Mariyam Dhupli

Abstract Crime

2.1  

Mariyam Dhupli

Abstract Crime

પશુતા

પશુતા

1 min
14K


આઠ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર કરી એની હત્યા કરી દેવાય. ટેલિવિઝન ઉપર પ્રસારિત સમાચાર જોઈ લોહી ઉકળી ઉઠ્યું.

દૂર ટેબલ ઉપર પુસ્તકમાં ઘરકામ કરવામાં પરોવાયેલી પોતાની માસુમ બાળકી ઉપર નજર મંડાઈ. પશુતા ભર્યા સમાજ વચ્ચે પોતાની ઢીંગલીની સુરક્ષા અંગે એક પિતાનું હૃદય ચિંતા અને તાણમાં ગરકાવ થયું.

"જરા પગ ઉપર લેજો..."

ફર્શ સાફ કરવામાં વ્યસ્ત ગરીબ તરુણીના ફાટેલા વસ્ત્રોમાંથી સંતાકૂકડી કરતા શરીરના અંગો ઉપર નજર આવી જડાઈ.

અને ક્ષણભર માટે બધીજ ચિંતા અને તાણ વિસરાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract