અને એ મને છોડી ગયાં
અને એ મને છોડી ગયાં


વંદનાબેન ગામડે પહોંચ્યા ને બાજુમાં રહેતાં મીતાબેન કહ્યું કે કેમ છો વંદનાબેન ? હવે તો એકલાં પડી ગયાં છો ? છોકરાઓ તમને છોડીને ગયાં એટલે એકલું એકલું લાગતું હશે ?
વંદનાબેન :- છોકરાઓ ને હું મજામાં છું.
એ મને છોડી ને ગયાં ત્યારે બે દિવસ મનમાં થોડું દુઃખ થયું હતું કે હું એકલી પડી ગઈ.
પણ ત્રીજા દિવસથી મને મારી જાત સાથે સમય વિતાવવો ગમવા લાગ્યો.
કારણકે એ લોકો સાથે હતાં ત્યારે હું સવારથી એ લોકોની સાથે બે વાત કરવા એમનાં ટાઈમ ટેબલ પ્રમાણે એમની રાહ જોઈ ઘરમાં બેસી રહેતી કે હમણાં મારો પ્રકાશ આવશે. પ્રકાશ ને પારુલની રાહ જોતી પણ એ તો એમનાં ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતાં રહેતાં અને હું લાગણીમાં એમની રાહ જોઈ રહેતી. પ્રકાશ તો બાળકો પણ એમની સ્કૂલ ને ટ્યુશન સમય સમયે આવે ને જાય.
અને જાણે ઘરમાં હું વધારાના સામાનની જેમ એ જગ્યાએ બંધાઈને બેસી રહી હતી.
મીતાબેન ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજશું સીતારામ. એ મને છોડી ગયાં પછી હવે હું નિરાંતે મારી રીતે જિંદગી જીવી રહી છું. ભગવાનની પૂજા કરીને રસોઈ કરું ને જમી કરીને આડે પડખે થવું ને પછી ભજન કીર્તનમાં જવું ને આવીને સાંજે દીવા બત્તી કરીને દૂધ ભાખરી કે દૂધ રોટલો ખાઈ સોસાયટીના નાકે બાંકડે બેસવા જવું જ્યાં બધી મંડળની બહેનો બેઠી હોય અને પછી અલક મલકની વાતો કરીને છૂટાં પડીએ અને પછી માળા કરતાં કરતાં સૂઈ જવું તે સવાર પડે વહેલી.
ઉપરનો માળ ભાડે આપી દીધો એટલે ભાડું પણ આવે છે ને મારું પેન્શન પણ આવે છે રૂપિયે ટકે કોઈ ખોટ નથી.
મીતાબેન :- વાહ વંદનાબેન પણ આ તો તોય પોતાનાં બાળકો યાદ તો છોડી ગયાં એ યાદ તો આવે ?
વંદનાબેન :- યાદ તો આવે મીતાબેન. પણ હું એમનાં સમય પ્રમાણે ચાલી અને એમની રાહ જોતી પણ એ લોકોએ કોઈ દિવસ મારી રાહ નથી જોઈ.
બાળકો હતાં ત્યારે પણ હું તો ગામડે રહેવા આવતી જ હતી ને ?
ઘરે પાછી જવા બસમાં બેઠી હોઉં અને ફોન કરીને કહ્યું હોય પણ ઘરમાં મારી રાહ જોઈ કોઈ બેઠેલું ન હોય.
મીતાબેન હવે મને મારી જાત સાથે સમય પસાર કરતાં મારું જીવન સાર્થક લાગે છે.
ભલેને એ મને છોડી ગયાં પણ હું તો મોજથી જિંદગી જીવી રહી છું.