મન ચંગા તો કથરોટમાં ગંગા
મન ચંગા તો કથરોટમાં ગંગા
1 min
60
આજે ઘરમાં પૂજા રાખી હતી એટલે દાદીમા સવારથી બધાંને હુકમ આપી રહ્યા હતાં.. મહારાજ આવી ગયા ને પૂજા શરૂ થઈ ગઈ. દાદીમા ની નજર દરવાજા પર અટકી જતી હતી. કંટાળીને દાદીમા સીડી ચઢીને ઉપર ગયાં ને પુત્રવધુ સંજનાને માથે હાથ ફેરવ્યો ને કહ્યું, "બેટા ચલ પૂજામાં બેસવા."
સંજના બોલી, "દાદીમા આખી રાત ઠંડી ચઢીને તાવ આવ્યો એટલે ઉઠાયુ નહીં ને હાલમાં પણ તાવ છે એટલે નાહી પણ નથી."
દાદીમા : "બેટા તું તાવની દવા લઈ લે અને ચાલ નીચે પૂજામાં. તું તો મનથી પવિત્ર છે. મન ચંગા તો કથરોટમાં ગંગા."
સંજના દાદીમાના બદલાયેલા સ્વભાવને જોઈ રહી.
