pooja dabhi

Classics

3  

pooja dabhi

Classics

મારી જર્ની ભાગ-૭

મારી જર્ની ભાગ-૭

3 mins
160


નવું શરૂ થયું મારું નર્સિંગમાં બીજું વર્ષ. આજથી વરસતા વરસાદ પછીના લીલોતરીની જેમ પહેલા પછી બીજા વર્ષના એક નવા અનુભવની શરૂઆત થઈ ગઈ. શરૂઆતમાં તો નવું નવું ભણવું વાંચવું વધુ ગમતું હતું પણ જયારથી ફરી હૉસ્પિટલમાં ડયુટી શરૂ થઈ ત્યારથી આખો દિવસ ડયુટી પછી વાંચવામાં ફરી જીરો. અહિં હૉસ્ટેલમાં આ ટાઈમ એવો લાગતો હતો કે જાણે હવે મારી પાસે કોઈ ખુશી જ નતી રહી.     

અહીં મારું બીજું વર્ષ શરૂ થયું અને ઘરે પપ્પાને ઈન્ફેકશનના પ્રોબ્લમના કારણે ઑપરેશન કરાવવાનું હતું. મારા ઘરના કાકા દાદા ભાઈ બધા પપ્પા જોડે રહે એટલે અમારે દિકરીઓ એ જવાનું થતું નઈ. અને મને અહીં કૉલેજમાંથી વધુ રજા પણ નતા આપતાં અને એક દિવસ માટે આવવું જવું મને ભારે પડતું'તું. કેમકે જવાથી પ્રોબ્લમ નતો બસનો પ્રોબ્લમ હતો. અને અહીંથી ટ્રાવેલ પણ ૭-૮ કલાકનું તો વારંવાર જઈ-આવી ન શકાય. અને આ ટાઈમ એવો અઘરો વિત્યોને કે જેમની પાસે ખાલી આશા જ હતી કે કોઈ બીજા હશે કે નહિ પણ આતો હશે જ એમ પણ હું ખોટી સાબિત થઈ ખરેખર એજ ટાઈમ મારાથી દૂર રહયા જેટલાને પોતાના માન્યા હતા, એટલા જ એ પારકા બનીને રહયા. ખરેખર મારે આ ટાઈમ હિંમતની જરૂર હતી. બીજી કોઈ આશા જ નતી કોઈ પાસેથી. કેમ કે કેવાય છે કે ખુશી કરતાં દુખમાં સાથે રહેનાર વધુ યાદ રહી જાય છે. 

પણ અફસોસ બીજો કશોજ ન થયો બસ એટલો જ થયો કદાચ મેં જ જરૂર કરતાં વધુ માંગી લીધુંં હશે કંઈક. પછી શું બસ મનને જ પોતાની જાતને મકકમ બનાવી લીધું. બસ પોતે જ એટલી મજબૂત બની કે કોઈ મને હવે પછી નિરાશ કરી જ શકે નહિ. 

હવે એકબાજુ પપ્પાનું ઑપરેશન માટે તારીખ નકકી કહી. ડૉક્ટર મોટા ઘરે મોટા પ્પ્પાના છોકરાનાા મેરેેજની તારીખ એજ. હવે તેમના ઘરનો એટલો સારો પ્રસંગ કંઈ મારા પપ્પાના કારણે બંંધ તો તો રાખવાનો કોઈ સવાલ જ નથી. હું અહીંથી મેરેેજની રજા લઈને ઘરે આવી. જોકે મારા પપ્પા હૉસ્પિટલમાં હતાં અને મારા પપ્પા વિના મારી હરેેક ખુશી અધુરી છે. આજ પહેલીવાર પહેલા એવા મેેેરેજ એટેન્ડ કર્યા હતા જેમાં મારા મમ્મી-પ્પ્પા હાજર નતા. ખરેખર મમ્મી પપ્પા વિના ઘર પરિવારમાં અમારું ભાઈ-ભાભી બહેનનુ કોઇ અસ્તિત્વ જ નથી ેએ આજે અનુભવ થયો.

