Hetshri Keyur

Classics

4.7  

Hetshri Keyur

Classics

પરિવાર ભાગ - ૩

પરિવાર ભાગ - ૩

2 mins
322


૧૦ ઉપર ગાડામાં બેસી અમે મારા લગ્ન થઈ ગયાં પછી અમારે ગામ આવ્યા. કારણ મારો પરિવાર મોટો તેથી એક કે બે ગાડામાં આવી શકે નહિ. અને મારા સાસરામાં પણ એકતાનું મહત્વ ઘણું જેથી એ લોકોનો પણ આગ્રહ ઘણો કે પરિવારનો એકપણ સદસ્ય બાકી ન રહે એ રીતે જાન લાવજો ! 

અમારે ગામ જાન પહોચી હસતા રમતા અને એક બીજાની મજાક ઉડાવતા અને સૌ પોતાના ઘરે ગયા. મારા દાદા - દાદી અને મારા માતા પિતા અને મારા ચાર કાકા તેમજ ત્રણ ફોઈ બધા જ ઘરે આવ્યા અને મારું અને માલતીનું સ્વાગત મારા દાદી એ કર્યું. મારા માતા વરની માતા હોવા છતાં એક શબ્દ બોલ્યા નહિ પરંતુ એમણે જ આરતીની થાળી લઈ આપુ કહી મારા દાદીને હાથે મારું ને માલતીનું સ્વાગત અમારા નાના એવા ઘરમાં કરાવ્યું.

મારું ઘર એકદમ નાની જગ્યામાં હતું. પરંતુ ઘરના માણસો ખુબજ પ્રેમથી તેમાં રહી મકાનને ઘર કહેવાય એ માફક રહેતા હતા. મારે ત્રણ ભાઈ હતા મારાથી નાના. હું ચારેયમાં સૌથી મોટો અને મારાથી મોટી એક બહેન હતી. પરંતુ એને આંખે દેખાતું ન હતું માટે હજી કોઈ સારો મુરતિયો મળ્યો ન હતો. મારા ઘરમાં એક ઓરડો હતો અને એક રસોઈ ઘર હતું અને અમારા ગામમાં હાજત જવા માટે ગામ બહાર બે થી ચાર બાથરૂમ બનાવેલ હતા.અમારા ગામના સરપંચનું માનવું હતું કે બહેન દીકરીની ઈજ્જત ગામની ઈજ્જત હોય માટે બાથરૂમ ગામની પંચાયતના પૈસે બનાવેલ હતા.

માલતી અને હું અમારા નાના એવા ઘરમાં આવ્યા. મારી મોટીબહેન અંદરથી માલતી માટે પાણી લેવા ગઈ, પરંતુ માલતી તુરંતજ સમજી ગઈ કહે દિવ્યાબહેન તમે ન જાવ પાણી હું પી લઈશ. તમે મોટા બહેન છો કહી ઉઠી અંદર જઈ આખા પરિવાર માટે પાણી લઈને આવી. માલતી આમજ મારા પરિવારના એકપણ સદસ્યને કામ કરવા દેતી નહિ. પોતે બધુજ કામ કરતી મોઢા પર હાસ્ય રાખીનીચી નજર અને જરા પણ થાક કે અણગમાની રેખા જણાય નહીં એ માફક.

માલતી અને મારા પરિવાર વિશે મારી જિંદગી વિશે કંઈ રીતે મારા પરીવારમાં ખુબજ સંપ અને સહકાર સહનશીલતાથી મારો પરિવાર દરેક તકલીફમાં એકબીજાને મદદ કરી ઉચો અવ્યો તેમજ પરિવારનો કોઈ પણ સદસ્ય પોતાની અંગત તકલીફમાં એકલતાનો અનુભવમાં ન રહ્યો.

આવી ઘણી બાબત જાણવા માટે મારી પરિવારની અંક સિરીઝ વાચતા રહો જેમાં મારા  વડીલથી લઇ મારા ભાઈ - બહેન અને મારા સંતાન વિશે જાણો વધુ આવતા અંકે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Classics