Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

જીવનસાથી

જીવનસાથી

1 min
40


અરવિંદભાઈ એ કેતકીબહેન જીવતાં હતાં ત્યારે કદર કરી નહીં અને સતત નજર અંદાજ કરતાં અને કેતકી બહેનની દરેક વાતને બકવાસ સમજતાં હતાં. કેતકીબહેનને કેન્સર થયું અને નિદાન થયું ત્યારે લાસ્ટ સ્ટેજ પર હતું. એટલે એકાદ વર્ષ જીવ્યા અને પછી ઈશ્વર ધામ જતાં રહ્યાં. અરવિંદભાઈ જીવનસાથી જતાં રહેતાં હવે એકલાં પડ્યાં.

પુત્ર સુનીલને પુત્રવધુ પારુલના કહ્યાં પ્રમાણે ચાલવું પડતું હતું એ જે બનાવે એ ખાઈ લેવું પડતું હતું. હવે અરવિંદભાઈને પોતાની જીવનસાથી કેતકી યાદ આવવા લાગી અને કોઈ મળવા આવે તો કહેતાં કેતકી હતી તો મારું કેટલું ધ્યાન રાખતી હતી અને મારું ભાવતું ભોજન ગરમાગરમ બનાવીને ખવડાવતી હતી અને ક્યાંય ને ક્યાંય દેવ દર્શન કરવા માટે જીદ કરીને મને લઈ જતી હતી.

હવે તો આ ચાર દિવાલોમાં દિવસો જાય છે. જીવતાં જીવ જીવનસાથીની કદર ન કરી એ પશ્વાતાપ મનમાં થાય છે.


Rate this content
Log in