વિચારવા જેવી બાબત
વિચારવા જેવી બાબત
"લ્યો ફરી રસ્તા ઉપર રોતા દિઠા મેં બાળકો તે જે સરજી'તી જગત માટે ખુશી ઓછી પડી....."
હરીન્દ્ર દવેની આ શેર માટે દાદ પણ મુગી પડે છે. ભારતમાં કેટલા બાળ મજૂરો કામ કરે છે. જેની ઉંમર માત્ર ને માત્ર પાંચથી પંદર વર્ષના હોય છે. ચાની રેકડી હોય હોટેલ કારખાના ટાયર પંચર ની દુકાન એ પણ નાના બાળકો કામ કરે છે. આ બાળકોનું બાળપણ વેતન કમાવવામાં જાય છે. આમાં તો એવા ઘણા હોય છે કે જેણે સ્કૂલે જોઈ નથી. અને થોડાક તો પ્રાથમિક શિક્ષણ મેળવીને બાળમજૂરી એ લાગી જાઈ છે.
આપણે બાળ દિન ઉજવીએ છીએ 14 નવેમ્બર ચાચા નહેરુનો દિવસ. કહેવાય છે કે ચાચા નહેરુને બાળકો બહુ ગમતા. તો શું બાળમજૂરી કરતાં પણ ગમતા ? આ એક વિચારવા જેવી બાબત. ભારતનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. તેના વિશે કેમ આગળ કોઈ વિચારતું નથી ?
અમારી શેરીમાં શાકની લારી લઈને આવતા બાળકો માંડ 10 થી 12 વર્ષના હશે, આ બાળકોને નાનપણથીજ કામનો બોજ આપી દેવાઈ છે. તો શું તેને બીજા બાળકોની જેમ રમવાનો નવા કપડાં પહેરવાનો જન્મદિવસ ઉજવવાનો શોખ નહીં થાતો હોય ?
આ બાળકો પાસે કામ તો થાય છે પણ પૂરતા પ્રમાણમાં વેતન અપાતું નથી. શુ ભારતમાંથી બાળમજૂરી નાબૂદી ના થવી જોઈએ ?
સ્મિતા ઓ સ્મિતા અહીં આવતો, જો અહીં ઢીગુ એ દૂધ ઢોળી નાખ્યું છે. સાફ કરી દે, સ્મિતા દોડીને આવી જ્યાં દૂધ ઢોળ્યું હતુ ત્યાં સાફ કરી દીધું. મેમ હવે હું જમી લઉં. ના પહેલા થોડા વાસણ છે ને ધોઈ નાખ પછી જમી લેજે.
મોટા સિટીની અંદર નાના બાળકોને પોતાના ઘરમાં કામ કરવા માટે રાખે છે. બધું કામ આ બાળકો પાસે કરાવી છે. કારણ બાળકોને વેતન ઓછું આપે તો ચાલશે.
અઢી વર્ષ પહેલા બાળ મજૂરી નાબૂદીની ઝુંબેશ ચાલ્યું હતું. પરંતુ તેને બહુ પ્રોત્સાહન ન મળ્યું. કારણ ઘરની અંદર જ ખાવાના ફાંફાં થતા હોય ત્યાં મા-બાપથી ઘર ચાલતું ન હોય ત્યારે બાળકોને પણ કામે જવું પડે છે. ખેત મજૂર તરીકે પણ બાળકોને રાખે છે.
સરકારે તો ઘણી યોજના બનાવી છે. પરંતુ ગરીબ બાળકો પાસે આ યોજના પહોંચતી નથી. રોડ ઉપર ચીમળાયેલા વિખરાયેલા વાળવાળા બાળકો ઊભા હોય છે ત્યારે શું આપણું હૃદય દ્રવી નથી આવતું?
