મા એ ગુરુ છે
મા એ ગુરુ છે
*મા એ જ ગુરુ* સામાજિક વાર્તા..
મમતા બેનને લગ્ન કરીને સાસરે આવ્યાંને તેર વર્ષે સારાં દિવસો રહ્યાંને ઘરમાં ખુશીઓ નો માહોલ છવાઈ ગયો... છઠ્ઠો મહિનો ચાલતો હતો ને મમતા બેન નાં પતિ દેવનો એક્સીડન્ટ થયોને ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયું... ઘરમાં ગમગીની વ્યાપી ગઈને મમતા બેન દુઃખી થઈ ગયાં..
પણ સંતાનોને જન્મ આપવા પોતાની જાતને મજબૂત બનાવીને જીવનને સહજ રીતે જીવવા પ્રયત્ન કરતાં હતાં..
પૂરાં દિવસે મમતા બહેને દિકરાને જન્મ આપ્યો... ઘરમાં ફરીથી ખુશી ની લહેર ઉઠી.. ઘરનું વાતાવરણ પાછું સરળ બની રહ્યું હતું... મમતા બેને દિકરાનું નામ ગુંજન પાડ્યું... એક વર્ષનો ગુંજન થયો એટલે ઘરમાં ચર્ચા એ વેગ પકડ્યો કે ગુંજનને કોઈ સારાં ડોક્ટર પાસે બતાવવું જોઈએ... ગુંજન કોઈ વસ્તુમાં પડઘો નથી પાડતો કે કંઈ વસ્તુઓ જોઈ સમજતો નથી...
મમતા બેને કહ્યું કે ઘણાં છોકરાં મોડાં સમજે પણ ઘરનાં ની જીદ આગળ લાચાર બની ગયાં ને ડોક્ટરને બતાવ્યું તો તપાસમાં જાણવા મળ્યું કે ગુંજન મંદબુદ્ધિ નો છે... ફરીથી આખા ઘરમાં ગમગીની છવાઈ ગઈ... આઘાતમાંથી બહાર આવી બધાંએ કહ્યું કે આને મંદબુદ્ધિની સંસ્થામાં મૂકી આવીએ પણ મમતા બેન નાં માન્યાં..
એટલે સાસરીના લોકો એ ભાગમાં આવતી મિલ્કત આપીને કહ્યું કે તું તારાં આ બાળકને લઈને નીકળી જા..
મમતા બેન સાક્ષાત મમતાનું સ્વરૂપ હતાં... મા દીકરાને લઈને નીકળી પડી..
ભાડાનું મકાન રાખીને ગુંજન ને ઘરમાં રાખીને એને સમજાવી ને દરેક વસ્તુની સમજ આપતાં ને એક નું એક વારંવાર પુનરાવર્તન કરતાં..
એ મા ગુરૂ બનીને મંદબુદ્ધિના બાળકનાં ઉછેર માટે દુનિયામાં હાંસી પાત્ર બની પણ દિકરાને હુંફ ને પ્યાર થકી ભણતર ને ગણતર શીખવી રહ્યાં હતાં..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