પ્રેમ નથી પેલા જેવો
પ્રેમ નથી પેલા જેવો
હે કાન્હા ,કે નથી હવે પ્રેમ પેલા જેવો
કે નથી ખબર કે એ પ્રેમ જ હતો કે વ્યસન
કે કાન્હા, પેલા વાત કરવા માટે ટાઈમ જ ટાઈમ હતો
આજે વાત કરવા ટાઈમ શોધવો પડે છે
તો કાન્હા, એ પ્રેમ હતો કે વ્યસન ?
હે કાન્હા, પેલા મળવા માટે રાત દિવસ વાટ જોતાં ત્યારે ક્યારેક દૂર થી એક નજર જોવા મળતા
આજે સાથે હોવા છતાં પણ અજનબી છયે
એટલે જ કાન્હા, કે નથી હવે પ્રેમ પેલા જેવો
હે કાન્હા,
પેલા બીજા લોકો વચ્ચે વાત કરતા પણ અચકાતા
અને આજે દસ લોકો વચ્ચે કાન્હા,
બેઈજ્જત કરતા પણ નથી અચકાતા
તો કાન્હા,એ બનવાટ હતી કે ખરેખર પ્રેમ જ ?
હે કાન્હા, પેલા એક આસું થી મન ભાંગી જતું
આજે રોજ રડાવી ને પણ એના મન શાંત છે
તો કાન્હા,આવી જિંદગી ની બનાવટ ક્યાં ગુના માટે ?
હે કાન્હા,પેલા પ્રેમ હતો જેના માટે
આજ રોજ એ નફરત માં ફેરવાઈ ગયા
તો કાન્હા,તે કેમ મને પ્રેમ કરતા સજા આપી?
હે કાન્હા,શું સાચે માં આ પ્રેમ જ નતો ?
📝🔏 -pooja dabhi

