Hetshri Keyur

Tragedy Inspirational

3  

Hetshri Keyur

Tragedy Inspirational

પુણ્ય

પુણ્ય

2 mins
148


"ચાલ ઝડપ કર બેટા આપણે મોડું થાય છે."

ટીવીની ચાપ બંધ કરતા અંદર રહેલ પૌત્રને બોલાવતા ચંદ્રવદન ભાઈ બોલ્યા.

"દાદા,શું ઉતાવળ છે જશુ, બાકી ન પોચાય તો કાલે એમાં શું ?!"

અપાર મહેનતે પૌત્રને મનાવીને દાદા પૌત્ર નીકળ્યા સંક્રાંત નિમિત્તે દાન આપવા, રસ્તે નાનકડા એવા ફૂલે માસૂમ સવાલ કર્યો , " દાદા ! આજે કેમ આપણે બધા ગરીબો ને ધાબળા આપવા જઈએ છીએ ? આજે જ કેમ ? " સવાલ નાનો હતો પરંતુ ખુબજ ગાઢ મહત્વનો હતો, પૌત્રને સમજાવતા " બેટા આજે દાન દઈએ તો પુણ્ય ખુબજ મળે છે."બોલતા બોલતા ગાડી એકબાજુ પાર્ક કરી નીચે ઉતર્યા અને ડેકીમાંથી ધાબળાનો કોથળો કાઢતા ખુબજ સંતોષ પૂર્વક ગરીબોની સામે જોયું જાણે એમને ધાબળા આપતા વેત તુરંત એમનુ પુણ્યનું પલ્ડું અત્યંત ભારે થઈ જવાનું હતું. અને વેગથી આગળ ધપતા બધા જ ગરીબોને હેત પૂર્વક બોલાવ્યા ધાબળા લેવા.

એક પછી એક દરેકને દાન દેતા જાય અને એમના આશીર્વાદ અને દુવાઓ કમાતા દાદા આગળ ધપતા જતા હતા. એવામાં એક નાનકડા બાળકનાં સવાલે ભર શિયાળે પરસેવે રેબઝેબ થઈ ગયા,જમીન પગથી સરકી ગઈ અને સમય એક પળ થંભી ગયો. તુરંત એ બાળક પાસે જઈ બેસી ગયા અને એને હૃદય સર્સો ચાપી લીધો.

સવાલ હતો," એ દાદા ! આ સંક્રાંત રોજ ન આવે ? એમને સેને ટાઇઢ રોઝ લાગે હે,પણ સેને હંધાય બાકી એમ કે હાલતો થા અને એજ બધા સેને આજે ધાબળા દેવા આવે સે, તમને ખબર ની હોય દાદા અમ હંધાય ને સેને ટાઇઢ હોય તો સેને અમરથી ખમાતુ નહિ,હમજ્યા દાદા,પણ હું છે કે કોઈ આ હંક્રાંત પેલા દાન દેવા આવતુ એ નહિ, દાદા અમે સેને એમનેમ આપણને આપે કોઈ હે ટાઇઢ વાતી હોય તો હું એને માટે ભગવાન ને દુઆ ન કરીએ હે? એમાં કંઈ એવું ન હોય કે આજે આવે તોજ અમે હૃદયથી ટાઢા થઈએ !"

નાનો સવાલ પૂછી અને આ પાસે બેસાડ્યો ત્યારે બાળકે એમને પૂછેલ અને આ સવાલથી એમને સમજાયુ જે અત્યારે દરેક લોકો એ સમજવા જેવું છે.

પુણ્ય કમાવા માટે કોઈ વાર કે તહેવાર તિથિ જરૂરી નથી હોતી હૃદયથી કોઈ માણસનું ભલું કરો એ હૃદયથી તમારી માટે ઈશ્વરનો આભાર માનશે તમને અંતરથી આશિષ આપશે ઇંથી મોટું કોઈ પુણ્ય નો'તું નથી કે ન હોય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy