બાલ્કની આધુનિક ઝરૂખો
બાલ્કની આધુનિક ઝરૂખો
થયું બધુજ આધુનિક પછી તે હોય વસ્ત્ર,ભાષા કે ભણતર બધુજ છે આધુનિક. પરંતુ આધુનિકતામા પણ દેશની જૂની સંસ્કૃતિ કે લાગણી ક્યારેય લુપ્ત થઈ નો'તી નથી કે ક્યારેય થશે નહિ,આ અમારું ભારત છે જેની સંસ્કૃતિ અને સંસ્કાર જ ઓળખ છે. તો એવું જ એક સંસ્કૃતિનું પ્રતિક છે ઝરૂખો,જે અત્યાર નાં આધુનિક જમાનામાં પણ છે પરંતુ આધુનિક ઝરૂખો બાલ્કનીના રૂપ માં,પહેલા નાં જમાનામાં ઝરૂખેથી બહારનું આહ્લાદક વાતાવરણ નિહાળવા ઊભા રહેતા કે ઝરૂખા પાસે શાંતિ પૂર્વક બેસતા તો એજ માફક અત્યારે પણ એજ પૂર્વક ચાલે છે વ્યક્તિ કઈજ બદલાયું નથી નહિ સંસ્કૃતિનું પ્રતીક કે નહિ એમાં ઊભા રહેવા આવવાનું કારણ એ પછી આહ્લાદક વાતાવરણ માણવું હોય કે શાંતિ થી બેસવું કે પછી પોતાના પ્રિયતમ કે પ્રિયતમા ને નિહાળવા માટે ઝરૂખામાં આવવુ...એટલે ટૂંકમા કહીએ તો ભારતીય સંસ્કૃતિનું પ્રતીક હોય કે લાગણી અકબંધ હતી છે અને રહેવાની અરે સંસ્કાર પણ ત્યારે પણ ઝરૂખે વડીલો બેસતા તો એના માન માં રસ્તે નીકળતા લોકો નત મત્સક થતાં અને એમને આદર આપતા અત્યારે પણ બાલ્કનીમા બેઠેલ વડીલ નિહાળે તો રસ્તે ચાલતી વ્યક્તિ એમને માથું જુકાવી પ્રણામ કરે અને ઈશ્વર નું નામ બોલી હાથ જોડે છે, આ છે આપણો ભારત દેશ જેમાં સંસ્કૃતિ હોય કે સંસ્કૃતિનું પ્રતિક લાગણી હોય કે સંસ્કાર અકબંધ હતા છે અને રહેશે.
એક દાખલો આજે યાદ આવે છે મને ઝરૂખે પ્રિયતમા કે પ્રિયતમની ઝલક મળે એ માટે ઝરૂખા આસપાસમાં ખ્યાલ ન આવે એ રીતે એક ઝલક માટે બેતાબ એની પ્રિયતમા કે પ્રિયતમ ઊભા રહે અને નિહાળી અને ધન્ય થતાં એમ જ આજના ઝરૂખે પોતાના પ્રિયતમ ની ઝલક જોવા માટે તલપાપડ થતી એક યુવતીની વાત યાદ આવે છે જે આપને કરું છું જેથી ખ્યાલ આવશે આપને કે આધુનિક ઝરૂખો બાલ્કની ..ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ઝરૂખો ..હતો છે અને રહેવાનો છે એમાં ચણતરના પરિવર્તન જરૂર આવી શકે સમય આવે પરિવર્તન આવેજ સ્વાભાવિક છે પરંતુ ચણતરનું પરિવર્તન એ નથી સાબિત કરતુ કે ભારત સંસ્કૃતિ ભૂલ્યું છે અરે ભારત પરિવર્તન સાથે સંસ્કૃતિ સંસ્કાર અને લાગણીનો તાલમેલ રાખી પ્રગતિ કરે છે એ વાત ની એમાં સાબિતી છલકે છે.. અમારા ઘરની બહાર એક દિવસ ખરા બપોરે એક બહેન બેઠેલા જોઈ મે એમને સહજતાથી પૂછ્યું, કે એ કેમ અહી બેઠા છે તબિયત ઠીક છે એમ કરી ને , જવાબ માં " ના ના બહેન થોડું ચક્કર જેવું આવે છે" કહી ઓચિંતા ઊભા થઈ ચાલવા લાગ્યા,થોડી વાર રહી જોયું તો બાજુના બે ઘર મૂકી પાછા એ બહેન બેઠેલા જોયા મને થોડુ અજુગતુ લાગ્યુ પરંતુ થયું કૈક ઠીક વધુ નથી લાગતું ભલે બેઠા પરંતુ એ નિત્યક્રમ બની ગયો દિવસે,રાત્રે ટાઢ હોય તડકો હોય કે વરસતો વરસાદ એ બહેન ઓચિંતા આવે દિવસમાબે વાર ત્રણ વાર અને કલાકો બેસે રસ્તે ઊભા રહે.
કાયમ કારણ પૂછું દર વખતે અલગ જ કારણ આપે,એક વખત ચાર દિવસ એમને ન જોવા મળ્યા સળંગ ઓછામા ઓછાં બે વર્ષ એ બહેનનું આજ માફક વર્તન ચાલુ રહ્યું,પરંતુ અચાનક ચાર દિવસથી એ જોવા ન મળ્યા બે વર્ષ આસપાસથી મારી જોડે થોડી થોડી વાતો કરતા તો મને એમનું સરનામું ખ્યાલ હતુ અને કહે છેને !? નિર્જીવ વસ્તુ ઉપર પણ લાગણી માણસ ને થઈ જાય છે જ્યારે આ તો જીવંત વ્યક્તિ ! તો હું એમના ઘરે ગઈ થયું જાણું કેમ નહિ આવતા હોય તો એવુ જાણ્યું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, એમણે આત્મહત્યા કરી લીધેલ હતી અને હાથમા એક કાગળ હતો જેમા લખેલ હતું "મને જીવતા ઈશ્વર દેખાયો છે મને ઝરૂખે મારો ઈશ્વર દેખાયો છે..હવે મોત આવે વહાલું કરી લઈશ મને જીવતા મારો ઈશ્વર દેખાયો છે......મારી ઇચ્છા વર્ષો ની એક પળ ઝરૂખે એના દર્શનથી પૂરી થઈ છે........મને જીવતા મારો ઈશ્વર દેખાયો છે ..... મરતા પહેલા ઈશ્વરની ઝલક જોઉં એ આશા મારી ઝરૂખે ઝલક પળભર સ્વમુખારવિંદ દેખાડી પૂર્ણ કરી છે. તો શું કહું તમને મને જીવતા ઈશ્વર દેખાયો છે.
અને બધુજ મને એક પળમા સમજાઈ ગયુ ચાર દિવસ પહેલા અચાનક એ બહેન ઊભી થઇ મને બોલેલ તમને હેરાન નહિ કરું હવે મારું મકસદ પૂર્ણ થયુંછે, ઝરૂખે મે ઈશ્વર જોયો છે મને એ હજી સમજાયુ નહતી પરંતુ હવે સમજાયુ એ બહેન મારા ઘર પાસે બેસતા પરંતુ એની નજર અમારા ઘર સામે રહેલ ઘરની બાલ્કનીમા હંમેશ રહેતી અને એમા એક યુવક થોડી પળ માટે બહાર આવ્યો હતો કોઈ કામ અર્થે અને પછી એ મહિલા આવું બોલેલા હતા.
તો ખ્યાલ આવ્યો ને આપ સર્વે ને ઝરૂખો હતો છે રહેવાનો છે આધુનિક ઝરૂખો બાલ્કની.
