MITA PATHAK

Abstract Drama Thriller

2  

MITA PATHAK

Abstract Drama Thriller

રહસ્યમય પુસ્તક

રહસ્યમય પુસ્તક

1 min
26


 જિંદગીથી ત્રસ્ત થયેલી રોહિણી ગરીબીમાંથી પસાર થતી હતી. એક સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિમાં ગુજરતી એકલી અટુલી રોહિણી. અલગ અલગ જગ્યાએ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી. એક દિવસની વાત છે. એક જુના ઘરનું નવુ બાંધકામ ચાલતું હતું. ત્યાં રોહિણીને ઘરનો જુનો સામાન ભરવાનું કામ કરે. સવારે રોહિણી કામે લાગી જતી. હા બહુ ભણેલી નહિ પણ વાંચતા આવડે અને તે ને શોખ પણ ખરો. એક દિવસ રુમના સામાનમાં જુના પુસ્તકો ભરી

 રહી હતી. એમાંથી એક ફાટેલુ થોડુ જુનું પુસ્તક જોયુ એને એમ કે આધ્યાત્મિક પુસ્તક લાગે છે ઘરે જઈ ને વાંચીશ લઇ ને પુસ્તક ફાટેલી થેલી માં મૂક્યું, અને કામે લાગી.

    સાંજે થાકી પાકી ઘરે જઈ ને સૂઈ ગઈ, આમ બે ત્રણ દિવસ થતા એને યાદ આવ્યું અને પુસ્તક ને ફાટેલા કપડાથી સાફ કરે છે અને પાના ફેરવે છે. એમા થોડા શબ્દો વાંચે છે એમાં એણે જે વાંચ્યુ એ સાચુ પડ્યું.

         એને નથી ખબર કે એની સાથે શું થઇ રહ્યું છે. આમ તે તેના કામે જાય છે  અને તેને સોના ચાંદીના થોડા સિક્કા મળે છે . એ વાત કહેવા માટે શેઠ ને જાય છે પણ કઈ બોલે તે પહેલા જ તેને ખખડાવે છે. કે આજે તારા કોઈ બહાના નહિ ચાલે .બે દિવસ ના થાય ને તુ બિમારી ના બહાના કાઢીને આવી જાય છે . જા મારે તારી કોઈ વાત નહિ સાંભળુ તુ અહી થી જા મારે કોઇ કામ નથી કરાવું.અને તેને કાઢી મુકે છે. અને તે ઘરે આવે છે. અને વિચારે છે કે શુ કરુ અને સોના ચાંદીના સિક્કા નુ શું કરુ.અને તેને મંદિર ના ખાના મુકે છે. અને મનોમંથન કરતી ફાટેલી ગોદડી મા બેસીને નસીબ ને કોસતી હોય છે . ત્યારે તેને યાદ આવે છે કે મે ગઇ કાલે જે વાંચ્યુ તે આવુ  જ હતું. અને તે અવાક બની . અને  બેબાકળી થઇ ને પુસ્તક પાસે આવી. થરથરતા હાથ થી  પુસ્તક હાથ મા લે છે અને બીતા બીતા પુસ્તક આડુ-અવડુ કરી ને વાંચી ને બેસી જાય છે ...અને અડધી રાત સુધી પડખા ફરે છે અને આંખો ને કેટલુ પકડી રાખી ને જાગતી રહેવા માંગે છે પણ સવારે આંખ ખૂલી ત્યા બપોરે થઈ ચુકી હતી. ઉઠી ને હાફડી ફાફડી મંદિર પાસે જાય છે .અને જોવે તો સોનાચાંદીના સિક્કા ગાયબ હતા . તે નીચે ચકકર ખાઈ ને પડે છે.

            થોડી વાર પછી તે ભાન મા આવે છે અને પુસ્તક લઇ ને ઘર ની બહાર હાફડી ફાફડી ચા લે છે અને એક તળાવ પાસે આવે છે.  અને ત્યા જઇ ને બેસી જાય છે .બે ત્રણ કલાક પછી પાણીમા પધરાવા જતા વિચારે છે એમ પણ મારા નસીબ ફુટલા છે લાવ એક વાર અજમાવી જોવ અને ત્યાં જ બેસી પુસ્તક પુર્ણ કરે છે અને વાંચતા  વાંચતા એક આંખોમાંથી અશ્રુધારા વહી રહી  છે અને બેભાન થાય છે.

       

         પછી જે બન્યું. .. કે એ દવાખાના મા  હોય છે અને તે ભાન મા આવે છે અને બુમો પાડે અને ત્યારે તેણી નજીક કોઈ આવે છે અને તેના હાથ મા તેનો હાથ પકડે છે અને કહે છે રોહિણી તને કેમ છે હવે કોઇ તકલીફ થાય છે. નજર ઊચી કરી જોવે અને તે ને જોતી રહે છે. એનેજેનો હાથ પકડયો  તે બોલી રહ્યો છે હુ તારો મિત્ર રોહિત છુ.તને હું બચપણ થી ચાહતો. હતો.પણ કહી ના શક્યો કે તુ મારી જીવન સંગીની બનીશ.તે બીજુ કોઈ નહી પણ દવાખાનો ડૉક્ટર હતા. અને તે તેની સાથે લગ્ન કરે છે.અને આવુ જ પુસ્તક લખાયેલું હતુ.અને એવુ જ બન્યું અને આવુ વાંચી ને તે બેભાન બની હતી. . હવે રોહિણી અને રોહિત આનંદથી રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract