ખોટા ફૂલ
ખોટા ફૂલ
"મમ્મી અમે આવીએ હો ને .."નાનકડી રિયા બાલ્કનીમાંથી દોડતી આવી અને પિતા સાથે અચાનક ક્યાંક જવા માટે માતા પાસેથી પરવાનગી લેતા કહ્યું,
"અત્યારે શું કામ છે બહાર બેય બાપ દીકરી ને ! કોરોનામાં શું જરૂર છે વારંવાર બહાર જવાની ? ખબર નથી પડતી મને કે તું તો નાની છે આ તારા પપ્પા એ સમજ્યા નથી તારા ગઈ નું હમણાજ અવસાન થયું અરે હું કહું છું એક જ ઘરમાં ચાર ચાર જણા ગુજરી ગયા કોરોનામાં ગઈ કાલે તારા પાપાનાં કાકાઈ ભાઈ પણ કોરોનામાં ગુજરી ગયા ! તો ખબર ન પડે બહાર ન જવાય હે ! ભયંકર રોગ છે !"
હજુ આગળ બોલવા જ જાય છે ત્યાં વચ્ચે થી......."બસ કર દિશા ! શુ કામ આવડું કહે છે ? બિચારી ને મે કહ્યુ છે ! અને એને નાસ્તો લેવો છે હું લઈ જાઉ છું એમાં ક્યાં કોરોના ચોંટી જશે ? તું ક્યારેક તો જવા દે બહાર, નાની છે એને પણ ઈચ્છા હોય કે બહાર જાય !"
વચ્ચેથી જ એને ટોકતા દીકરી ને લઈ ને પોતે નીકળે છે બહાર પરંતુ ....." કલાક થાય છે આવ્યા નથી બંને ક્યાં હશે કોણ જાણે !" ચિંતા કરવા માંડે ત્યાંજ પતી અને દીકરીને આવતા જોવે અને જીવમાં જીવ આવતા શાંતિનો શ્વાસ લે છે.
"ક્યાં ગયા હતા બાપ દીકરી ? "
"મમ્મા આંખ બંધ કર !"
ત્રણેય જણા વચ્ચેની વાત ચીત ચાલુ છે.
દિશાનાં આંખમાં પ્રેમપૂર્વક નાની ટબૂડી હાથ રાખે અને એવામાં જ દિશા હાથમાં રાખેલ ખોટા ફૂલ ને સ્પર્શથી ઓળખી જાય છે.
આંખમાંથી આસુ રોકાતા નથી અતિ ખુશીનાં આસુ વહેવા માંડે છે, અને સજળ નેત્રે પતિ સામે જોઈ રહે છે, જાણે એને સોનાના ફૂલ હાથમાં આપી દીધા હોય !
બંને એક મેક ની આંખમાં જોઈ ખોવાઈ જાય છે, જાણે સમય કૈક પાછળ ચાલ્યો ગયો હોય એમ યુવાનીમાં દિવસોમાં ચાલ્યા જાય છે અને આજુબાજુનું કઈજ ખ્યાલ નથી રહેતો,"તમે ? ખોટા ફૂલ ? મારી માટે ખોટા ફૂલ લાવ્યા હે ? "કહી આંસુભરી નજરે પતિ સામે જુવે છે.
હજુ કંઈ જવાબ આપે એ પહેલા જ ......
"મમ્મી શું તું પણ ખોટું ફૂલ છે યાર સોનાનું નથી કહી હસતા હસતા પૂછે છે ....કે ને મને મમ્મી તારે કેમ ખોટા ફૂલનું એટલું છે ?
ટપૂડી દીકરીનાં સવાલે દિશા ને જૂનો સમય ચલચિત્ર જેમ સામે લાવીને રાખી દીધો. બેસી ગઈ સોફામાં અને પાસે દીકરીને ખેંચી બેસાડી વાત કરી.
"બેટા ! હું વાત કરીશ એમાં મારું ખરાબ લાગશે ચોક્કસ તને થશે મમ્મી આવી હતી ? પરંતુ જરૂરી છે તારા સવાલનો જવાબ આપવો, અમારા લગ્નને બે દિવસ પછી અમે ફરવા ગયેલ બસમાં ઘણા નવા પરણેલ યુગલ આવેલ અને અમારા લગ્ન પછી થોડા સમય માં વેલેન્ટાઈન ડે આવતો હતો, તો બધા જ પોતાના જીવનસાથી માટે કૈક નું કૈક લાવેલ.
તારા પપ્પા એ મને ખોટા ફૂલ આપેલ જોઈ ને મને ઘા વાગ્યો અને મે એને કહ્યું તમે લાવી લાવી ખોટા ફૂલ લાવ્યા ? અને ઘા કરી તોડી નાખેલ આખી રાત રડયા કરી હું અને ખુબજ પપ્પા ને કહેલ મે કે બધા ને સોનું આપશે મને સાચું ફૂલ તો દેવું હતું ! ?
પરંતુ પાપા સામે કઈજ બોલેલ નહિ તૂટેલ ફૂલનાં કટકા એના સામાનમાં સમેટી રાખી દીધેલ,પરંતુ મને બીજે દિવસે સવારે ખુબજ અફસોસ થયો કે હું આવું બોલી કરવી કેમ શકું ? પૈસાથી પ્રેમને ન તોળાય હું તોલુજ નહિ પરંતુ હકથી મે કહેલ કે મને સાચું ફૂલ આપો સોનું માગ્યું પણ ન હતું અને પપ્પા ને મારાથી કહેવાય ગયેલ એ બધુજ હક જાણી કહેલ પરંતુ હું પપ્પા ને પ્રેમ કરું છું માટે મારી માટે ખોટું ફૂલ પણ સોનાનું હોય એટલે એ ફૂલ મે જોડ્યું અને એટલા વર્ષો થી સાચવેલ રાખ્યું અને તે દિવસે તારા પપ્પા પાસે મે માફી માગી અને કહ્યું કે ફૂલ સાચવીને હું રાખીશ અને તમે મને ખોટું ફૂલ આપજો , લગ્નનાં ૧૪ વર્ષ પૂરા થાય ત્યારે આજે ૧૪તારીખ છે અને એટલા વર્ષ થાય ત્યારે આપજો માટે પાપાને યાદ હતું અને મારે માટે એજ લઈ ને આવ્યા પાપા.
હું અણસમજુ એટલે કે છોકરમતથી ભરેલ જરૂર હતી પરંતુ પ્રેમ તારા પપ્પા ને ત્યારે પણ ગાંડો પ્રેમ કરતી અત્યારે પણ જેમ પાપા મને એમ જ હું એને પ્રેમ કરું છું બેટા."
દીકરી ને સમજાવી અને ખોટું ફૂલ પતિ પાસેથી લઈ ખુબજ પ્રેમથી કહ્યું,"ફૂલ ભલે ખોટું છે પરંતુ તારા હૃદયમાં મારી પ્રત્યે મારા હૃદયમાં તારી પ્રત્યે પ્રેમ સાચો છે પ્રેમ સાચો છે..."

