Hetal Jani

Others

3  

Hetal Jani

Others

મોસમનો પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ

1 min
196


મોસમ આજે મહેરબાન. ચારેબાજુ વનરાજી ખીલી હોય. ચાતક અને મોર વર્ષારાણીની રાહ જોતા હોય છે. આખા વર્ષનું પાણી ચાતક પક્ષી વરસાદમાં પીવે છે. પ્રકૃતિનો આશીર્વાદ પામીને. ખેડૂત ખુશ થઈને હળ જોડી પોતાના ખેતરે નીકળે. વર્ષારાણી તેને કણમાંથી મણ આપે.

વર્ષારાણીથી તો જંગલમાં વનરાજી ખીલી ઊઠે છે. નાના ખાબોચિયામાં બાળકો હોડી બનાવવી તરવા મૂકે છે.

"ચાલોને રમીએ હોડી હોડી"

વર્ષા કોને ના ગમે ! પ્રેમી હૈયાની તો આ પ્રિય ઋતુ. પશુ, પક્ષી, જાનવર બધાને વર્ષાઋતુ ગમે. આખું વાતાવરણ આહલાદક બની જાય છે. નદી નાળા તળાવ સરોવરમાં પાણી ભરાઈ જાય છે.

કાળજાળ ગરમીમાં ભયંકર અકળામણમાં જ્યારે અચાનક વરસાદનો ઠંડો પવન આવે, ત્યારે જ મન બાગ બાગ થઈ જાય છે. અંદર ભીતરમાં જ હરખની હેલી ઉમટે છે. નેચર એક એવું છે જે તમને કંઈ પણ કર્યા વગર અંદરથી જ આનંદ આપે છે.

 "વાદલડી વરસે રે સરોવર છલી પડ્યા"

 યુવાનીમાં તો વરસાદ પ્રેમ અને રોમાંસનું માધ્યમ બની જાય છે. એમાંય પહેલો વરસાદ ! એ અસહ્ય ગરમીથી છૂટયા પછી વરસાદ જ પ્રેમિકા લાગવા માંડે તો પણ નવાઈ નહિ.

 "પહેલા વરસાદનો છાંટો વાગ્યો રે......

હું પાટો બાંધવા હાલી રે.......

ઘનઘોર જ્યાં ચહુ ઓર.......

મારું મન મોર બની થનગાટ કરે....

કાનમાં પવન થઈ ચાલ્યો રે.......

હે આવે મેહુલિયો રે......."


Rate this content
Log in