Hetshri Keyur

Romance

3  

Hetshri Keyur

Romance

શ્યામ રક્ત રંગ

શ્યામ રક્ત રંગ

4 mins
157


પ્રેમનો રંગ એટલે લાલ પ્રેમની પરિભાષા યાદ આવે એટલે લાલ રંગ યાદ આવી જાય એ સર્વ સામાન્ય વાત છે, પ્રેમનું પ્રતિક ગુલાબ લાલ રંગ, પ્રેમની મંઝિલ મળે સેથીએ પુરાય એ લાલ રંગ, પ્રિયતમ કે પ્રિયતમા સામે દેખાય અને સ્મિતમાં છલકે એ લાલ રંગ લાલ રંગ એટલે રક્તનો રંગ રગેરગમાં પ્રિયતમા કે પ્રિયતમ પેસી જાય છે, ધડકનમાં સમાઈ જાય છે માટેજ તો એનો રંગ કદાચ રક્તનો રંગ હોય ખરું ને ?

તો આવા જ રક્ત રંગે રંગાયેલ નિશાંતની યાદમાં ખોવાયેલ ઈશાની જુવાનીનાં પગથિયે સોળે કળા એ ખીલેલી એની સ્વરૂપવાન સુદ્રઢ બાંધા વાળી શરીર શોષ્ઠવ ધરાવતી યુવતી કાલે આવનાર ઘૂળેટી નાં તેહવાર માટે અતિ ઉત્સાહિત એના વિચારમાં ખોવાયેલ કબાટ ની સામે જોઈ રહી હતી જાણે નવા વર્ષ માટે તૈયાર થવાનું હોય, અરે ધુળેટીમાં જીર્ણ થઈ ચૂકેલા કપડાં માણસો પહેરે પરંતુ ઈશાની ને તો નિશાંત માટે તૈયાર થવાનું હતું તો એ એવા કપડાં પહેરવા વિશે વિચારી સુધ્ધા શકે નહિ, માંડ એક ડ્રેસ પસંદ આવ્યો હાથમાં લઈ તુરંત મૂકી કબાટ બંધ કરી કબાટ પાસે બેસી ખુબજ આક્રંદ કરી રડવા લાગી.

"ઈશાની ! એ ઈશાની ? શું થયું ? શુકામ હોળ જેવા તહેવારમાં રોવે છે ? ડ્રેસ લઈ જટ નીચે ચાલ આપણે હોળી પૂજવા મોટા પાપા ને ઘરે જવાનું છે ને ? અને રાત પણ ત્યાં રોકાવાનું છે ને બેટા, કેમ આમ કરે છે ? તું જવાબ નહીં દે મને લાગે હુજ આવું છું, "

કહેતા એની માતા ઉપર આવે છે, હાથમાં ડ્રેસ પકડેલ અને સુકાઈ ગયેલ નજરે સ્થિર અવસ્થામાં બેઠેલ ઈશાની જોઈ ગીતા ને સવાલ થાય છે,

"એ ડ્રેસ કાઢી લીધો તો ચાલ ને ! રોવાનું શું છે ? શું થયું ? નવો ડ્રેસ નહીં લઈ દઉં હો, બા'ના છે તારા બધા, બોલતા નજર ઈશાની પર પડતાં લાગે છે કૈક અલગ છે અને પાસે બેસી પૂછે છે શું થયું કે બેટા........"

"માં ! શ્યામ રંગ ! મને નફરત છે શ્યામ રંગથી....."

બોલતા ડ્રેસ રીતસર નો ઘા કરે છે .

ગીતા ને કઈજ સમજાતું નથી અને 

" નીચે આવ નાટક કરતી" કહેતા પોતે જાય છે અને દીકરી ને નીચે જવા કહે છે ....અને ઈશાની ભૂતકાળ ની સાંકડી ગલી માં શ્યામ રક્ત રંગમાં ખોવાઈ પડે છે ........

વાત જાણે એમ છે આજથી ૫ માસ પહેલાં ઈશાની ની કૉલેજ માં ભણતો એક યુવક નામે યુવરાજ ઈશાની ને કોલેજ માં આવી ત્યારથી એની પાછળ પડો કે એ એને પ્રેમ કરે છે, એની વગર જીવી નહિ શકે બધુજ કહી રોજ એને કહેતો કે એની જોડે ઈશાની વાત કરે એમાં થી ઈશાની ને ક્યારે એની જોડે સાચો પ્રેમ થઈ ગયો ખ્યાલ પણ આવ્યો નહિ, અને એની દુનિયા રક્ત રંગે રંગાઈ ગઈ, ઈશાની અને યુવરાજ અત્યંત નજીક આવતા ગયા એટલા નજીક કે ઈશાની એની જોડે બહાના કાઢી હોટેલોમાં જવા લાગી, બંને વિડિયો કોલસ કરતા, ફોન માં આખો દિવસ રાત વાતો કરતા, પરંતુ એક દિવસ.........

"યુવી !"કરતી ઈશાની યુવરાજ ને ભેટી પડી .....

"શું થયું બેબી ? "

કહેતા માથે હાથ ફેરવતા યુવરાજ બોલ્યો,

"ઈમેજિન વોટ ? હું પ્રેગનેન્ટ છું ! યુવી તું બાપ બનવાનો છે !"

ઈશાની નાં ચેહરા પર નો ઉન્માદ ખુબજ મોજા ની જેમ ઉછલી રહ્યો હતો, પરંતુ બીજી જ ક્ષણે યુવરાજે એનો હાથ જટકી કહ્યું,

"શું ? અરે ગાંડી છો ? આ બાળક નો બાપ અને હું ? ખરેખર ઈશાની હે ? વોટ અ જોક ........"

"અરે આપણા પ્રેમ ની નિશાની છે યુવી આવું કેમ કહે છે આપણ વડીલો ને મનાવશું ......."

પણ યુવરાજ ત્યાંથી ઊભો થઈ જાય છે, અને કહે છે અત્યંત ખરાબ અવાજ થી, ઈશાની નાં પેટ બાજુ આંગળી રાખતા,

"એ તું આ ટાઈમ પાસ ને મારું છોકરું કહે છે ? ભાન પડે છે ? અને લગ્ન તારી હારે ? અરે હંબિસ્તર થઈ જાય લગ્ન વગર એવી કુલટા હારે અને હું જીવન વિતાવું ? માં બાપની ન થઈ ખોટું બોલી મારી હારે હોટેલ આવતી એ મારી આગળ ખોટું બોલી શું નહિ કરે ? હે !ચાલ નિકાલ અને હા એક વાત યાદ રાખજે મે તને કઈજ પ્રેમ બ્રેમ કર્યો નથી સમજી ને !"

એનો હાથ પકડતા ઈશાની

"એ યુવી આવું શું કહે છે એ યુવી મારા ને તારા સાચો પ્રેમ ની નિશાની છે યુવી આપનાં ધબકારા રક્ત નસે નસ માં એકમેક્ક પ્રત્યે અખૂટ પ્રેમ છે પ્રેમ નો લાલ રંગ હોય યુવી એ રક્ત રંગ થીજ આપણું લોહી આવવા નું છે દુનિયા માં યુવી !"

"એ ભાષણ ની રાણી !જો મને કાઈ તારી હારે પ્રેમ બ્રેન હતો નહીં સમજી અને ચાલ નીકળ" કરતો ત્યાંથી ચાલી નીકળ્યો.

ત્યારે ઈશાની ને શ્યામ રક્ત રંગ ખ્યાલ આવ્યો કે જેને એ રક્ત રંગ માનતી એ દગા ખોર હતો શ્યામ રંગ નીકળ્યો.......અને ત્યારથી ઈશાની કાળા રંગ ને નફરત કરતી. પરંતુ ઈશ્વર ની કૃપા થી એના કોલેજ માં જ ભણતા એક યુવક ને ઈશાની જોડે સાચો પ્રેમ હતો જ્યારે ઈશાની ને દગો મળ્યો એને એની બહેનપણી જોડે રડી રહી હતી ત્યારે ઈશાની ને કહ્યું કે હું તને સાચો પ્રેમ કરું છું તારું બાળક બાપ તરીખે હું રાખીશ તને પત્ની બનાવવા માગુ છું બાળક માં રક્ત હોય રંગ લાલ હોય મારા પ્રેમ નો રંગ પણ રક્ત રંગ તો હું તારી જોડે વેવિશાળ કરી શકું ? અને બંને કુટુંબની સહમતથી બંનેનાં વેવિશાળ નક્કી થયા અને આજથી એક મહિના પછી બંને લગ્નગ્રંથિથી જોડાવાના હતા. હવે ઈશાની શ્યામ રક્ત રંગથી પૂર્ણ પણે વાકેફ હતી અને એને પણ હવે નિશાંત જોડે રક્ત રંગે રંગાયેલ પ્રીત હતી........પરંતુ એના હૃદય નાં ખૂણે મળેલ દગા નેં કારણે ક્યાંક ને ક્યાંક શ્યામ રક્ત રંગની હલકી અસર હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance