Hetal Jani

Others

3  

Hetal Jani

Others

લાગણી

લાગણી

2 mins
233


"સીમા જો હું તારા માટે શું લાવ્યો ?" પ્રકાશભાઈ બોલ્યા. ચાર વર્ષની સીમા રૂમમાંથી બહાર આવી."શું લાવ્યા બાપુ ? " થેલી ખોલીને સીમા જુએ છે. ત્યારે તેના મોંમાંથી શબ્દ નીકળે છે. "ચોકલેટ !" એ પ્રેમથી બાપુને વળગી પડે છે.

પ્રકાશભાઈ એક સરકારી નોકરીયાત હતા. સવારે 8:00 વાગે ઘરનું બધું જ કામકાજ પતાવી, સીમાને તૈયાર કરી, બાજુમાં જમનાબા પાસે સીમાને મૂકી. સીમાનો નાસ્તો, જમવાનું, દૂધ અને કપડાં પણ જમના બાને આપી, પછી ઓફિસે જતા.

સીમાને જન્મ આપીને સુરભી પ્રભુ પાસે જતી રહી. ત્યારથી જ પ્રકાશભાઈ સીમાની મા અને બાપ બંને બની ગયા. સીમા ને ચોકલેટ બહુ ભાવે. તે પ્રકાશભાઈને ખબર, એટલે રોજ સાંજે 6:00 વાગે ઘરે આવે, ત્યારે એક ચોકલેટ લેતા આવે.

 ધીમે ધીમે સીમા મોટી થઈ. પ્રકાશભાઈ જ્ઞાતિનો સારો મુરતિયો જોઈ, સીમાના લગ્ન કરાવી દીધા...

 પરંતુ, ચોકલેટ તો વાર તહેવારે પ્રકાશભાઈ સીમાને આપવા જતા.

એકવાર પ્રકાશભાઈ ચોકલેટ આપવા ગયા, ત્યારે દરવાજા પાસે થોડો અવાજ આવવા લાગ્યો. "તારા બાપે શું દીધું છે દહેજમાં. મારા મનોજ ને તારા કરતા સારી છોકરી મળતી હતી, પણ અમારા કરમ ફૂટ્યા તે તું મળી." સીમાની સાસુમા જોર જોરથી બોલતા હતા.

અચાનક, સીમા દરવાજા પાસે પહોંચીને જોયું, તો બાપુ ચોકલેટ લઈને ઊભા હતા. સીમા આંસુ લૂછતાં બોલી બાપુ ક્યારે આવ્યા ?..."બસ ! હમણાં જ આવ્યો દીકરા" પ્રકાશભાઈ માંડ માંડ બોલ્યા. સીમા બોલી," અંદર આવો ને બાપુ ! બહાર શું કામ ઊભા છો ?"પ્રકાશભાઈ બોલ્યા," ના બેટા હવે હું જાવ ફરી આવીશ" સીમાના હાથમાં ચોકલેટ આપે છે. બાપ દીકરી બંનેની આંખો મળી. ભારે વેદના બંનેની આંખોમાં છુપાયેલી હતી.

થોડા મહિના થયા હશે, ત્યાં પ્રકાશભાઈને થયું, ચાલને મારી ઢીંગલીને ચોકલેટ આપી આવું. અને તે ફરી સીમાના ઘરે પહોંચ્યા.

ઘરની અંદરનું દ્રશ્ય જોઈ તેના હાથમાંથી ચોકલેટ પડી ગઈ. ઘરની વચ્ચોવચ સીમા સૂતી હતી. ઘરમાં બધા રોકકળ કરતા હતા. પ્રકાશભાઈએ ધ્રુજતા હાથે નીચે પડેલી ચોકલેટ લઈ. સીમા પાસે ગયા.

 "લે બેટા તારી ચોકલેટ".... એટલું જ પ્રકાશભાઈ બોલી શક્યા. તે પણ સીમા સાથે ચીર નિંદ્રામાં સૂઈ ગયા.


Rate this content
Log in