Hetshri Keyur

Horror

3  

Hetshri Keyur

Horror

રહસ્યમય પહાડ

રહસ્યમય પહાડ

3 mins
282


"એ જા નહિ,તને નથી સમજ પડતી બેટા ? કેમ માનતો નથી તું ?"

"અરે મોમ કંઈ ન હોય મારે ભાઈબંધને ઠીક નથી તો જવું તો પડે ને બોલ જોઈએ !"

મા દીકરા વચ્ચે ગાઢ ચર્ચા ચાલી રહી છે.

"અરે હું કહું આ તારા ભાઈબંધને ત્યાં જ દાખલ થવું હતું ? સમજાતું નથી મને કે આખા ગામની હોસ્પિટલો શુંં બંધ થઈ ગઈ છે હે ? ! કે આવા પહાડ ઉપર ભૂત બંગલા પાસે હોસ્પિટલમાં દાખલ થયો !"

"મોમ જો પે'લી વાત એ ત્યાં ગયો અને એને ઈજા થઈ તો ત્યાંજ દાખલ થવું પડે કે નહિ કે મને ! ? "

"પણ એને જરૂર શું હતી ! ખબર છે પહાડ પર બે ત્રણ ઘર છે બાકી આ ભૂત બંગલો છે કોઈ જતું નથી અરે હોસ્પિટલ માં નોકરી કરે એ પણ રાત પડે નીચે આવી જાય છે, ઘર છે એ લોકો પણ ઘરની બહાર નીકળતા નથી તો તારો ભાઈ બંધ ગયો શુંં કરવા પહાડ પર ! કે મને પેલા......"

 "કાઈ ન હોય મોમ ભૂત જેવુ કઈજ હોય નઈ હવે......."વાત ને અધવચ્ચે કાપી યાત્રિક ત્યાંથી નીકળી જાય છે.

 વાત જાણે એમ છે પહાડ પર એક જૂની હવેલી છે એમાંથી રોજ રાત્રે અલગ અલગ બિહામણા બનાવો બનતા જેને કારણે પહાડ પર માત્ર ત્રણ થી ચાર ઘર હતા છતાં એમાંથી પણ એક પણ ઘર રાત્રે ૧૧ પછી ખુલા રહેતા નહિ કે ન કોઈ પહાડ પર આવતું જતું અરે કૂતરું પણ આવતું નહિ...પરંતુ યાત્રિકનો ભાઈબંધને એ વાત માનવામાં આવી નહિ અને ગત રાત્રે ૧આસપાસ એ હવેલીમાં એ ગયેલ ત્યાર બાદ એની સાથે શુંં થયેલ કોઈજ ને ખ્યાલ નથી પરંતુ એ નજીકની હોસ્પિટલમાં દાખલ હતો અને યાત્રિક એને જોવા જવા માગતો હતો રાત પણ એને હોસ્પિટલમાં મિત્ર જોડે રહેવું હતું કારણ હોસ્પિટલનો કોઈજ સ્ટાફ રાત ત્યાં રહેતો નહિ.

જેને જેને અનુભવો થયા એ ખુબજ ભયંકર હતા ત્યાંનાં રહેવાસી કહેતા કે રોજ રાત્રે ૧ વાગે કોઈ વાર ૩ વાગે ઝાંઝરનાં અવાજો આવે છે કૂતરા રોવે અને બારી માંથી જોઈએ તો કોઈજ દેખાય નહિ,કોઈ હવેલીમાંથી બહાર નીકળતી સ્ત્રી દેખાય રોજ રાત્રે તૈયાર થઈ અને પહાડ પર ચક્કર લગાવતી નજરે ચડતી, એકદમ કન્યા જેમ તૈયાર થયેલ પાનેતર અને શણગાર સજી પછી પહાડ પર ચક્કર લગાવતા લગાવતા એના વાળ અને માથેથી લોહી નીતરતી ચાલતી હોય રોતી જતી હોય,ગમે એનું ઘર ખખડાવે અને જોર જોરથી રડે,દરવાજો ખોલતા કોઈ દેખાય નહિ,બારણુ બંધ કરે તો સામે ઉભેલ મળે અરે એવા અસંખ્ય બનાવો રહેવાસી કહેતા.

યાત્રિકનો મિત્ર ભાનમાં આવતા એને પોતાના ઘરે લાવવામા આવ્યો પછીની વાતચીત.

"પાપા,મને હતુંં કે ભૂત ન હોય પણ હોય હોય હો ભૂત હોય જ....."ધ્રુજતા હાથે અને ઠંડા પડેલા શરીરે બેઠેલ નવ યુવાન જાણે વૃદ્ધ વ્યક્તિ સમાન અવાજે બોલી રહ્યો હતો એના ચેહરા પર ડર અને અવાજમા કંપન દેખાઈ આવતુ હતુંં.

 "બેટા બોલ તારી જોડે શુંં થયું છે......મને કે બેટા મારો દીકરો બેભાન કેમ થઈ ગયો તો ? " પૂછતા એની મા રડવા લાગી.

 "માં ! ચુંબકીય બળ ! માં ચુંબકીય......."જાણે કોઈ દૃશ્ય નયન પટલ પર સાક્ષાત એને દેખાઈ આવ્યુ હોય એવા આંખનાં પોપચાં ઊંચા થઈ ગયા અને અત્યંત ડરથી એને બધુજ કહ્યુ.......બોલતા બોલતા એને ભર ચોમાસે પરસેવો આવતો જતો હતો.

"પપ્પા મને હતુંં ભૂત ન હોય બધા લોક વાયકા કે તો હું છેને ગઈ કાલે પેલી હવેલી પર ગયો હતો,હવેલી ખાલી હતી એકદમ સૂનકાર.....કરોળિયાના મોટા મોટા જાળા ને ધૂળનો સાગર હતો.......વરસાદ આવ્યો એવામા તો હવેલી વધુ ડરામણી લાગવા માંડી, કારણ લાઈટ હોય નહિ તો અંધારું, એમાં સૂનકાર અને વીજળી અને વાદળના ગડગડાટ, એવામાં મારો હાથ કોઈ એ પકડી લીધો હોય એમ હુંં કોઈ ચુંબકથી ખેંચતો હોય એમ કોઈ વસ્તુ તરફ આકર્ષતો ગયો અને ખેંચતો ખેંચતો મને એ હાથ એક અરીસા સામે લઈને આવ્યો એમા મને મારી બાજુમાં મારો હાથ પકડેલ એ કોઈ સ્ત્રી દેખાણી ......અને મે ફરીને જોયુ તો કોઈ નહિ,હું ત્યાં થી દોડવા ગયો પણ કોઈ ચુંબકીય શક્તિએ મને ઝાલી રાખેલ હતો......હું આ બધુજ અનુભવવાથી બેભાન થઈ ગયો કહેતા માં ને ભેટી અને અત્યંત ડર પૂર્વક હૃદયસરસો ભેટી ગયો.

શુંં વાત હતી કોઈને ખ્યાલ નથી મે કયા કારણે એવુ બધું બને છે અને કયુ ચુંબકિય બળ છે, પરંતુ રોજ રાત્રે હવેલીની પાસે જાય એને એ તૈયાર થયેલ સ્ત્રી ચુંબકીય બળ દ્વારા ખેચી લેતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Horror