Hetal Jani

Children

4.5  

Hetal Jani

Children

સજા કે મજા

સજા કે મજા

2 mins
297


"રવિવાર" શબ્દ સાંભળતા જ બાળપણ યાદ આવી ગયું. બાળપણમાં નિશાળે ભણવા જાતા ત્યારે અઠવાડિયાનાં સાતવારમાંથી રવિવાર અમને બહુ ગમે.

રવિવારે સવારથી લઈ બપોર સુધી બધા દોસ્તો સાથે મજા કરવાની. વળી બપોરે જમી, થોડું લેસન કરી ફરી સાંજે દોસ્તોની ટોળકીમાં મજાક મસ્તી કરવાની. બીજે દિવસે સોમવાર આવે તો જરા પણ ન ગમે.

અમારી સાથે એક લખી ભણતી. તેને રવિવાર જરા પણ ન ગમે. જ્યારે પણ રવિવાર આવે એટલે તે રડમસ જેવી થઈ જાય. એકવાર મેં એને પૂછ્યું," લખી તને રવિવાર નથી ગમતો ?" લખી કહે," ના મને રવિવાર જરા પણ ન ગમે". ત્યારે અમે પાંચમા ધોરણમાં ભણતા હતા. આશરે દસેક વર્ષના હોઈશું. ત્યારે તો મોબાઈલ ન હતા. એટલે રમતો રમવાનું, વડલાની ડાળીઓ ઉપર હીચકા ખાવાનું, અને ગલીઓમાં રમવાનું. મેં પૂછ્યું," કેમ ?"

લખીએ રડતાં રડતાં કહ્યું," મારી નવી મા છે તે રવિવારે આખો દિવસ કામ કરાવે. અને જમવાનું પણ પૂરું આપતી નથી. રાત્રે મારા પગ અને હાથ બંને દુ:ખે મારાથી લેસન પણ થતું નથી. સોમવારે ટીચર મને ક્લાસ બહાર ઊભી રાખે, એટલે મને રવિવાર જરા પણ ન ગમે. "

લખીની વાત સાંભળી મારી આંખમાં પાણી આવી ગયા. મેં લખીને કહ્યું," તું તારા પપ્પાને આ વાત કરી જો કદાચ તારા પપ્પા તને મદદ કરી શકે" લખીએ કહ્યું," ના પપ્પા તો મમ્મી સાથે ઝઘડો કરવા માગતા નથી એટલે પપ્પા મમ્મીને કશું ન કહે."

બસ ત્યારથી જ નક્કી કરી લીધું કે, દર રવિવારે મારું લેસન કરવાનું સાથે લખીને પણ લેસન હું કરી આપતી. હવેથી લખીને ક્યારેય ક્લાસ બહાર ઊભું ન રહેવું પડતું.

આજે અમે બધા મોટા થઈ ગયા છે. રવિવારની રજા શું કહેવાય તે ખબર જ નથી પડતી. અમે અત્યારે હાઉસવાઈફ છીએ. હાઉસવાઈફ માટે તો બધા વાર સરખા જ હોય છે. પરંતુ રવિવારની રજાની મજા લખી માણી રહી છે.

લખી ભણી ગણી અને ખૂબ જ હોશિયાર થઈ, લખી એક નિશાળમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી ચાલુ કરી દીધી. હવે, તેના માટે રવિવાર એટલે આરામનો વાર, તેને આજે સાતે વારમાંથી રવિવાર ખૂબ જ ગમે છે. હવે મને સોમવાર ગમે છે.


Rate this content
Log in

Similar gujarati story from Children