પરિવાર ભાગ -૫
પરિવાર ભાગ -૫
'પ્લોટ એમને એટલા બધા રૂપિયામાં કેમ વેચવો છે !' ઘરડી આંખે મારા પિતાજી એ મારી સામે જોતા પૂછ્યું,ત્યારે મોંઘો કહેવાય અત્યારે એટલા રૂપિયાના માણસો સોનાના દાગીના પેરી ફરે છે ભલે પણ ત્યારના સમય પ્રમાણે એમને ખુબજ મોંઘો લાગ્યો પ્લોટ. 'અરે દીકરા આખું વરસ અમે કમાતાને તૈય પણ એટલા રૂપિયા ભેગા ન થતાં એને કેમ એટલા રૂપિયા આપી દેવા!' મારા કાકા બોલ્યા ત્યાં વચ્ચેથી મારા બીજા કાકા બોલ્યા 'અરે બધાને ખ્યાલ છે આપણી જમીનનું જરૂરિયાત ખૂબ છે ગરજનો ભાવ બોલે છે રોયાવ!
આવી ચર્ચા હવે રીતસર દિનચર્યાનો હિસ્સો બની ગઈ પરંતુ એક સારો પ્લોટ અમને મળ્યો ન હતો ! આમતો બધા મળતા એ પ્લોટ ખુબજ સરસ હતા પરંતુ બધા વડીલને પૈસા વધુ લાગતા, હું મારા કાકાના દીકરા થઈ દાદા પાસ એક દિવસ બેઠા. દાદાને સમજાવ્યા કહ્યું 'તમારા દીકરાને સમજવો દાદા મોંઘરત વધે છે અને દિવસેને દિવસે એ તો વધશે જને ! દાદા તમને જે ભાવે મકાન મળ્યું હતું એ ભાવે અત્યારે મળે ક્યો જોઈએ દાદા !' દાદા અમારી સામે જોઈ હસવા લાગ્યા,આજે તમે છો એજ જગ્યા એ કાલે તમારા પિતાજી હતા મે એ લોકોને કહ્યું એજ તમને કહું તમે પોતે રસ્તો કાઢો એવો જેથી તમારા વડીલનું દિલ ન દુભાય ! એ લોકોને એમ કહ્યું કે 'બાળકોનું દિલ ન દુભાય એવો રસ્તો કાઢો !' મારા ભાઈ અને મે થઈ દાદાને ખુબજ સમજાવ્યા કે મારા કાકા લોકોને સમજાવે પરંતુ દાદા ટસના મસ ન થાય ! કાકા લોકો બેઠા હતા ત્યાં હું ગયો મે કહ્યું કાકા ! મારે બોલપેન લેવી છે પૈસા દેશો ?કાકા કે લે ૨ રૂપિયા, મે કહ્યુ કાકા ૧૦પેન લાવું ને ?' 'અરે બેટા પાચમાંડ આવશે મોંઘવારી કેટલી છે.' કહી મારો વસો થાબડી એ ઊભા થયા.
મેં કહ્યું કાકા નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું દુઃખ ન લગાડતા માફી માગુ છું પણ કહું ?કાકા બોલપેનમાં મોંઘ્રત છે તો તો આપણે પ્લોટ લેવો છે થોડું તો... કહી હું અટકી ગયો. કાકા સમજી ગયા હોય એમ ઊભા થયા ,બોલ્યા થોડું તો મોંઘુ હોવાનું જ સ્વાભાવિક છે એમાં પણ મોઘરત આવી હોયને !અને ત્યાંથી અંદર ઘર બાજુ જવા લાગ્યા.
વધુ આવતા અંકે...
