Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

હમદર્દ

હમદર્દ

1 min
25


અંજલિ બહેન અને ઈલા બહેન ને ઘર જેવો સંબંધ હતો જાણે બે શરીર અને એક દિલ..

એકમેકને માટે દિલમાં સતત ધબકતી લાગણીઓ.

ઈલા બહેન તો અંજલિનો ઉપયોગ કરતાં હતાં પણ લાગણીશીલ અંજલિ એમ સમજી કે મોટી બહેન બનીને કેવો પ્રેમ આપે છે.

અંજલિ તો જાણે એમનાં ગુણગાન ગાતા થાકતી જ નહોતી અને ઈલાબેન મુત્સદ્દીગીરી થકી અંજલિનો ઉપયોગ કરતાં અને પછી કામ પતી જાય એટલે અંજલિને નજરઅંદાજ કરી દેતાં.

અંજલિ ભોળા દિલની ભોળા ભાવે દોડતી મળવા જાય તો બીજા બેઠેલા હોય એની સામે આ અંજલિ બહું દુઃખી હતી મારી સાથે નાની બહેન બનીને રહે છે એટલે યથાશક્તિ મદદ કરું છું અને એને પિયરની ખોટ સાલવા દેતી નથી.

આમ મોટી મોટી ને ખોટી વાતો સૌને કહેતા પણ અંજલિની આંખો પર લાગણીઓ ને હમદર્દીની પટ્ટી બંધાઈ ગઈ હતી એટલે એ સત્ય સમજી શકતી નહોતી.

ઉપરથી એ તો ખુશ થતી અને બીજાની સામે ઈલાબેનનાં પ્રેમાળ સ્વભાવના વખાણ કરતી.

વારંવાર અંજલિ જોડે આવું બનતા અંજલિનો સ્વમાની સ્વભાવ જાગૃત થયો ને એ તટસ્થતાથી જોવા લાગી કે ઈલાબેન મુત્સદ્દીગીરી થકી મારો ઉપયોગ કરે છે ને મારાં હમદર્દ બની ને મારાં ઘરની દરેક વાત જાણીને ઓળખીતા પાળખીતામાં મીઠું, મરચું ઉમેરીને વાતો ફેલાવે છે.

અંજલિને બહું દુઃખ થયું એ એકલાં એકલાં રડી પડી.

મનમાં ગાંઠ વાળી કે આવાં ભેજાબાજ અને ખોટાં હમદર્દ લોકોથી દૂર રહેવું.


Rate this content
Log in