ઘમંડ
ઘમંડ
રાકેશભાઈને પોતાના બાપની મિલ્કતનો ખુબજ ઘમંડ હતો. રાકેશભાઈની પત્ની કિરણ બેન પણ પતિનાં સૂરમાં સૂર મિલાવીને જ ચાલતાં હતાં. એકનો એક દીકરો સાગર ભણીગણીને મલ્ટી નેશનલ કંપનીમાં ઊંચા પગાર ધોરણે નોકરીમાં જોડાયો. સાથે જ નોકરી કરતી મનાલી સાથે પ્રેમ થઈ ગયો.
ઘરમાં વાત કરી રાકેશભાઈએ ને કિરણબેને હા પાડી.
ટૂંક સમયમાં પરિવારમાં જાણ કરીને સાગર ને મનાલીના લગ્ન ધામધૂમથી કર્યાં.
લગ્નનાં બીજા મહિનાથી ઘરમાં કંકાસ શરૂ થઈ ગયો. સાગર ને મનાલી નોકરી કરતાં એટલે ઘરની જવાબદારી કિરણબેનનાં માથે જ આવી.
રવિવારે એક રજા હોય એટલે સાગર ને મનાલી મોડાં ઊઠે.
કિરણબેન રાકેશભાઈને ફરિયાદ કરતાં કે મને પણ થાક લાગે હું ક્યાં સુધી રસોડામાં ને ઘર કામમાં જોતરાઈ રહું.
રાકેશભાઈએ સાગરને વાત કરી.
સાગરે કહ્યું કે પપ્પા અમે મોડા ઊઠીએ પણ રસોઈ તો મનાલી જ બનાવે છે ને ?<
/p>
એક દિવસ તો અમને પણ આરામ જોઈને ?
નાની નાની વાતોમાં ઘરમાં ક્લેશ થઈ રહ્યો હતો.
રાકેશભાઈ કિરણબેનને લઈને ઉદેપુર ફરવા જતાં રહેતાં.
આમ દર મહિને રાકેશભાઈ ફરવા જતા રહે ત્રણ ચાર દિવસ માટે.
એટલે સાગરે કહ્યું પપ્પા આ બધું શું છે ? અને મમ્મી કેમ આમ કરે છે ?
એ મનાલી સાથે કેમ પ્રેમથી વાત નથી કરતી.
રાકેશભાઈએ ગુસ્સામાં કહ્યું આ મારાં બાપાનું આપેલ ઘર છે.
તારી કમાણીમાંથી નથી ખરીદ્યું.
તને ફાવે તો રહો નહીં તો તમારી વ્યવસ્થા કરી લો.
ઝઘડો ખુબ વધી ગયો.
ઘમંડમાં રાકેશભાઈ એ દીકરાને ન કહેવાના શબ્દો કહ્યાં ને અંતે સાગરે ઘરમાંથી પોતાનાં ને મનાલીના કપડાં લઈને ઘર છોડી દીધું.
પણ તોય રાકેશભાઈનો ઘમંડ ઓછો થયો નહીં.
ઉપરથી સગાં સંબંધીઓને સાગર ને મનાલીનો જ વાંક બતાવતાં હતાં.
આમ ઘમંડમાં એક ઘર વિખરાઈ ગયું.