ભેદી કૂવો
ભેદી કૂવો
"તું છો શક્તિ વળી, સમજી ને ! નારીશક્તિ નારીશક્તિના ડંકા ન વાગડ મારી માં નથી જવું મારે ત્યાં સમજી ને તું ! હું તને નહિ જવા દઉં ! અરે મોટા મોટા કદ કાઠ ધરાવતા પુરુષો ત્યા જતા હજાર વાર વિચાર કરે તો પણ પછી અંતે તો નથીજ જતા કારણ ત્યા શું છે કોઈ ને ખ્યાલ નથી પણ જે બાળક જાય પાછું આવ્યું નથી,તો તારે શુ કામ જવું છે ? મહિલા મોરચા બધા નાં ઘરે ઘરે જઈ નારા લગાવવામાં કામ આવે બેન,આવા કામ માટે ભૂવા જ કામ આવે......."
"અરે dear કઈ દુનિયા માં જીવો છો તમે ? ભૂવા ! ખરેખર ! હે અભી ? અને આ જમાના માં ? અને કોને કીધું કે પુરુષો જતા ડરે છે તો મહિલા થઈ હું કંઈ ન શકું ?
વહેમ છે તમારો હો"
"એ આધુનિક અને શક્તિશાળી મહિલા ! દોઢ ડહાપણ કર માં સમજી નીરવા ! "
વાત જાણે એમ છે જૂનાગઢ ગામ માં રહેતી એક મહિલા અત્યંત હિંમત થી દરેક તકલીફ નો સામનો કરતી,પોતાની જ નહિ શહેર ની કોઈ પણ મહિલા
તકલીફ માં છે ખ્યાલ આવે એટલે એ દોડી ને એની તકલીફ જડમુળથી ઉખેડી જ નિરાંતનો શ્વાસ લેતી,પરંતુ આ વાત કરી રહ્યા છે એ કૈક એવું છે કે ગામ બહાર નાની સડક થઇ એક ગાઢ જંગલ માં એક કૂવો હતો જે પાસે કોઈ પણ બાળક જતું પરત ફરતું નહિ,રાતના તે રસ્તે કોઈ નીકળતું નહિ કારણ લોક વાયકા એવી હતી કે કૂવામાં ભૂત છે અને બાળકો જેની ભેગા હોય એ વ્યક્તિ નીકળે એટલે ભૂત એને વશીકરણ કરી લે છે અને બાળકો ચાલતા ચાલતા કૂવા પાસે જવા લાગે છે અને પાછળ ગમે એટલું દોડો બાળક કૂવા સુધી દેખાય પછી દેખાતું બંધ થઈ જાય છે મોટી ચીસો આવે છે બાળક ની અને બાળક ગાયબ થઈ જાય છે કૂવામાં એક ટીપું પણ પાણી હતું નથી,અને આવા ભયંકર કૂવાની તપાસ કરવા આજે નીરવા જવા માગતી હતી ......રાતના ૨ વાગ્યા છે.
"અભી હું તમારો મારી પર નો પ્રેમ સમજુ છું પણ મારી પર વિશ્વાસ છે ને તમને ? "
"અરે જાત કરતા વધુ ! "
"બસ તો વિશ્વાસ રાખો,....."
બોલતા .......
પોતાના જેવી અન્ય થોડીક મહિલા જોડે નીકળી પડે છે,કૂવા નો ભેદ ઉકેલવા ઠંડો ઠંડો પવન વાય છે,ધૂળ ની ડમરી ઊડવા લાગે છે, સૂમસામ રસ્તા માં કઈજ દૂર દૂર સુધી દેખાતું નથી, નક્કી થયા પ્રમાણે એક મહિલા પોતાના બાળકને લઈ સ્કૂટર પર ત્યાથી નીકળે છે અને ઝાડ પાછળ નીરવા અને અન્ય બે ત્રણ મહિલા ઊભી ને આસપાસ ચાલી રહેલ હિલચાલ જોવે છે એવામાં ઝાડ પરથી એક યુવક રસ્તા પર કોણ આવે છે કોની ભેગુ શું છે જોઈ રહ્યો હોય છે, જેવી એ મહિલા દેખાય છે કે તુરત જ એ બ્લુતુથ વડે એજ ઝાડ ની પાછળ ઝાડી માં રહેલ બીજા ત્રણ યુવક ને કૈક સંદેશો આપે છે અને એમાંથી એક દોડી ને મોટો ખીલો મૂકી અને નાસી ચૂકે છે.
