Hetshri Keyur

Inspirational

3.9  

Hetshri Keyur

Inspirational

સ્ત્રી શક્તિ

સ્ત્રી શક્તિ

3 mins
231


"ચાલ ચાલ જટ કર બેટા."

"અરે શું છે થઈ જશે પોચી જશુ, અને કદાચ ન પોચી શકાય તો પણ શુ છે ભલે પડ્યુ, આવીને થઈ જશે"

પતી પત્ની વચ્ચેની વાત ચીત ચાલુ છે એવામા નાનકડી રાધિકા વચ્ચે બોલી પડે છે,

"પપ્પા, પાછા આવીને એમ ? અત્યારે પણ મમ્મી જ કરે છે તો પાછા આવી ને કોણ કરશે ? મમ્મીથી ત્રણ મહિના કામ થશે નહિ ખ્યાલ છે ને ? ડોક્ટર કાકાએ કહ્યું છે ? "

"અરે ખ્યાલ જ હોય ને ,તારી મમ્મી ન કરતી હોય તો શુ આપણે બધા કરીએ નહિ ! થઈ જશે એ ભલે આરામ કરશે ત્રણ મહિના તો શુ ત્રણ મહિના ઘર નહિ ચાલે !વાત કરે છે તુ !" કહી ખુંધુ હસી આશિષ ત્યાંથી રિપોર્ટ વગેરે ભેગા કરવા ચાલ્યો જાય છે.

મા અને દીકરી એકમેક સામે જોઈ બધુજ નિ:શબ્દ સંવાદ વડે એકબીજાને કહી દે છે અને માથે હાથ થોડો પટકી દિવ્યા તેની દીકરીને લઈ રિક્ષામા બેસવા લાગે છે.

વાત જાણે એમ છે આજથી સાત વર્ષ પહેલા દિવ્યાને ડાબા ગોઠણમા થોડો દુખાવો થયેલ, અને એ વાત આજે ઓપરેશન સુધી પહોંચેલી. વાત નાનકડી છે પરંતુ એમાં દરેક સ્ત્રીની અવર્ણનીય શક્તિ અપાર ઉલ્લેખનીય રીતે જણાઈ આવે એવુ છે.

દિવ્યાને સંતાનમા એક દીકરો અને એક દીકરી હતા,બંને ખુબજ નાના દીકરો બાર વર્ષ અને દીકરી દસની પણ નોહતી,તો સમજી શકાય કે આજથી સાત વર્ષ પહેલા એ બંનેની ઉંમર કેવડી હોય. નાના બાળકો એમા સાસુ અને સસરા બંનેનુ અવસાન થયેલ પતિ બહારગામ નોકરી કરે પરિણામે ઘર અને બાળકોની જવાબદારી તેમજ કુટુંબ સમાજ બધુજ દિવ્યા એકલે હાથે સાંભળતી. તો દુખાવા કારણે ડોક્ટરે આપેલ સલાહ મુજબ કે ચાલવુ નહિ, દાદરા ચડ ઉતર ન કરવા જેવી અનેક પરેજી દિવ્યાથી પાળી શકવી અશક્ય. કારણ ટૂંકમા કહીએ તો દિવ્યા જો પરેજી પાલે તો એના બાળકોને કોણ પાલે ? છે રમૂજમા ઘણુ દુઃખદ બનાવ. પણ સ્ત્રી છે એની અવર્ણનીય શક્તિ કોઈથી કળી ન શકાય કે જે પોતાના સંતાન, પતિ અને ઘર માટે પોતાની તબિયત પણ ભૂલી જાય તો એમા થયુ એવુ કે કાળજી ન રાખવાને કારણે દિવ્યાના ગોઠણમા ગાદી સાવ જ ભાંગી ગઈ હવે ? ડોક્ટર એ કહ્યુ ઓપરેશન કરવું પડે, પણ દિવ્યા એ પાછુ એજ બધા કારણો મુજબ ઠેલ્યુ ઓપરેશન કે ઘર બાળકો બધુજ કોણ સંભાળશે ?

અને હવે છેલ્લા બે અઠવાડિયાથી દિવ્યાનો ગોઠણ બેઠા બેઠા પણ વળી જતો હતો, ડોક્ટરને દેખાડ્યા બાદ ખ્યાલ આવ્યો એના તાનિયા તૂટી ગયા છે અને બીજી પણ ઘણી ગોઠણમા ગંભીર ઇજા થઇ છે જેને કારણે દિવ્યાનુ ઓપરેશન બે દિવસ પણ ઠેલાય એમ નહિ. છતા દિવ્યાએ એક મહિનો ઠેલ્યુ ઓપરેશન પગમા સળિયા વાળો મોટો પાટ બાંધી ઘર સંભાળે તેમજ બાળકો અને પતિ, હા કોઈ કહેશે પતિ ન કરી શકે આ બધુ ! તો એની ફરજ છે ! પરંતુ સ્ત્રી છે પતીને ક્યારેય બને ત્યા સુધી પોતાનામા શક્તિ હોય ત્યાં સુધી કામ કરવા આપે નહિ કે ન જવાબદારી સોપે, તો આજે આવી પરિસ્થિતિમા દિવ્યા જાય છે ઓપરેશન કરાવવા એ પણ ન છૂટકે અને ઓપરેશન તાત્કાલિક કરવુ પડે ખ્યાલ આવવા છતા બાળકોની પરીક્ષા પૂર્ણ થયા બાદ પતીને રજાનો મેલ થયો પછી.

ઓપરેશન નિર્વિઘ્ને પતી જાય છે અને દિવ્યા ઘરે આવે છે મહિનાથી બે મહિનામા ઘર પહેલા જેવુ હતુ એવુ જ થઈ જાય છે એકદમ બોલ ચાલ અને હરેલ ભરેલ,અને કાયમ જેમ અમુક અવાજો ઘરમાંથી આવવા લાગે છે.


"એ દિવ્યા !આને તૈયાર નથી કરી હજી ?રિક્ષા આવશે કેટલી વાર ! મારે શનિવાર છે રજા છે એનો મતલબ એ કે હુ કામ કરુ ?આરામ કરવા દે ભાઈ રિક્ષા આવશે ત્યા નઈ પોચી તો મારે મૂકવા જવાનુ ?"

"અરે પોચી જશે ! ન પોચી તો હુ છુ ને ! મૂકી આવીશ, તમે તમારી વેબ સિરીઝ જોવો હુ આવીને તમને રોટલી ઉતારી દઉ.

એવામા બહારથી દોડતો દોડતો મયંક આવે છે,

"મમ્મી !મારા દોસ્તાર આવે છે આજે તો એને પીઝા ખાવાનો છે અને હા એક દોસ્તારનો જન્મ દિવસ છે મને કેક બનાવી દઈશ ?

આ છે સ્ત્રીની અવર્ણનીય શક્તિ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational