Hetal Jani

Romance Tragedy

4  

Hetal Jani

Romance Tragedy

મિલન

મિલન

7 mins
380


"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.."

બસની બારીમાંથી બહાર જોયું તો લાગતું કે વૃક્ષો કેટલા ઝડપથી દોડે છે. પણ મંજિલ ક્યાં છે એ ખબર નથી. મારા જીવનમાં પણ એવું જ કંઈક છે, જિંદગીની એક દોડ છે, એમાં હું દોડ્યા જ કરું છું. ક્યાં જવું છે ખબર જ નથી. ભાગવું કેટલું સહેલું છે ! જ્યારે કંઇ સમજમાં ન આવે ત્યારે ભાગી જવાનું. પણ માણસ ક્યાં જાય ? જ્યારે પોતાની જાત સાથેથી એને ભાગવાનું હોય.

છેલ્લા પાંચ વર્ષમાં આ મારું ત્રીજું ટ્રાન્સફર છે. બસ, દોડતી જિંદગી છે અને એની સાથે હું પણ દોડું છું.

વિચાર કરતાં કરતાં મનને તૃષ્ણા યાદ આવી ગઈ, અને આંખો બંધ કરી લીધી. સાહેબ,ઓ સાહેબ તમારું સ્ટેશન આવી ગયું છે. સૂઈ ગયા કે શું ? કંડેકટરે ઝંઝોડયો ત્યારે હું મારા વિચારોમાંથી બહાર આવ્યો. મારો સામાન લઈ અને હું ચાલવા લાગ્યો. હવે મને આ નવા શહેરો અજાણ્યા લાગતા નહોતા, કારણકે મારા પોતાના અજાણ્યા થતા જોયા છે.

'અરે તું શિવમ છે ?' મારા મકાન માલિકે મને બીજા માળની ચાવી આપતાં કહ્યું. 'બહુ દુરથી આવ્યો છે, થાકી ગયો હોઈશ ? ચા પીને જા 'તેમણે કહ્યું.

'ના, આભાર'. અને મેં ઔપચારિક સ્મિત કરી ચાલતો થયો. કેવું અજીબ છે આ સમાજમાં ચહેરા ઉપર ચહેરો પહેરીને ફરવુ પડે છે. ખોટુ હાસ્ય, ખોટું મુખોટુ, અને ખોટો પ્રેમ.

એક વખત ઇચ્છા ન હોવા છતાં પણ તૃષ્ણા પછી યાદ આવી ગઈ. એને ભૂલવા માટે હું નાહવા જતો રહ્યો. નવા ઘરમાં સામાન ગોઠવવામાં સાંજ પડી ગઈ. સાંજે મને બહુ ભૂખ લાગી ત્યારે હું નીચે જતો રહ્યો. નીચે થોડેક દૂર એક કરિયાણાની દુકાન હતી. એક છોકરી દુકાનવાળા સાથે જીભાજોડી કરી રહી હતી.

'અરે ભાઈ આ તો સારી એવી લૂંટ ચલાવો છો તમે. આમાં કિંમત પચાસ રૂપિયા લખી છે અને તમે સાઈઠ રૂપિયામાં વેચો છો.' છોકરી બોલી.

'ફ્રિજમાં રાખ્યું હતું અને ઠંડુ પણ છે. તેના પર પૈસા લાગે.' દુકાનવાળા એ કહ્યું.

તો છોકરી બોલી, 'અરે વાહ આ નિયમ ક્યાંથી આવ્યો. ઠંડા કરવાના પણ પૈસા લેવાના. ઉભો રે, હમણાં ગ્રાહક સુરક્ષામાં ફોન કરું છું તે મારા ઓળખીતા છે પછી ખબર પડશે તને.

'સારુ દીકરી, રેવા દે. લ્યો બહેન તમે આ પચાસ રૂપિયામાં લઈ લ્યો.' આ સાંભળીને તેવી રીતે હસી જાણે કે બહુ મોટી જંગ જીત્યો હોય.

'તમારે શું જોઈએ છે ?' દુકાનવાળા એ મારી સામું જોઈને પૂછ્યું.

'એક નુડલ્સનું પેકેટ આપો.' મેં કહ્યું, પેલી છોકરી મારા તરફ જોઈને બોલી પેકેટમાં જેટલી રકમ લખી હોય એટલીજ આપજો. મારા તરફથ હસી અને પછી જતી રહી.

બીજે દિવસે સવારે હું બગીચામાં ચાલતો હતો, ત્યારે પાછળથી કોઈએ મારી પીઠ પર માર્યું. જોયું તો કાલ વાળી છોકરી જ હતી.

'ભાવે,ભાવ લીધું કે વધારે પૈસા ?' તેણે મને પૂછ્યું.

માણસો સાથે હું ત્યારે જ વાત કરું છું. જ્યારે મારે જરૂર હોય. માણસોથી દુર રહેવું જ મને પસંદ છે. એમ કહું તો એ કંઈ વાંધો નહીં સબંધો મને પસંદ નથી.

'ભાવે ભાવ' એટલું કહી હું ઝડપથી ચાલવા લાગ્યો. તેને પાછળ મૂકી દીધી.

રવિવારનો દિવસ હતો. સવાર સવારમાં થોડો થોડો વરસાદ ચાલુ થયો. કોફીનો પ્યાલો લઈ બારી સામે બેઠો હતો. બાર જોયું ફરીથી એ છોકરી મને જોવા મળી. બાળકો સાથે કાગળની હોડી બનાવવી પાણીમાં મૂકતી હતી અને ખૂબ જ હસતી હતી.

''યે દોલત ભી લે લો,યે શોહરત ભી લે લો,

ભલે છીનલો મુઝસે મેરી જવાની,

મગર મુઝકો લોટા દો,બચપન કા સાવન,

વો કાગઝ કી કસ્તી,વો બારીસ કા પાની.

કેટલાક લોકો કેટલા ખુશ નસીબ હોય છે ને. તેના જીવનમાં કોઈ દુઃખ હોતું નથી. હું પણ કેમ તેના જેવો નથી. જે વહેતા પાણીમાં કાગળની હોડી મૂકીને પણ ખુશ થઈ જાય છે. વરસાદ મને પણ બહુ ગમતો અને તૃષ્ણાને પણ, વળી પાછી યાદ આવી ગઈ. એવું તે શું થયું કે કોફીનો સ્વાદ બગડી ગયો અને હું ત્યાંથી જતો રહ્યો !

બીજે દિવસે મારે ઓફીસનો પહેલો દિવસ હતો, હું મારી ખુરશી ઉપર બેઠો હતો કે કે તે મારી સામેની ખુરશીમાં આવીને હસતી હતી.

'તો આજે તમારો પહેલો દિવસ છે. બાય ધ વે હું અનાહિતા.'

'લાગે છે તું મારો પીછો કરે છે. પેલા મારી સોસાયટીમાં, પછી બગીચામાં, અને હવે ઓફિસમાં પણ.. કાલ બારીમાંથી મને જોતો હતોને અને હસવા લાગે છે.

'ના...જરાય નહીં.' મેં અચકાતા કહ્યું. તો તે હસવા લાગી.

'મજાક કરું છું,ચીલ યાર.' તેણે કહ્યું અને જતી રહી.

ભોજનના સમયે પણ મારી પાસે આવી અને ઉભી રહી. એનુ વારે વારે આવવુ મને જરા પણ ગમતું નથી. મારી એકલતામાં કોઈ દખલઅંદાજી કરે એ મને જરાય ન ગમતું. તે મને કંઈક કહી રહી હતી અને હું ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. હું જાણતો હતો, કે હું જે કરું છું તે ખોટું છે પણ હું આવું છું. બીજે દિવસે પાછી મને બગીચામાં મળી અને હસી પણ મારા ચહેરા ઉપર હાસ્ય ના આવ્યું. જ્યારે તે મને સોસાયટીમાં મળતી કે બગીચામાં દેખાતી માણસો સાથે હળીમળીને વાતો કરતી, બાળકો તો તેની આજુબાજુ ફરતા, ઓફિસમાં પણ બધા તેને પસંદ કરતા.

તૃષ્ણા પણ આવી જ હતી ને ! હસતી રમતી બધાને પસંદ કરતી. ત્યારે લોકો મને કહેતા તું ખરેખર ભાગ્યશાળી છે. ભાગ્યશાળી !

તૃષ્ણા આ નામ પાછળ મારું બધું છીનવાઈ ગયુ. આમ દુઃખી થઈને ટેબલ ઉપર મારું માથું મૂકી દીધુ.

'શિવમ આર યુ ઓલ રાઈટ ?' બાજુમાં બેઠેલા એ પૂછ્યું,

મેં કીધું 'થોડું માથું દુખે છે.'

અનાહિતા એ આ સાંભળી લીધું અને એક ગોળીને પાણીનો ગ્લાસ લઈને આવી. મને કે 'આ લઇ લે સારું લાગશે અને હા, જેટલું વિચારીશ એટલું દુઃખ વધારે થશે.'

મે એની આંખ માં જોયુ, આ ખુશ દેખાતી છોકરીની અંદર કેટલું દુઃખ ભર્યું છે, જે આજે મને દેખાણુ, હું જે દુઃખથી જીવું છું એ દુઃખમાં તો કેટલા વર્ષોથી જીવે છે.

'તૃષ્ણા આ શું કરે છે તું, હું તને પ્રેમ કરું છું, હું તારા વગર જીવી શકું નહીં, હું મરી જઈશ.' હું કરગરવા લાગ્યો.

'મહેરબાની કરીને શિવમ તું આવું કંઈ ન કર, આ કામ નથી. આપણે બે અલગ છે અને આપણી જિંદગી પણ અલગ અલગ છે. હું આ સંબંધને હવે આગળ લઈ જવા નથી માગતી. હું અને સમીર એકબીજાથી ખુશ છે. સમજવાની કોશિશ કર શિવમ.

સમીર મારો બોસ છે, અને તૃષ્ણા મારો પ્રેમ. બધુ બરાબર મારી જિંદગીમાં ચાલતું હતું. પણ આ ક્યારે થયું ખબર જ ના પડી. તૃષ્ણા જતી રહી, પાંચ વરસનો સાથ એમ નેમ છોડીને જતી રહી. સાથે જીવવા મરવાના વાયદા એકબીજાની સાથે વફાદારીથી રહેવાનું એ બધું ખોટું હતું. હું તૃષ્ણાની જિંદગીમાં હતો જ ક્યાં, હું તો એક સાધન હતો, જે તૃષ્ણાને સમીર સુધી પહોંચાડી શકે. જ્યારે તેને મારી જરૂરત પૂરી થઈ ગઈ. ત્યારે મને છોડીને જતી રહી. પ્રેમ આ શબ્દથી તો મને નફરત થઈ ગઈ છે.

મારી અંદર કંઈક તૂટી ગયું હતું, હું તૃષ્ણાની ઇચ્છાઓ પૂરી કરી શકું એમ ન હતો એટલે એ મને છોડીને જતી રહી. અરે ત્યારથી આજ સુધી હું દોડી જ રહ્યો છું. પ્રેમ તેના જેવું કઈ હોતું જ નથી. જેની પાસે પૈસા વધારે તેને પ્રેમ મળે. કાળા ડિબાંગ વાદળાઓ થઈ ગયા હતા. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. રાત પણ થઇ ગઇ હતી. બધા ઓફીસમાંથી જતા રહ્યા હતા. ઓફિસની બહાર નીકળ્યો તો મને અનાહિતા જોવા મળી.

અનાહિતા થોડી મૂંઝવણમાં હતી, લગભગ વરસાદના કારણે હશે. મેં તેને જોયું ન જોયું કરી મારી ગાડી આગળ લઈને જતો રહ્યો. વળી પાછો કંઈક વિચારીને પાછો આવ્યો.

'શું થયું ?'મેં પૂછ્યું.

'હું જતી રહીશ તુ જા', તું ઘરે જાય છે ને, તેણે કહ્યું.

'બોલ ? માફ કરજે હું થોડો ઉતાવળમાં હતો.

'ટેક્સી બોલાવી છે, પણ વરસાદના કારણે પાણી ભરાઇ જવાથી અને રાત પણ થઈ ગઈ છે.' અનાહિતા એ કહ્યું.

મે કીધું, 'તો ચાલ તને હું છોડી દઉં,' અનાહિતા હસતા હસતા મારી પાછળ બેસી ગઈ.

કંઇક અલગ છે આ છોકરીમાં, એ જેટલું હશે છે એટલું જ દુઃખ અંદર છૂપાવે છે.

"તુમ ઈતના કયું મુસ્કુરા રહે હો, કયા ગમ હૈ,જીનકો છુપા રહે હો."

