મારી જર્ની ભાગ- ૫
મારી જર્ની ભાગ- ૫
હવે જીવન તો એક રમત છે સાચું ને ! જીવનમાં આગળ વધવા માટે ઘણું ગુમાવવું પડે છે, ઘણું જતું પણ કરવું પડે છે. Life is like... It was easy game not but if you play with life easy... મારા પહેલા નવા અનુભવ ની શરૂઆત થઈ રહી હતી જે હોસ્ટલ નો અનુભવ હતો.
પહેલી વાર હોસ્ટેલમાં જવાનું હતું એટલે પહેલીવાર કૉલેજ આવ્યા ત્યારે પપ્પા સાથે આવ્યા'તા અને હોસ્ટેલ વખતે સોનાબેન મુકવા આવી હતી. રાત્રે ૧૧ વાગ્યે ઘરેથી નીકળ્યા'તા પછી પહોંચીને લગભગ ૯ વાગ્યા આજુુબાજ હોસ્ટેલમાં આવ્યાં. ત્યાર પછી હોસ્ટેલના વૉર્ડન સિસ્ટરની પાસે રજિસ્ટર્ડ એન્ટ્રી કરાવી અને રૂમમાં સામાન મુકીને પછી બજારમાં બધી પોતાને જોઈતી વસ્તુ લેવા માટે ગયા
લઈ ને આવ્યા પછી બેેનને એ મુુુકીને જતાં રહ્યાં હતાં. અમે કૉલેજ ગયા બધા સાથે બપોરે જમવા આવ્યા મને હજુ યાદ છે એ દિવસની તારીખ, વાર, પેલા દિવસનું હોસ્ટેલ નું જમવાનું. સવારે ભાખરી અને ચા ખાધું, બપોરે બટાટા, રિંગણ, વટાણા, ફલાવર, બધું કેટલું બધું મિક્ષ કરીને બનાવેલ એ શાક, રોટલી, દાળ-ભાત. તે દિવસ પણ શુક્રવાર હતો તારીખ ૨૬/૨/૨૦૨૧ હતું અને પ્રથમ વરસનો વર્ષના છેલ્લા દિવસે પણ શુક્રવાર હતો
પછી અમે લગભગ દોઢ મહિના જેવું ભણ્યા હશું ત્યાતો આપણને બધાને ગમતી અને ખુબ જ હેરાન કરતી કોરોના મહામારીનો બીજો સ્ટેજ આવી ચુક્યો. જેના લીધે દોઢ મહિનો ભણીને ઘરે મોકલવામાં આવ્યા કેમ કે આટલા બધા સ્ટુડન્ટની જવાબદારી અને કોરોના ની વધતી અસર એટલે ખૂબ જ રિસ્ક એમ એટલે અમારી સેફટી માટે ધરે જવાનું કહ્યું અમને બધાને.
પણ મને શું ખબર કે જયારની હું હોસ્ટેલમાં ગઈ ત્યારની હું માારા ઘરની મહેેેમાન બની જઈશ એમ ખરેખર બન્યું એવું કે કોરોના વધતા ઘરે આવી પણ ઘરે આવી ત્યા બે-ત્રણ દિવસ થયા ત્યાં જ ભાવનગર સર્ટીમાંથી ફોન આવ્યો કે કોરોના દર્દી માટે આવો એમ તો ઘરે પુછયું બધા ને કે જાવ એમ ત્યારે મમ્મી-પપ્પા એતો હા જ કીધું હતું પણ કાકા, દાદા, મોટા ભાઈઓ કહે કે શું કામ જવું છે તારે એમ ન જા તો સારું એમ પણ મને મમ્મી લોકોએ હા કહ્યું હતું એટલે હું ગઈ હતી.
પણ આ કોરોનાના કપરા સમયમાં હું કોઈકની સેવા કરી શકી એજ ખૂબ મહત્વનું છે. મેં લગભગ ૪૦ દિવસ જેટલું યોગદાન આપ્યું સેવામાં પણ એટલો પુરો પોતાની જાત પર વિશ્વાસ છે કે જે કાંઈ કામ કર્યું હતું તે ખરાં દિલથી કર્યુ તું. અને એજ વધેલા કોરોનાના ટાઈમે એક બાજુ ઘરે ભાઈ-ભાભીનુ઼ં બેબી આવ્યું. ઘર આખું હર્ષ, ઉલ્લાસથી ભરેલું અને એક બાજુ કોરોનાના દર્દી પાસે જવાનું પણ મેં બંને કામ કર્યા. ખુશી પણ અને યોગદાન પણ. પણ હા એ વખતે ખુશી તો મનાવી પણ બેબીને સ્પર્ષ કર્યા વિના. કેમ કે કયાંક કોરોનાનું ઈન્ફેકશન લાગી જાય તો. બસ એમજ મારું કોવિડ લીવ પુરૂં થઈ ગયું પછી તો ફરી અમારી નવી દુનિયા માં બોલાવી લીધા હતા .
પછી તો શું જે કામ અધુરું હતું એ પુરું કરવા માટે ફરી મહેસાણા આવી ગઈ. અને આવતાની સાથે જ શું થયું ખબર ? અમે ગયા હતા. અડધી થીયરીકલ સ્ટડી્ કરીને અને આવ્યા એટલે બીજા જ દિવસથી હૉસ્પિટલમાં ડયુટીમાં મુકી દીધા. પછી શું રોજ સાંજે સવારે એક જ કામ જાગવાનું, જાગીને પછી ચા નાસ્તો કરીને તૈયાર થવાનું અને આખો દિવસ ડયુટી કરવાની અને આવીને પોત પોતાનું કામ કરવાનું. બસ આજ રોજનો દિવસ બની ગયો. આખો દિવસ હૉસ્ટેલમાં રહીયે એટલે પછી રવિવારે બહાર બજારમાં રખડવા નિકળીએ બધા ફ્રેન્ડ પછી બધા પાણી પુરીખાય અને હું ઠંડુું ખાવ
ક્રમશ:
