STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પ્રભુ સાથે સંવાદ

પ્રભુ સાથે સંવાદ

1 min
64


મહાદેવના મંદિરે પરિવાર સાથે દર્શન કરવા ગયેલી પાંચ વર્ષની દ્રિષ્વી. મહાદેવના મંદિરમાં આંખો બંધ કરીને હાથ જોડીને ઊભી રહી પ્રભુ સાથે સંવાદ કર્યો

દ્રિષ્વી :- "હે પ્રભુ તમે તો દેવોના દેવ છો. મારાં સગી માસીને જીનુ માસાને ત્યાં નાનું બાબુ આપો."

પ્રભુ :- "બેટા સમય આવે એ થશે."

દ્રિષ્વી :- "પ્રભુ જલ્દી આપજો જેથી હું એની સાથે રમી શકું."

પ્રભુ :- "બેટા જલ્દી એ સમય આવશે તું એની સાથે રમતી હોઈશ."

દ્રિષ્વી :- "હું મારાં માસા માસીને મમ્મી, પપ્પા બની જાય જલ્દી એવું જ ઈચ્છું છું."

પ્રભુ :- "હા બેટા.. તારી મનોકામના પૂર્ણ થશે."

દ્રિષ્વી "ૐ દેવા, ૐ દેવા, ૐ દેવા" બોલતી હોય છે એની મમ્મીએ ઢંઢોળી કહ્યું, "ક્યારની શું કરે છે ?"

દ્રિષ્વી :- માસા, માસી માટે પ્રભુ પાસે બબુ માંગતી હતી.

દ્રિષ્વીના બાએ કહ્યું કે નંદીના કાનમાં બોલવાથી પ્રભુ જલ્દી સાંભળશે. આ સાંભળીને દ્રિષ્વી એ નંદીના કાનમાં પ્રભુ જલ્દી સાંભળે એવી વિનંતી કરી.


Rate this content
Log in