એમ તો મેેેરેજ વખતે બધા હાજર હતા. અમારી સાથે પણ હતાં પણ છતાં પણ હંમેશાની જેમ અમને કયાંકને કયાંક કોઈ અંદરથી કોઈ બહારથી ધુુુત્કાર કરતું તું અમારું. પણ અમે બધી જ રીતે પહેલાથી જ લાચાર હોઈએ છીએ કેમ કે ફેમિલી પૈૈસા ટકે બધી રીતે બધાના ઘરે બરાબર છે પણ અમાારુું બધાની જેટલું સારું નથી. ેએટલે અમારા પ્રત્યે લાગણી પણ એવી જ.

અને આજે મેરેજના દિવસે પપ્પાના ઑપરેશનને પાંંચ દિવસ થયા હતા. પણ મારી મારા પપ્પા સાથે વાત નતી થઈ. ેેેેેેેેેતયારે પોતાની જાતને એટલું એકલું પહેલા કયારેય નતુું અનુભવ્યુ. અને મારા પપ્પાનું, એકલતાનું, કૉલેજની રજાનું બધુું ટેન્શન તો હતું જ પણ સાથે એક બીીજા સંંબધે પણ ખુુબ હેરાનકરી.

આ સંંબંધ એક ફ્રેન્ડશિપનો હતો કે જેના માટે મેં કાયમ હાજરી આપેલી અને ટાઈમે મારે કોઈ પૈૈસા કે બીજી લાલચ ન હતી. ખાલી સાથની જ જરૂર હતી ે એ પણ એ કેે એની મમ્મી ન આપી શકી. અને ઉપરથી મને સંભળાવી ગઈ કે તું આવી, તું આવું જ કર્યા કરે. પણ એ મારી વેેેેદના ન સમજી શકી. હું તો નાાની હતી એના કરતાં પણ. છતાં એના મમ્મી સાવનાના છોકરાા જેેેમ બની એ વખતે. એ એક ટાઈમ એવો ખરાબ કે કંઈજ કંઈ ન શકાય.

મારા સેકન્ડ (બીજા) વર્ષ થયાને ૩ મહિના જેવું થવા આવ્યું. જાણે એમજ લાગે મારી કોઈ લાઈફ જ નથી. શું કરવું એજ સમજાતું નથી. રોજ દિવસ ઉગેને કોલેજ કે હોસ્ટેલમાંથી કંઈક નવું ઈન્સટ્રક્શન સાંભળવાનું હોય જ. દિવસ પુરો થતા કામ કરીને નથી થાકી જતી, પણ મેન્ટલી થાકી જવાય છે. મનને એમ જ થયા કરે બધું કયારે, કેમ થશે. હું કરી શકીશ કે નહિ. પણ છતાં મનને મનાવ્યાં કરૂં કે 'હા બધું થઈ જશે સારું '

માંડ થોડું હળવાશનો અનુભવ થયો. હોળી ધુુળેટીમાંં ઘરે જઈ આવ્યા એટલે પણ પહેલાં જેમ ટેન્શન તો પાછળ પાછળ જ છે પહેલેથી.

આજે કોલેજમાં બોલાવ્યાં અને કહ્યું કે તમારે એટલા દિવસમાં હોસ્ટેલ રિનોવેશન થવાની એટલે તમાારે બહાર રહેવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. હવે અહીં અમે કોઈને પણ નહિ ઓળખતાં કે નહિ જાણતા તો કેમ મેનેજ કરવું બધુંં. બસ એજ વાત આખો દિવસ રાત મનમાં જ ફર્યા કરે છે. કાંઈ સુજવા જ નથી દેેેેતી. આજે ઊંઘ પણ ના પાડે છે કે હું નહી આવું તારી પાસે.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Classics