RATILAL VAYEDA

Abstract Inspirational Children

3  

RATILAL VAYEDA

Abstract Inspirational Children

પરીક્ષા

પરીક્ષા

1 min
190


જીવનના હરપલે પરીક્ષા હોતી હોય છે. સ્પર્ધામાં જેવો આગળ નીકળે તેને જ માન સન્માન મળે છે અને આગળ જવા માટે પસંદગીનું તે માપ હોય છે. નોકરીની પસંદગી માટે અને સારી જવાબદારી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે અને તે દ્વારા ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે.

એકવાર એક કંપની દ્વારા મોટી જવાબદારી ઉપાડી શકે તેવા અધિકારીની નિમણૂક કરવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઘણા લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેછે. તેમાં એક અપંગ ઉમેદવાર પણ હોય છે અને બધા તેની મશ્કરી કરતા હોય છે બે જવાબદારી પૂર્વક તેના તરફ વર્તન કરે છે.

છેવટે જ્યારે ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારો જાય છે, ત્યારે જે અપંગ વ્યક્તિ હોય છે તે પોતે માલિક હોય છે અને તેણે ઉમેદવારોને ઉમેદવારોની નિષ્ઠા, પ્રમાણિકતા, કામ કરવાની ધગશ વગેરેનું નિરક્ષણ કર્યું અને પછી તેમાંથી સારા ઉમેદવારને પસંદ કર્યો.

બાલબંદર થી માંડી અને છેક કોલેજ કક્ષા સુધી, તેમજ નોકરી માટે પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેમાં જે ખરા ઉતરે તેને જ પસંદગી આપવામાં આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract