નામ
નામ

1 min

70
લતાબેન જ્યોતિષ જાણતા હતા પણ એમને એમની નામના કરવાની બહું ઝંખના હતી એટલે પોતાનો પ્રચાર જાતે જ કરતાં હતાં.
કાગનું બેસવું ને ડાળનું પડવું એમ કોઈ એક જણનું અનાયસે એમનાં કહ્યા પ્રમાણે થઈ જાય એટલે, ફલાણા બહેનને આપણે ત્યાંથી કામ પાર પડી ગયું ને ? અહીં તો એકવાર આવે એનાં કામ ચપટી વગાડતાં થઈ જ જાય.
આમ વડાઈ ખાતાં અને બીજાને જણાવીને પોતાનો અહમ સંતોષતા.