Hetal Jani

Classics Others

3  

Hetal Jani

Classics Others

લીલુડી ધરતી

લીલુડી ધરતી

1 min
212


છારા એક સુંદર અને નાનું ગામ. આશરે દસ થી વીસ હજારની વસ્તી હશે. તે ગામમાં રઘો અને ગૌરી બંને પોતાના નાના એવા ખેતરમાં કામ કરે. બે વીઘાનો ટુકડો પણ રધાના જીવનભરની પુંજી. તેની રોજી રોટી આ બે વીઘામાં ચાલે.

નાનો પરિવાર સુખી પરિવાર. એમ રઘો, તેની પત્ની ગૌરી અને તેમનો દીકરો રમતું. પતિ-પત્નીને ભળે પણ બહુ એકબીજા વગર જમે પણ નહીં.

રધો: "ગૌરી બે વરહથી વરસાદના કાંઈ ઠેકાણા નથી. આ વરહ પણ લાગે, આ ધરા સુકી રહેશે."

ગૌરી:"એવું ના બોલો રમતુના બાપુ.આ વરહ તો ભગવાન આપણી હામુ જોહે. ઘરમાં તો અનાજનો દાણો પણ નથી. આતો સરપંચના ઘરેથી ઉછીનો બાજરો લાવી છું."

રધો: "એટલે જ તો કહું, માથે દેવું થયું છે. જો હવે વરહે નહીં, તો મારી પાસે એક જ રસ્તો છે. કૂવો પુરવાનો."

ગૌરી:"ના ના આવું બોલો મા ! મારો અને રમતુડાનો તો વિચાર કરજો. હવ હારાવાના થાહે.

આવી વાતો કરતા કરતા પતિ પત્ની બંને ઊંઘી ગયા અને જાણે ભગવાને તેમની વાત સાંભળવી હોય, એમ ધોધમાર વરસાદ ખાબકીયો. સુકીધરાને તરબોળ કરી દીધી. મોલને જીવનદાન આપી દીધું.

રઘો તો વરસાદ જોઈ ગાંડો થયો. નાચતો ,ગીતો ગાતો ખેતરે પહોંચ્યો. તેનો મોલ લીલોછમ અને તાજો દેખાતો હતો. રઘાની પાછળ ગૌરી પણ આવી પહોંચી. બંનેના મનમાં હાશ થઈ.

લીલીછમ ધરતી જોઈ રધો બોલ્યો, "લીલા રંગની ઓઢણી ઓઢીને આ ધરા. સોળે સજ્યા શણગાર .કુદરતે આપી નવી તાજગી. માનવ થયો ખુશખુશાલ .ખેડૂના તો ઘરભર્યા. આંગણે આવી રૂડી મોજ. નાચો ગાવો ભાઈ કુદરતે આપી મોજ."


Rate this content
Log in

Similar gujarati story from Classics