બીજે દિવસે હું બગીચામાં ફરવા માટે નીકળ્યો, વરસાદના કારણે માટી ખૂબ ચીકણી થઇ ગઇ હતી. હું ચાલતો હતો ત્યાં અનાહિતા ચીસ સંભળાણી. અનાહિતા નીચે પડી ગઈ હતી. હું તેને ઉપાડીને હોસ્પિટલમાં લઇ ગયો હતો. જુઓ ફેક્ચર થઈ ગયું છે. પ્લાસ્ટર કરવું પડશે, ચાલવાનું બંધ કરવું પડશે. સાંભળો તમારી પત્નીનો સંભાળ રાખજો, તેને થોડાક દિવસ માટે બેડ રેસ્ટ કરાવજો. ડોક્ટરે દવાની ચીઠી હાથમા કીધું.

'તે મારી પત્ની નથી !'

'તે મારા પતિ નથી !'

બેય એક્સાથે બોલ્યા, ડોક્ટર હસતા હસતા જતા રહ્યા.

અનાહિતા ને બહુ દુઃખ થતું. મેં કીધું 'હું તારા ઘરે ફોન કરી દઉં છું. તે લોકો અહીં આવી અને તારી સેવા ચાકરી કરશે.'

અનાહિતા બોલી, 'મારા ઘરે કોઈ નથી હું અનાથ છું. મને જન્મ દેનારી મારી મા, કચરાપેટીમાં ફેંકીને જતી રહી હતી. અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ છું. આ દુનિયામાં મારું કહેવા જેવું કોઈ નથી. મારા દેહના ભૂખ્યા લોકોથી મારું શરીર બચાવીને અહીં રહુ છું. જેમ તું એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગે છે. તેમ હું પણ આ લાલચુ લોકોથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગુ છું.'

 ત્યારે મને વિચાર આવ્યો ક્યાં છોકરી બધાને હસાવતી હોય છે, બધા સાથે હસી હસીને વાત કરે છે. શું તેની અંદર આટલું દુઃખ ભરેલું છે.!

"દુનિયા મેં કિતને ગમ હૈ,

મેરા ગમ કીતના કમ હૈ."

હું અનાહિતાને મારા ઘરે લઈ આવ્યો. તેની પાસે તેની દવા રાખી, તેને કહ્યું 'તને ભૂખ લાગી હશે ? હું જમવાની વ્યવસ્થા કરું.'

'હા, હું ન્યુડ્રલ ખાઈશ. મને ખબર છે તને નુડલ્સ બનાવતા આવડે છે.' એવી રીતે બોલી કે મારાથી હસાય ગયું.

થોડીવારમાં હું બનાવી તેના માટે લઈ આવ્યો. તેની સામે બેઠો હતો કે બારી જોરજોરથી ભટકાવવા લાગી. ઉભો થઇ બારી ખુલ્લી હતી, મેં તેને બંધ કરી વરસાદ પાછો શરૂ થઈ ગયો હતો, અચાનક મને કંઈક યાદ આવ્યું મેં પર્સમાંથી તૃષ્ણાનો ફોટના ટુકડે ટુકડા કરી બારી બહાર ફેંકી દીધા.

'શું કરે છે બારી પાસે ? અનાહિતા એ પૂછ્યું'.

'કંઈ નહીં ભૂતકાળની યાદોને બારી બહાર ફેંકી દીધી.' અને હું હાસ્યો.

સારુ હવે હું જાઉં છું, મેં તેને કહ્યું અને દાદરો ઉતરવા લાગ્યો. અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ હું ફરી ઉપર આવ્યો. અનાહિતા મને જોઈને આશ્ચર્ય થઈ.

'સાંભળ અનાહિતા..... તું સાચી હતી, તને જ્યારે પણ કંઈ જરૂર હોય ત્યારે મને બોલાવી હવે મેં ભાગવાનું છોડી દીધું છે. વિચારી રહ્યો છું કે હવે હું અંહી રોકાઈ જાવ.'

અને તે હસવા લાગી. ચારે બાજુ વરસાદના ટીપા પણ હસવા લાગ્યા. જાણે એ પણ હસતા હોય.

 "વરસાદે વરસાદે ભીંજાતી હું,

  પછી લજવાતી, શરમાતી હું,

  મલકાતી છલકાતી હું "


Rate this content
Log in

Similar gujarati story from Romance