Hetshri Keyur

Inspirational Others

4  

Hetshri Keyur

Inspirational Others

રમણીક દાદા

રમણીક દાદા

3 mins
568


"એ નિયતિ બેટા ! હાલો ચા થઈ કે નહિ ! પછી મારે પાર્ટીમાં જવાનુ છે વોટ્સએપમાં અમારા ભાઈબંધોએ નક્કી કર્યું છે દરિયો જોવા જશુ..અને પછી મારા મિત્રની આજે વર્ષગાંઠ છે તો એને ત્યા મારે પાર્ટીમા જવાનુ છે. જટ કર બેટા." 

અંદાજે ૬૮ વર્ષ ના રમણીક દાદા ખુબજ ખેલદિલ અને જીવન ને અતિ ઉત્સાહ અને આનંદથી માણી જાણતા...અને ખુબજ આનંદથી જીવતા.

 આજે બહાર જવાનું હોવાથી પોતાની પૌત્રી ને લાડ પૂર્વક પૂછ્યું ચા માટે અને ચા ની રાહ જોતા દીવાનખંડમાં બેઠા હતા.

"એ ભાઈ ઊભો રે ઊભો રે મારા ભાઈ,મારે કામ છે તારું બેસ અહીંયા સમય ક્યાં ભાગી જાય છે બે મિનીટ તારા બાપ ને તો દે કામ છે મારે તારું બેટા સમયની કદર કરવી જ જોઈએ પણ ઘરના ઘરડા પણ સમય જેવાજ હોય દીકરા ક્યારે ઉપરવાળો બોલાવે જતા રહે ખ્યાલ ન આવે" કહી દીકરાને પાસે બેસાડે અને એને ચા નો વિવેક કરે છે.

બંને બાપ દીકરાનો વાર્તાલાપ ચાલુ છે.

"બોલોને બાપુજી તમારી માટે તો હોયજ ને સમય બોલો બોલો શું કામ હતુ અને ના ચા નથી પીવી પણ બોલો ને શું કામ હતું ?"

 "એ હું વિચારુ છુ નવુ ઘર બનશે તો મારી એક ઈચ્છા છે પૂરી કરીશ ? જાણે તું મંદિરનો રૂમ તો બનાવીશ બધુજ મારી માટે મારી ખુશી માટે અને મારી સગવડતા મુજબ કરી આપશો તમે પરંતુ બેટા એક આ તારા ઘરડા બાપની ઈચ્છા છે કરીશ પૂરી ?"

"હા બાપુજી કહો ને.."

 "જો જમાના હારે તાલમેલ મેળવી જીવુ છું,સમય બદલાય એમ મારામાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરું છું જેથી હું આનંદથી જીવન માણી શકુ પરંતુ એક ઈચ્છા છે અત્યારે તમે રહો છો એ ભાડાનું ઘર છે એમાં આપણું ચાલે નહિ પરંતુ નવું ઘર બને એમાં એક ઝરૂખો બનાવી દઈશ ?"

 "ઝરૂખો ? બાપુજી આવી ઈચ્છા થઈ તમને ? ઝરૂખાની ?"

"દાદુ ઝરૂખો વોટ ઈઝ ઝરૂખો ?.."

 "ભાઈ આપણે પંખીને પાણી આપીએ એને જૂના જમાનામા ઝરૂખો કેતા હશે નઈ દાદા ?"બંને બાળકો વચ્ચે બોલી પડ્યા.

 "અરે બેટા ઘરની બહારની દુનિયા જોવા માટે ઝરૂખો હોય છે, જેમાં ઊભી મન પ્રફુલ્લિત થઈ જાય છે. બહારથી કોતરણી અને અલગ અલગ તમારી ભાષામાં કહીએ તો ડિઝાઇનમાં હોય છે ઝરૂખો દીવાલથી થોડો આગળ આવે અને એમા એકાદથી બે વ્યક્તિ ઊભી રહી શકે એ ઝરૂખો દીકરા."

 "બાપુજી ઝરૂખો બનાવો છે તમારે ? ખરેખર કહો છો ?"

"હા બેટા, આમ આધુનિક ભલે થઈ ગયો હું બધુજ વિદ્યુત ઉપકરણો શીખ્યો,પાર્ટીમાં જતો થયો પૌત્ર જોડે યો કરું કે પછી કાઇ પણ પરંતુ, ઝરૂખો એક હોય ઘરમાં એવી મારી ઈચ્છા છે."

 "ખ્યાલ છે મને બેટા કે ઝરૂખો રાખશુ ઘર બહારથી ખુબજ જુનવાણી લાગશે પરંતુ જેમ જૂના સંગીતમાં નવું સંગીતના ફેરફાર કરો અને તાલ લયમાં ફેરફાર કરો તો રિમિકસ ગીતો અત્યારના યુગમાં ફેશન છે તો ઝરૂખો રાખી અને અત્યારના યુગની મકાનની ડિઝાઇન બનાવીએ તો ? કૈક અલગ ? જેથી જમાના પ્રમાણે તાલમેલ રહે અને જૂનુ વિસરાય નહિ કારણ જૂનુ તો સોનું છે ને !"

બધા જ રમણીક દાદાની વાત સમજી ગયા અને ખુબજ પસંદ પડી અને નવા ઘરમાં નવીનતમ પ્રકારે ડિઝાઇન ઘરની બનાવી જેમાં ઝરૂખો બનાવડાવ્યો તો સરસ એલિવેશન થઈ ગઈ અને નૂતન જ દેખાવ લાગ્યો કે જે કૈક અલગ જ હતું અને અદ્વિતીય હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational