Hetal Jani

Others

3  

Hetal Jani

Others

મારા પપ્પા

મારા પપ્પા

2 mins
189


પિતા એટલે પરમેશ્વરના પુરાણમાંથી આપણા માટે આવેલો એક દેવ. ઘણા બધા એમ કહે છે કે, અમે કેટલા પુરાણો વાંચ્યા છે. પરંતુ ઘરમાં બેઠેલા પિતાને નથી વાંચી શકતા.

આ પિતાને ઘરમાં સન્માન સાથે કાંઈ લેવાદેવા નથી.. માતાની ઈશ્વર માની લેનાર સમાજ પિતાને પિતા જ સમજે છે. કારણ પિતાએ ક્યારેય ઈશ્વરની કેટેગરી પર બેસવાનો પ્રયત્ન કર્યો જ નથી.

'ખબરદાર' જો તોફાન કર્યું છે ને તો આવા દે તારા પપ્પા ને, બધું કહી દઈશ. જાણે-અજાણે સંતાનથી દુશ્મનાવટ બની જાય છે. અજાણતા જ દુશ્મની એટલી વધતી જાય છે. કે જ્યારે પિતા ની કિંમત સમજાય ત્યાં તો પિતા નો ફોટો ખીલી પર ટીંગાઈ ગયો હોય છે.

બાકી પિતા કાંઈ અઘરું કેરેક્ટર નથી. થોડો સમય આપવો પડે છે. આપણી તકલીફોમાં એ જીવતા દેવ હાજર જ હોય છે. ઘરની બહાર નીકળો અને ખાડામાં પડીએ ત્યારે મા યાદ આવે છે. પણ રસ્તા પર ચાલતા હોય ત્યારે ટ્રક આવે તો મોંમાંથી નીકળી જાય 'ઓ બાપ રે' બાપ જ યાદ આવે. નાની મુસીબતોમાં મા યાદ આવે અને જ્યારે મોટી મુશ્કેલી આવે ત્યારે પિતાજ યાદ આવે.

પિતા ને સાચા મિત્ર બનાવવાની ઉંમર યુવાનીમાં જ હોય છે. યુવાનીની ઉંમરમાં પિતા ભણાવવા કરતા આપણને ગણાવે જાજુ. ગમે ત્યાં નોકરી કરતો હોય ધંધો હોય કે ચલાવતા હોય પણ પિતૃત્વ માણતો જ હોય છે. પોતાના બાળકોને આખી દુનિયાની સવલતો પૂરી પાડતો હોય છે.

ક્યારેય આપણી ભૂલોથી થાકીને પિતૃત્વમાંથી નિવૃત્તિ નથી લેતા.

પિતા એટલે આપણને કદી પડી જવા ન દે. સાયકલની સીટ પાછળ પડેલો મજબૂત હાથ...... આખરે પિતા આમ જુઓ તો કશું જ નથી અને આમ જુઓ તો બધું જ ...... તમે ગમે તે ઉંમરના હોય પણ જો પિતા તમારા ઘરમાં હયાત હોય તો એક વખત ભેટી તો જોજો..

"શાંત છતાં ધારદાર તલવાર એટલે મારા પપ્પા".


Rate this content
Log in