નીરવાં ને બધુજ ખુબજ અજીબ લાગ્યું એને થોડો વહેમ તો હતોજ પરંતુ આટલી હદ સુધી ? એ એને કલ્પના સુધ્ધા ન હતી,
તો એ મહિલા ત્યાં થી નીકળે કે એના વાહન માં વિલ માં પંકચરે વાહન આગળ ચાલવા ન દીધું,અને મહિલા ને ખ્યાલ જ હોવાથી કે કૈક થશે એ ઉભી રહે છે અને જાણે જાણતી નહિ એમ કરતાં કરતાં વ્હીલ જોવા માંડી છે એવામા,બાળક ને સામેના રસ્તે થી ચોકલેટ દેખાડી કોઈ બોલાવતું નજરે ચડે છે અને એની પાછળ પાછળ એ જવા લાગે છે.
તુરંત બધીજ મહિલા દબ્યા પગલે પાછળ જાય છે કૂવા પાસે પાછળ બે થી ત્રણ મહિલા પહેલે થી હોય છે જેને કારણે કૂવા પાસે પોચી શું થાય છે ખ્યાલ આવે,
અચાનક એ ચોકલેટ દેખાડનાર વ્યક્તિ બાળક નાં મોઢે રૂમાલ રાખી એને લઈ કૂવામાં રાખેલ દોરડા વડે ઉતારવા લાગે છે.......હવે ? બાળક તો ગયું......
દરેક મહિલા પોતાની પાસે રાખેલ ક્લોરોફોમ થી કૂવા પાછળ થી આવી આવી જેમ પુરુષો આવતા જાય બેભાન કરતી જાય છે કારણ પાચ ઉપર પુરુષો શિકાર ગોતવા બહાર હોય તો શિકાર મળતા બધા જ શિકાર પાછળ જશે ખ્યાલ હતો જેથી બધીજ કૂવા પાછળ લપાઈ બેઠી ગઈ છે.
બેભાન કરી એજ દોરડા વડે બધીજ મહિલા કૂવામાં ઉતરે છે,જોવે છે તો હોશ ઉડી ચૂકે છે કારણ અંદર મરેલા બાળકો નાં ઢગલા જોવા મળે છે,અને મોટા મોટા હથિયારો તેમજ બાળકો નાં પગ કોઈ નાં હાથ કાપી અને મારી નાખેલ બાળકો નાં લાશ નાં ઢગલાં જોઈ બધીજ મહિલા નાં હોશ ઊડે છે,
ત્યાં કોઈ જ હાજર હોતું નથી અંદર થી અવાજ આવે છે મને છોડી દયો અને એ અવાજ આ મહિલા ઓ માંથી એક નું બાળક મોકલેલ એનોજ છે અને બધા નાં ચેહરા એકબીજા ની સામે જોઈ સમજી ગયા હોય બધા એમ ફાટેલી આંખે ડર અને ગુસ્સા થી એક બીજા સામે જોવે છે અને હાજાર એક એક હથિયાર ત્યાંથી ઉપાડી અને અંદર પોચી અને બાળક ને છોડાવે છે,દરેક નાં હાથ પગ માં ઊંડા ઘા કરી ઘાયલ કરી કૂવામાં થી દોડી ને બધીજ બહાર નીકળી પડે છે.
પરંતુ ભાગતી નથી બે થી ત્રણ મહિલા કૂવા પાછળ રહે છે કે જો આવશે તો બેભાન કરી દેશું અને બાકી ની પોલીસ ને લઈ આવે છે અને આ ગેંગ ને પકડાવે છે.....
આ છે મહિલા શક્તિ ,રસોઈ જ કરી શકે શું ? મહિલા માં તાકાત નથી શું ? અને અત્યાર નાં આ યુગ માં અંધશ્રદ્ધા ? કે ભૂત ?
મહિલા ની હિંમત ને કારણે ભૂત નાં ડરથી કેટલાય બાળકો ને ખોયા પણ હવે કોઈ પણ બાળક ખોવશે નહિ,કોઈ પણ બાળક ને રહેશી નાખવામાં નહિ આવે અને આવું કરતા પહેલા આવા ગુનાહિત મગજવાળા માણસો હજાર વાર વિચાર કરશે કે મહિલા થઈ આટલી શક્તિ ! હવે કરશું આવું કૈતો મહિલા ઓ મૂકશે નહિ.

