pujesh કયુટ લવ સ્ટોરી ભાગ-૨
pujesh કયુટ લવ સ્ટોરી ભાગ-૨
તો અમે ને મારા 12 ધોરણ પૂરું થાય ત્યા સુધી ક્યારેક જ વાત કરવાનું નક્કી કર્યું.અને કર્યું પણ એમજ પણ મન ને એની આદત થવા લાગી તી .જીજ્ઞેશ ને આવી કોય મારા પ્રત્યે લાગણી ના હતી એતો મે લાગણી બતાવેલી એટલે ખાલી જોડે વાત કરતા હતા.ત્યારે અચાનક રાતે એક દિવસ પપ્પા ના મોબાઇલ માંથી વાત કરતી તી તો ભાઈ આવી ગયો.મે નબર ફટાફટ ડિલેટ કરી દીધો ને મોબાઈલ ભાઈ ને આપી દીધો પછી ભાઈ મોબાઈલ લાય ને જતો રયો.પછી તો મને કાય ચેન જ નતુ પડતું.મને ને આવી બોવ તેવહતી નાની નાની વાત ક મોટી વાત હોય પણ પપ્પા ને બધું જ કઈ દેતી અને તોજ મને ચેન પડે નકર મને વિચારો જ આવ્યા કરે.પછી મે પપ્પા ને ભાઈ સવારે કઈ કે એના પેલા જ કય દીધું રાતે જ કેમ ક મારા પર વિશ્વાસ પપ્પા નર બોવ જ અમ.તો મે પપ્પા ને કીધું કે પપ્પા મારાથી ભૂલ થાઈ ગઈ એક ક હુ એક છોકરા જોડે વાત કરું છું ફ્રેન્ડ છે મારો એ.અમે ખાલી વાત જ કરીયે.પછી પ્પ્પા કહે કે એવું નો કરાય એમ તો મે પપ્પા પાસે ક્યારેક વાત કરીશ એમ પરમિશન માંગી લીધી તી ને પપ્પા એ હા પણ પાડી હતી.
પછી એમજ દિવસો વીતવા લાગ્યા ને અમારું 12 નું ટ્યૂશન પણ શરૂ થઈ ગયા તા.પછી એમ તો ક્યારેય મળતા નય નકકિ કર્યા મુજબ પછી એક વાર મારે એમને જોવા તા એટલા માટે કાર્યા સર ના ટ્યૂશન ની બાર્ સામેના રોડ પર ઉભવા કીધેલ ને અમે છૂટવાનો ટાઈમ પણ કીધેલ એટલે અમે છુટુીએ ત્યારે એ ત્યાં આવી જાય એમ....તો એ ટાઈમે મે એમને દૂર થી જ જોયેલા એમ.બસ એમજ મારુ 12 ધોરણ શરૂ હતું તો વાત ન કરતા.ખાલી ક્યારેક જોવાનું મન થાય તો sms કરતિ એમને કે તમે આવજો મળવા નય પણ મારે જોવા જ છે તમને એમ.
પછી એમના જન્મદિવસે એટલે ક 22/૦૯/૨૦૧૯ birthday wish કરવા માટે બોલાવેલા.અને ટ્યૂશન થી છૂટ્યા પછી હુ થોડી વાર બધા ગયા ત્યા સુધી ત્યાંજ રોકાય .પછી જિજ્ઞેશ ત્યા આવ્યાતો મે એટલા નજીક આજ પેલી વાર્ જોયાં હતાં તો થોડું મન ને એવું લાગ્યું.પણ હાથ મિલાવીને વિશ કરવાની હિંમત ન ચાલી ત્યાં તો હજુ આવીને જીજ્ઞેશ ઊભા જ રયા ને તરત જ કે બે મિનિટ ઊભ હુ આવું એવું કહી એ ચોકોલેટ લેવા ગયા ને મોટી એક ચોકોલેટ લાય ને આવી ગયા.હવે મનર તો એટલી મોટી ચોકોલેટ ભાવે પણ નય.ને ઘરે પણ ન લઈ જવાય.તો પણ એમની પાસે થી ચોકોલેટ લીધી.પછી birthday wish હાથ મિલાવીને કરી એ પણ ડરતા ડરતા.કેમ્ કે એ ટાઈમે ડર બોવ જ લાગતો કે કોઈ જોય જસે તો શુ થશે એમ.મને હજુ પણ યાદ છે એ દિવસ કે જીજ્ઞેશ એ ટાઈમે લાલ આડી ઊભ લીંટી વાળો શર્ટ -જિન્સ પેરીને આવેલા ને મે વાદળ ટીશર્ટ ને જીન્સ.બસ એ પેલી જ દિવસ એવો હતો કે અમે પેલી વાર હાથ મેળવેલો.
પેલી આપેલ ચોકોલેટ અપમાન ન કરાય એટલે ઘરે અવિને એક ટુકડો ખાધો ને બીજી બાર ફેંકી દીધી.બસ પછી શું મારોપણ જન્મ દવસ આવતો જ હતો પછી ના મહિને.તો બીજી વાર્ અમે મારા birthday ના day પીલગાર્ડર્ન વાળા રસ્તે મળ્યા.હુ ગરીબ લોકો ને બિસ્કીટ આપવા ના બહાને બાર આવી તી.પછી બિસ્કિટ આપી ને જીજ્ઞેશ ને ચોકોલેટ આપી એના જેમ બોવ મોટી ચોકોલેટ તો નય પણ નાની નાની બે કીટ કેટ ચોકોલેટ આપી.ને એમને મને એક ઘડિયાળ ભેટ આપી હતી.જે ડાર્ક brown કલર ની હતી.એ લય ને હુ ઘરે આવતી રય. જિજ્ઞેશ મને કીધું કે ક્યાંક ફરવા જયે પણ મને ડર લાગતો કે ઘર નું કોક જોશે તો ખરાબ લાગશે.
બસ એ દિવસ પછી અમે પરિક્ષા નજીક હતી એટલે ફરી વાત કરવાનું બન્દ કરી દીધું ને હુ ફરી પરીક્ષા ની ત્યારી માં લાગી ગય કેમ ક 12 વિજ્ઞાન પ્રવાહ હતો જે બોવ અઘરું હતું પાસ કરવું એટલે મહેનત તો કરવીજ પડે ને .નકર સપના બધા જ અધૂરા રહી જાય.ધીમે ધીમે પરીક્ષા નજીક આવવા લાગી ને મન માં પરિક્ષા નો ડર પણ હતો ને વિશ્વાસ પણ હતો ક આખું વર્ષ મેહનત કરી છેને એટલે પરીક્ષા સારી જ જસે એમ.પછી શું હોય પરીક્ષા શરૂ થાય ને last day ના.સાંજના ઘરે આવી પેપર આપીને એટલે પેલો જ મેસેજ જિજ્ઞેશ ને કર્યો ને વાત કરી.
બસ પછી અમારી લવ સ્ટોરી નો નવો અધ્યાય કયો કે ચેપ્ટર કહો એ શરૂ થયું.પરિક્ષા પત્યા પછી હવે અમે યારે ટાઈમ મળે ત્યારે વાત કરતા ને ત્યારે તો જીજ્ઞેશ પણ ફ્રી હોતા ને જો ફ્રી ન હોય તો પણ ફ્રી થય જતા મારી જોડે વાત કરવા માટે.ને અમારું ભાવી ભવિષ્ય તો જુવો પરીક્ષા એ બીજા જ day થી કોરોના રોગ ના લીધે લોક ડાઉન પડ્યું એટલે બધા જ ધંધા બન્દ ને કોય ને પણ ઘર ની બાર્ નીકળવાનું મન્જુરી જ ન હતી.emargency હોય તોજ બાકી કોય ને પણ બાર્ નય જવાનું.એવા ટાઈમે અમે લોકો વાત કરવા ફ્રી તો થય જતા પણ મારી પાસે સ્વીચ વાળ જીઓ નો સાદો મોબાઈલ હતો ને એ ઓન બરાબર ચાલતો પણ ન હતો.જોકે એમાં ન્યૂ મોબાઈલ લ્યે એટલે એનું સીમ કાર્ડ પણ ન્યૂ જ લેવું પડે જોડે તો એ લીધો.પછી મને જુના ફેસબુક id ફરીથી લેતા ન આવડતું ને જૂનું કાર્ડ બન્દ હતું જેથી મેસેજ થી પણ જૂનું આઇ ડી ન ખોલી શકીયે.એટલે મે એક ન્યૂ આઈડી બનાવ્યું ફરીથી.પછી અમે લોકો કોરોના વેકેશન હતું જ એટલે ફ્રી જ હોતા તો વાત અમારી થયા કરતી.હવે રોજ વાતો થવા લાગી એટલે એક બીજા ને ધીમે ધીમે ઓળખવા લાગ્યા.ને મને એની આદત થવા લાગી ને એ આદત ને હુ પ્રેમ સમજી બેઠી થી.
પછી મે એમને ઓળખવા માટે કે એ મને બેવકૂફ તો નથી બનાવતા ને એ જાણવા માટે મે એક બીજા નામે ફેસબુક આઈ ડી બનાવ્યું ને એમાથિ હુ ક્યારેક મેસેજ કરતી તો પણ એમને મારી વાત કરવાની રીત ખબર હોવાથી એ મને એમાં પણ ઓળખી ગયા ને પછી થોડો જગડો પણ થયો.એને કેવ હતું ખબર કે ગમે તે થાય વાંક એનો હોય તો પણ એ મને નો sorry બોલે ક ભૂલ સ્વીકારે પણ મને અની આદત હતી ને એના લીધે હુ વધુ કાય કઈ પણ ન શકતી.એવું તો ફેસબુક વાળું તો કેટલીવાર થયું ક અલગ અલગ આઈડી માંથી વાત કરિને હુ ચેક કરતી કે એ તરત કોઈ છોકરી ને ચાહવા લાગે છે કે કેમ છે અનુ વ્યક્તિતવ એમ કેમ કે મને એટલો બધો કાઈ જિજ્ઞેશ નો અનુભવ નતો આતો બસ ધીમે ધીમે આદત પડી ગયતિ એટલે વાત કર્યા વગર પણ નતુ ચાલતું.ને જિજ્ઞેશ ને મારી આજ કમજોરી ની જાણ થય ગઈ તી કે મને એની જોડે હવે વાત કર્યા વિના નતુ ચાલતું એમ ને તો પણ એ મને ક્યારેય સામેથી મેસેજ કે વાત ન કરે.ભૂલ ન સ્વીકારે,માફી ન માંગે.એને જાણે મારાથી કાઈ મતલબ જ ન હોય એમ. એ મારા ભીખ.માંગીયે એમ કરીયે ત્યારે તો એ વાત કરવા માટે આવે મારી જોડે.હવે રોજ વાતો કરતા એટલે ધીમે ધીમે હુ એને જાણવા લાગી તી કે એને મારાથી એટલા ટાઈમમાં હજુ કાઈ લાગણી જ નથી થઈ જેને આપણે પ્રેમ કહી શકીયે.બસ એમજ ને એમજ રોજ રોજ જગડા થવા લાગ્યા ને જગડો થાય ને પછી જીજ્ઞેશ એક વાર્ પણ પાછું વાળી ન જોવે કે આપણી શુ હાલત હશે એમ.એને બસ દેખાતું હોય તો એ પોતાનો ego, attitude બસ એ સિવાઈ આપણી લાગણી શુ એની સાથે તો કાઈ જ લેવા દેવા નય એને .એમજ મને અનાથી કંટાળો આવા લાગ્યો હતો પણ આદત છોડવા માટે ઘણી ટ્રાય કરતી પણ ખબર નય એ વ્યસન કેવું બની ગયું કે છૂટતું જ નથી....ધીમે.ધીમે વેકેશન ના.દિવસો પુરા થવા લાગ્યા એક બાજું future નું ટેંશન એક બાજું એ લવના વ્યસન નું ટેંશન રેતુ..........હવે ની સ્ટોરી આવતા ચેપ્ટરમાં .......

