિત્રતા એ દિલનો સંબંધ છે.

આપણી પાસે એક મિત્ર તો એવો હોવો જોઈએ. જેની પાસે આપણે હૃદય ખોલી શકાય. બાકી ડોક્ટર પાસે તો ખોલાવવા જવું જ પડે છે. આપણા ગુજરાતીમાં તો મિત્રતા વિશે ઘણી કહેવતો છે. એમાંની આ એક છે. કે "મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ રહે". એવો મિત્ર શોધવો પણ મુશ્કેલ હોય છે. હજારો મિત્રોમાંથી એક જ એવો મિત્ર હોય છે.

કૃષ્ણ અને સુદામાની મિત્રતા તો જગવિખ્યાત છે. મિત્રતા છોડ જેવી છે. જે ધીમે ધીમે વધે છે અને ઘટાદાર વૃક્ષ બને છે. મિત્ર બનાવતા પહેલા વિચારવું પડે છે. બનાવ્યા પછી કાયમી ટકાવી રાખવું પણ બહુ મુશ્કેલ છે. મિત્રનો મન-હૃદય થી આપણી સાથે હોય, જીવનના તડકા છાયામાં આપણી સાથે ઊભો રહે. જેમ કુટુંબના સભ્યો સાથે આપણે લોહીનો સંબંધ હોય છે .અને તેને તોડી નથી શકતા ! તેવી રીતે મિત્ર પણ એક એવો જ સંબંધ છે .જેને ઈશ્વરે લોહીના સંબંધથી નથી બનાવ્યો પણ હૃદયના સંબંધથી બનાવ્યો છે.

બાકી કૃષ્ણ સુદામાના તાંદુલ ખાય અને સુદામાની ઝૂંપડી મહેલ બની જાય, એવું તો બને ક્યારે ! આ તો સાચી મિત્રતાનું સ્વરૂપ છે.

 "કરી હતી એ મિત્રતાની શરૂઆત નાનકડી મુલાકાતથી. એ મિત્રતા વધીને ગહેરી થઈ ગઈ. જીવનના મોજશોખમાં સાથે મજા કરી મન ભરીને વાતો કરી અને મન ભરી હસ્યા, જીવનની દરેક પળો માણી મસ્ત થયું જીવન આપણું તારી મિત્રતા તો છે અનમોલ તુજ તો મારું જીવન છે."


Rate this content
Log in