STORYMIRROR

pooja dabhi

Abstract

3  

pooja dabhi

Abstract

મારી જર્ની -૪

મારી જર્ની -૪

2 mins
353

નર્સિંગમાં એડમિશન મળ્યા પછી એમ તો મારું પહેલું વર્ષ ઑક્ટોબર મહિનામાં થાય કેમ કે બધી આગળની બેચ ને નવું વર્ષ ત્યારે જ થતું હતું પરંતુ અમારી બેચ નવા એક ઈતિહાસની જેમ હતી. કેમ કે કોરોના(ભયંકર રોગ)આવ્યો એની બધા ને ખબર જ છે બસ એ અમારી આગળ-પાછળ બધીજ બેચ માટે એ ખુબજ ફાયદો કરી ગયો કેમ કે માસ પ્રમોશન જો મળ્યું છે બધાને બે-બે વર્ષ નું .....

 પરંતુ સારું છે કે અમને એક પણ વર્ષ નું નથી મળયું કારણ કે ભણ્યા વિના...... માસ પ્રમોશન તો "માંગીને ખાધેલ રોટલી જેમ" છે

એટલે મારું પહેલું વર્ષ આ કોરોનાના લીધે મોડું શરૂ થયું'તું ઑક્ટોબર ના લીધે જાન્યુઆરી મહિનામાં શરૂ થયું'તું. પહેલી વાર અમને કોલેજમાં જાન્યુઆરી ૬ તારીખે એડમિશન અને આપેલા બધા ડૉક્યુમેન્ટ્સ ક્મ્પલેેટ કરાવવા બોલાવ્યાં હતાં પોતાના વાલી સાથે...હું અને પપ્પા આવ્યા'તા મહેસાણા મિટિંગમાં....ત્યારે મારી પહેેેલી મુલાકાત કૈલાસ અને અમૃતા સાથે થઈ . 

પછી મારું અને કૈલાસનુું મળવાાનું તો બનતુું રહેેતું'તું કેમ કે કોલેજ માંથી હોસ્પિટલ નુું ફિઝિકલ ફિટનેસનું સર્ટી લાવવાનું કહ્યું હતું કેમ કે નર્સિંગ સ્કુલ હતી તો દરદી સાથે વધારે સંંપર્ક માં રહેવાનું હોય એટલે પોતાની તંદુરસ્તી જરૂરી છે ને.... તો એ માટે મારે અને કૈલાસ ને મળવાનું થતું રહેતું...પછી ઑનલાઇન કલાસિક શરૂ થયા કોલેજ ના પણ એ કશાય કામનુું નહિ કેમ કે હર લેક્ચરમાં કયારેક મેડમ હાજર ન હોય,કયારેક નેટવર્ક પ્રોબલમ હોય,અમુક વખતે લેક્ચરમાં બેસીએ પરંંતુ અત્યાર સુધી સામે ટિચર હોતા અને હાલ ઑનલાઇનમાં ભણવાાનું એટલે અજીબ લાગતું કેમ કે સમજવાનો પ્રયત્ન કરતા ઘણો પણ સમજાતું કશું નઈ પણ શું કરીએ લેક્ચર તો પણ ભરવા પડે ને.

ઑનલાઇન લેક્ચર હોય એના પહેલાં એકદિવસ જે સમજાવવાનું હોય તેના ફોટા ગ્રૂપમાં મોકલી દેતા એમ લગભગ ૧ મહિનો ઑનલાઇન લેક્ચર ચાલું રહયાા. ... પછી થોડા દિવસ બાદ અમને ઑનલાઇન કોલેજ શરૂ કરી બોલાવવામાંં આવ્યા.... ઑફલાઇન કોલેજમાં ૨૪/૨/૨૦૨૧ બોલાવ્યા હતા જેમને હોસ્ટેલ માં રહેવાનું 

હોય તેમને બધો રહેવાનો સામાન લઈ આવવો એવી સૂચના અમને આપી હતી તો મારે હોસ્ટેલ હાજર થવા માં બે દિવસ મોડુંં થયું હતું !

કેમ કે મોટા બંને બહેનો લગ્ન ૨૨/૨ હતાં તો હવે બે દિવસમાં કેમ બધુું તૈયાર થાય તો હું બે દિવસ મોડી હાજર થઈ હતી..... હવે ઘરમાં સગી બહેનો ના લગ્ન એટલે કામ હોય જ ને અને થવાની નોટિસ પણ ૨૨/૨ એટલે બે-ત્રણ દિવસ પહેલા એટલે બધું તૈયાર કરતાં બે દિવસ થયા તો બે દિવસ કોલેજ હોસ્ટેેેેલ પણ મોડી ....હાજર થઈ.... 

 હવે અહીંથી મારી લાઈફે એક નવો મોડ લીધો જેણે હવે મારું જીવન, રહેણીકરણીમાં પણ બદલી નાખી એવું લાગવા લાગ્યું...

ખરેખર એવું જ લાાગે છે આ મોડ જીવન નો મુશ્કેલ પણ હશે, અને લાઈફ કયારે કેમ જીવવું પણ શિખવશે............ ( આગળ) ........ 


Rate this content
Log in

Similar gujarati story from Abstract