સ્વર સુંદરી
સ્વર સુંદરી
રાજકોટનો હેમુ ગઢવી હોલ. ભર શિયાળે પણ ખીચો ખીચ રાતના શો હોવા છતા સતત ત્રીજા દિવસે હાઉસ ફૂલ હતો.
"મમ્મી!ટિકિટ નહિ મળે તો ? મારે નયના વત્સલના ગીતો નહિ સાંભળી શકાય, હાય હાય..ઓહ માય ગોડ. ચાલ એક કામ કરું ?પે લા દીપને કઈ દઉ ? એ નજીક રહે છે ટિકિટ લેતો થશે ?"
ટિંગ ટીંગ. ટિંગ ટીંગ્.....
"ઊભો રહે બેટા કોઈ આવ્યુ લાગે છે ,હું હમણા તારી જોડે વાત કરુ હો." કહી બારણુ ઉઘાડવા જાય છે.
કુણાલ સંગીતનો ખુબજ શોખીન અત્યારના યુગમા પણ એને જૂના ગીતો સાંભળવા ખુબજ ગમતા. આજે હેમુ ગઢવીમા જે શો હાઉસ ફૂલ છે એ એમા જવા માગતો હતો પરંતુ એને ખ્યાલ ન હતો કે સતત ત્રીજા દિવસે પણ શો મા ટિકિટ નહિ મળે. બે દિવસથી પ્રયાસમાં હતો પરંતુ ટિકિટ મેળવવામા તે નિષ્ફળ જતો હતો. પરંતુ આજે તો એને ગમે એમ કરી જવુ જ હતુ. કારણ આજે છેલ્લો શો હતો. પરંતુ એની માતાએ દરવાજો ખોલતા જોયુ તો ઘરે એનો મિત્ર આવેલ, પિયુષ,
એ અને પિયુષ આમતો ખાસ મિત્ર. બંનેને ખુબજ ભળતુ પરંતુ સ્વભાવે બંને સાવ અલગ. એટલે કહોને કે એક ઉતર તો બીજો દક્ષિણ હતો.
"hey dude. તૈયાર થઈ ક્યા ઉપાડી સવારી હે ? મને નઈ કેવાનુ ? જો આન્ટી મુવી જોવા જાય છે મને લઈ પણ નથી જતો અરે કહ્યું પણ નહિ ?" અંદર આવતા વેત મિત્રને તૈયાર થયેલ જોઈ પિયુષ એક શ્વાસે હકથી બોલી ગયો.
"ઓહ હેલો હુ તારી જેવો નથી હો પિક્ચર જોવા નથી જતો હુ જૂના ગીતોનો પ્રોગ્રામ છે ત્યાં જવા માગુ છુ એ પણ સ્વરની સુંદરી નયનાના મુખેથી."
"સ્વર સુંદરી ? તે જોઈ છે એને ?અરે આંખ નથી એનેઅંધ છે અંધ !અને સુંદરી બોલ"
એની વાત કાપતા અને મજાક ઉડાવતા પિયુષ વચ્ચેથીજ બોલ્યો, "હા તો એમાં શું છે ?કુદરતની કરામત છે કે આંખ નથી એની પાસે છતા એટલો સરસ અવાજ છે અને એ સુંદર છે એમ અર્થ નથી સ્વર સુંદરી એટલે એનો સ્વર સુંદર છે. ઈશ્વરે આંખ નથી આપી પરંતુ કુદરતની કરામત છે કે એ સ્વર સુંદરી છે. અને માણસો એનો અવાજ સાંભળવા ટિકિટ લઈ અને એટલી ઠંડી છે છતા આવે છે સમજ્યો ને !"
પિયુષને અફસોસ થયો અને મિત્રની માફી માગી કહ્યું, "સાચુ છે કુદરતની કરામતનો અંદાજો લગાડી ન શકાય સુંદરીનો મતલબ દેખાવમા સુંદર હોવુ નથી ઈશ્વરે એને આંખ નથી આપી પરંતુ ગળુ ખુબજ સુંદર આપ્યુ છે. અંધ હોવા છતાં એટલો સરસ અવાજ છે આજ કુદરતની કરામત કેહવાય. તુ સાચો છો અને કોઈની ખામીની મજાક ન બનાવી જોઈએ sorry દોસ્ત" કહી અફસોસ વ્યક્ત કરે છે અને પિયુષ જોડે જવા ઈચ્છા કરે છે કે એ પણ જુના ગીતના કાર્યક્રમમા જશે. ઈશ્વર તારી કરામત ક્યારેય માનવી કળી નહિ શકે. આંખ લીધી તો મધુર કંઠ આપ્યો!
ઈશ્વર તારી કરામત ક્યારે પણ માનવી કળી નહિ શકે. કુદરતની કરામત જોવો તો ખરા આંખ નથી આપી અંધ છે માટે એ દુનિયાને ભલે જોઈ નથી શકતી. પરંતુ કંઠ મધુર આપ્યો જેથી દુનિયા એને સાંભળવા તરસે છે. દુનિયા એને સાંભળવા તરસે છે આજ કુદરતની કરામત કહી શકાય. એનાથી વિશેષ કરામત શું હોઈ શકે ? નામ નયના છે પરંતુ ચક્ષુમા જાન નથી શુ કુદરત તારી કરામત છે. માટેજ એને કંઠ મધુરની તે ભેટ આપી હશે. શું કુદરત તારી કરામત છે આવુ ઘણુ વિચારી ટિકિટ ન મળતા પરત આવી અને મા દીકરો નિરાશ થઈ સૂઈ જાય છે.
