STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

રાંધણ છઠ્ઠ

રાંધણ છઠ્ઠ

1 min
215

આપણી સંસ્કૃતિમાં વિધવિધ તહેવારોનું અલગ મહત્વ હોય છે.. પહેલાંના જમાનામાં બધાં સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં અને ખેતીવાડી ઉપર જ જીવન નભતું હતું એટલે બધાને કોઈ મનોરંજન મળતું નહોતું એટલે ગામેગામ શીતળા સાતમ અને જન્માષ્ટમી ( આઠમ ) નાં મેળા ભરાતાં હતાં. જેથી બધાં મેળામાં જઈને આનંદ માણી શકતાં અને મેળામાંથી ઘર ઉપયોગી તથા જરૂરિયાત મુજબ હટાણું કરી લેતા.. એ બહાને સ્ત્રીઓ ને પણ સાતમે ચૂલા પાસેથી રજા મળતી અને સગાંસંબંધીઓ ને મેળામાં મળી ખુશખુશાલ થઈ જતાં.

રાંધણ છઠ્ઠે નિતનવા પકવાનો બનાવીને શીતળા માતાને ધરાવવા માટે એક ડબ્બામાં ભરી લેતાં જેથી નાનાં બાળકો એઠુંજુઠ્ઠું નાં કરે પછી રાત્રે સૂતાં પહેલાં ચૂલો ઠારીને એને કંકુ ચોખાથી પૂજન કરી લેતાં.

રાંધણ છઠ્ઠે ઘરની સ્ત્રીઓ હોંશ હોંશ ઢેબરાં, બાજરીનાં વડાં, મકાઈના વડા, હાંડવો, પુરી, કંકોડાનું શાક, શ્રીખંડ કે દૂધપાક, ખીર બનાવતાં અને ગલકા ને કેળાંનાં ભજીયા બનાવતાં જેથી સવારે ઊઠીને શીતળા માતાની પૂજા કરી શિરામણ કરીને ભાથું બાંધીને મેળામાં જતાં.

આમ રાંધણ છઠ્ઠ એટલે રાંધવાની કળાનો દિવસ.

આમ રાંધણ છઠ્ઠ આપણી સંસ્કૃતિમાં આગવું મહત્ત્વ ધરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics