STORYMIRROR

Hetshri Keyur

Romance

2  

Hetshri Keyur

Romance

એ પ્રેમાળ રાત

એ પ્રેમાળ રાત

3 mins
108

જરુરી નથી કે યાદગાર ક્ષણમાં પૈસા મળતા હોય, મકાન બન્યું હોય, બાળકનો જન્મ થયો હોય કે લગ્ન થયા હોય એજ હોય, ખુશીની પલ માટે ખુશીનું કારણ જરૂરી છે જે પળે અપાર ખુશી આપેલ હોય એ મોટી યાદ આજીવન બની રહે છે.

આજે તારીખ છે ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ વર્ષનું છેલ્લા અઠવાડિયાનો છેલ્લો રવિવાર મારા ઘરની બાલ્કનીમાં બેસી ઢળતા સૂરજને જોતી હાથમા કોફી લઈ મારી બહેનપણીની રાહ જોતી હું બેઠી હતી, મારે ને નીત્યાને આજે પિક્ચર જોવા જવાનો વિચાર હતો તો એ આવે એટલે થોડી વાર શિયાળાની ઠંડી હવાની મજા લઈ અને અમે નીકળી જવાના હતા પરંતુ ૬ વાગ્યાનો શો અને નિત્યા ૭ વાગ્યા સુધી આવીજ નહિ ! 

મેં એને ફોન કર્યો અને જે વાત જાણી એ વાત પરથી ખ્યાલ આવ્યો કે ખુશી તેમજ યાદગાર પલ ખરેખર કોણ કહેવાય !

"નિત્યા ! તું ક્યાં છે ?"

ઓહ, દિપીકા ! તને શું કહું હું ખુબજ ખુશ છું, યેહ કરી મને વિડિયો કોલમાં સામે રહેલ મારી બહેનપણીમાં નાનું બાળક દેખાણું !

એના અવાજમાં મને જાણે ઈશ્વર મળ્યાનો રાજીપો દેખાયો, હું હજી કઈ બોલું એ પહેલા મને કહે "દિપીકા હું આજે નહિ આવું હો ! મારે તો....." કહી શરમાઈ ગઈ.

 હું તુરંત સમજી ગઈ," શું તારે ને ?....."

મારું વાક્ય વચ્ચેથી કાપતા બેબાકળી બની ગયેલ નિત્યા બોલી પડી, " હા દિપીકા તે સાચું કીધું, મારે ને કિશનને એકદમ સરસ પે'લા જેવું જ બનવા લાગ્યું છે, અને.." અમે કરીને એકદમ લજ્જાથી ગુલાબી થઈ મને પોતાની વાત કરવા લાગી.

 દીપિકા કિશનનો જન્મદિવસ હતો ને પરમ દિવસે ! તો હું એની ઓફિસ ગયેલ પછી મેં કહ્યું તું આવી જા હું તારી પાસે આવી છું તને મનાવવા તો માત્ર ચાર જ મિનિટમાં કિશન આવી ગયો અને પછી મને તુરંત પોતાની ગાડીમાં બેસાડી કિશન પોતાના અભિમાની સ્વભાવથી મજબૂર છે મને ખ્યાલ છે મે એને કહ્યું કે સાચો પ્રેમ હું ને તું એક મેક ને કરીએ છીએ, બંને એક મેક વગર રહી નથી શકતા,તો શું કરવા જગડો કરી બોલવાનું બંધ કરી દેવું ? કરી ને મે એનો હાથ પકડ્યો એટલે તુરંત એ ઢીલો પડી ગયો અને ગાડી એક બાજુ રાખી અને મારી જોડે બોલી ગયો.

પછી હું અને કિશન ત્યાંથી ગામ બહાર જમવા ગયા, રાતના ૮ થી લઇ ૧ વાગ્યા સુધી હું અને કિશન ગાડીમા હાઈ વે પર રોમેન્ટિક સોંગસ સાંભળતા સાંભળતા અને એકમેકની આંખમા જોતા જોડે રહ્યા,અને ઘરે આવ્યા પછી આખી રાત મે અને કિશને એકસાથે ખુબજ સરસ સમય વિતાવ્યો, જેમ કે અમે ઘરે આવી અને ચા તેમજ સમોસા લઈ આવ્યા હતા એક મેકને ખવડાવ્યા અને ચા એક કપમાથી બંને એ પીધી,પછી રાતના ૨ થી ૫ અમે એક બીજાની સામે જોઈ બેઠા અને ખુબજ હાથમાં હાથ લઈ વાતો કરી તેમજ નોતા બોલતા ત્યારે એકમેકને મિસ કર્યા જે રીતે એ બધુજ શેર કર્યું,પછી સવારે ૫ થી ૭ અમે બંનેએ રોમેન્ટિક સોંગ મૂકી ધીમું મ્યુઝિક અને કેન્ડલ્સ રાખી ને કપલ ડાંસ કર્યો.

એ પ્રેમાળ રાત હું ક્યારેય નહી ભૂલી શકું કહે છે વીતેલા ક્ષણ યાદ જ હોય ના એવું નથી વીતેલ ક્ષણો જો આવા હોય તો એને ખાલી યાદ નહિ પરંતુ સ્વર્ગ કહે છે જે જીવતા જીવત મળેલ હોય છે.

મારી સખીના પતિ જોડે એને ઘણા સમયથી ઝગડો થયેલ હતો જેને કારણે બંને વચ્ચે બોલવાનો સુધ્ધા વ્યવહાર ન હતો અને અચાનક એટલું સરસ સુમેળ થઈ જતાં એની માટે ૨૦૨૧ ડિસેમ્બરની ૨૨ તારીખ યાદગાર રહી ગઈ હતી,જે મને એની વાત અને એના હાવભાવ પરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance