Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નાનકડી ટ્રાફિક પોલીસ

નાનકડી ટ્રાફિક પોલીસ

2 mins
32


એવી માસુમ ને નાનકડી પ્રાષ્વી સ્કૂલમાં ભણતા વેશભૂષામાં પ્રતિયોગિતામાં ભાગ લીધો ને ઘરમાં માતાપિતા ને દાદા દાદીએ હરખે વધાવી લીધો ને એ નાનકી પ્રાષ્વીને ટ્રાફિકના નિયમો સમજાવીને એને વેશભૂષામાં ભાગ લેવા માટે તૈયાર કરી દીધી.

ઘરમાં એની જોડે ટ્રાફિકના નિયમો બોલાવતાં હતાં...

૧) લાલ લાઈટ એટલે સ્ટોપ..

૨) પીળી એટલે તૈયાર રહો..

૩) ગ્રીન એટલે જાવ.. 

૪) સ્કૂટર કે બાઈક પર હેલ્મેટ પહેરો, ઘરમાં પરિવાર રાહ જોતા હોય છે એમની માટે આટલું ધ્યાન રાખો.

૫) ગાડી ચલાવતાં સીટ બેલ્ટ ફરિજયાત પહેરો ને સ્પીડ વધારો નહીં..સાવધાની રાખવી જરૂરી છે. જો સાવધાન નહીં રહો તો અકસ્માત સર્જાશે માટે સમજદારી ને સાવધાની સુરક્ષા છે માટે દરેક પરિવારનાં જીવન માટે.

૬) ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરું છું એ નિયમો દરેક નાગરિક માટે વરદાન સમાન છે સમજો.

૭) ઓવર ટેક કરવી નહીં. હોર્ન વગાડીને જ આગળ વધવું જોઈએ.

પ્રાષ્વી ટ્રાફિક પોલીસ બનીને વેશભૂષા ધારણ કરીને સ્કૂલમાં ગઈ. એક મોટા હોલમાં અનેક બાળકો નિતનવી વેશભૂષા સાથે પોતાની અદાકારી નિભાવી અને નાનકી પ્રાષ્વીનું નામ બોલાવામાં આવ્યું ને પ્રાષ્વી સ્ટેજ પર આવીને કાલું કાલું બોલતા બોલતા ટ્રાફિકના નિયમો હાથનાં ઈશારાથી સમજવા લાગી.

જેવી પ્રાષ્વીની અદાકારી પૂરી થઈ. આખાં હોલમાં તાળીઓની ગૂંજ ઉઠી ને વન્સ મોર... વન્સ મોર નો નારો ગૂંજી ઉઠ્યો.

સ્ટેજ પાસે પ્રાષ્વીના માતાપિતા દોડીને આવી ગયાં.

લોકલાગણીને માન આપીને ફરીથી પ્રાષ્વી એ સ્ટેજ પર એની કાલી ઘેલી બોલીમાં ટ્રાફિકના નિયમો સમજાવ્યા. ફરીથી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો.

પ્રાષ્વીનો વિડિઓ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો ને આ નાનકી ટ્રાફિક પોલીસ દ્વારા બતાવેલા નિયમો દરેક યુવાનો ચુસ્તપણે પાલન કરવા લાગ્યા. પ્રાષ્વીનું ઈનામ આપીને અને સન્માન કરવામાં આવ્યું.

એક નાનકી ટ્રાફિક પોલીસ દ્વારા બતાવેલા નિયમો દરેક નાગરિક માટે વરદાન સમાન બની રહ્યા છે. ધન્ય છે એ માવતરને પરિવારને જે બાળકોને આવું સરસ જ્ઞાન સાથે ભણતર અપાવે છે.

પ્રાષ્વી તો જાણે સાચુકલી નાનકી ટ્રાફિક પોલીસ હોય એમ હાલમાં પણ એને પૂછો તો એ ટ્રાફિકના નિયમો સમજાવે છે.


Rate this content
Log in